ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા નવસારી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીની જાળવણી માટે અભૂતપૂર્વ પ્રયાસઆપણું નવસારીનું આતશ બહેરામ બધા આતશ બહેરામોમાં સૌથી મહત્વનું અને આધ્યાત્મિક પાવરહાઉસ છે કે જે કોમની જાળવણી અને પાલન પોષણ કરી ટકાવી રાખે છે.

સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું.

જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું બીજું આતશબહેરામ ઈ.સ. 1765માં સ્થાપવામાં આવ્યું હતું. આ નવસારીના આતશ બહેરામ સાહેબની સ્થાપના પછી તેમના અનુગામી ત્રણ શહેનશાહી આતશ બહેરામ કે જેઓના નામ, મોદી આતશ બહેરામ, સુરત ઈ.સ. 1823માં, વાડિયાજી આતશ બહેરામ, મુંબઈ ઈ.સ. 1830માં અને અજુમન આતશ બહેરામ, મુંબઈ ઈ.સ. 1897માં આજ આતશના અજવાળામાંથી સ્થાપવામાં આવ્યા હતા.

આતશ બહેરામના મકાનમાં જુદી જુદી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે જે ધર્મના હુકમ મુજબ કોઈ બિન જરથોસ્તીઓ જોઈ શકતા નથી. ઈ.સ. 2018ના અંતમાં અમને આધારભૂત સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું કે આતશ બહેરામની સામે આવેલુ જરથોસ્તી કુટુંબનું એક મકાન કે જેનો વોર્ડ નંબર-8માં આવેલ ઘર નંબર-635, કે જે ‘બચા ધનજી હાઉસ’ તરીકે ઓળખાય છે તે એક બિન જરથોસ્તી દ્વારા ખરીદાય તેમ છે કે જે ઘરમાંથી આ આતશ બહેરામનો મેઈન હોલ દેખાય છે કે જ્યાં જશન અને અન્ય ધાર્મિક ક્રિયાઓ વારંવાર કરવામાં આવતી હોય છે વળી આપણી દાદગાહનું મકાન પણ ત્યાંથી પૂરેપૂરૂં દેખાય છે.

આ એક સ્પષ્ટ અને અસ્વીકાર્ય પરિસ્થિતિ હતી કે જેમાં આદરણીય આતશ પાદશાહ સાહેબની પવિત્રતા સાથે કોઈ સમાધાન કરવામાં આવે.

જ્યાં સુધી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીનો સૌથી મહત્વનો સવાલ હતો એટલે સૌથી જરૂરી બાબત એ હતી કે આ મકાન કોઈ જરથોસ્તી વ્યક્તિ અથવા સંસ્થા ખરીદે.

આતશ બહેરામની પવિત્રતા ને ધ્યાનમાં રાખીને મકાનના માલિકને બિન પારસી જરથોસ્તી તરફથી એક કરોડ રૂપિયાની ઓફર મળી હતી જેના સમાધાનરૂપે મકાનના માલિક 77લાખ રૂપિયામાં જરથોસ્તીને વેચવા તૈયાર થયા.

રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડયુટી અને વધારાનો ખર્ચ જો ગણીએ તો કુલ 80 લાખ રૂપિયાની રકમની જરૂર હતી અને આ રકમ કોઈ પાસે હોઈ એ ફકત નાણાકીય કે આંકડાકીય બાબત ન હતી, પણ મોટા હૃદયના અને સમાજની ધાર્મિક સંસ્થાઓની ચિંતા કરવાવાળા અને જેઓ ટૂંક સમયમાં મોટું કામ હાથ ધરી આ મકાન ખરીદે તે અગત્યનું હતું.

દિવ્યતા હમેશા રહસ્યમય રીતે કામ કરે છે અને આ ફકત અને ફકત તો ગેબી મદદ હતી કે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના પ્રયત્નોથી ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ સંસ્થા મદદ કરવા સામે આવી.

અમે ખૂબ જ ધર્મસંકટ સાથે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના ચેરમેન, મી. દિનશાહ તંબોલીને મળ્યા કે જેઓ અમારા મિશનમાં અમને મદદ કરે અને તેઓ તરત જ અમને મદદ કરવા સંમત થયા. તેઓએ ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવના ટ્રસ્ટીઓનો સંપર્ક સાધ્યો અને વિનંતી કરી કે અમને આ પ્રોજેકટમાં મદદ કરવામાં અગ્રિમતા આપે.

આ વાત ખરેખર પ્રસંશનીય છે કે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના પ્રયત્નોથી ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવના ટ્રસ્ટીઓએ આ વિનંતીને ધ્યાને લીધી ડોનેશન આપી આ મકાન ખરીદવા તેમને સક્ષમ કર્યા.

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અમારી સાથે એવી ગોઠવણ પર સંમત થયા કે નવસારી આતશ બહેરામ અને વડી દરેમહેર આ મકાનની જાળવણી પેટે વાર્ષિક રૂપિયા 1000 ટોકન રકમ ચૂકવવાની રહેશે. વળી આતશ બહેરામ અને વડી દરેમહેર ટ્રસ્ટ ફંડ આ મકાનની જાળવણી તેની મૂળ અવસ્થામાં કરશે અને વાર્ષિક વેરો, ટેકસ અને દરેક કાયદાકીય ચાર્જીસ ચૂકવશે.

નવસારી આતશ બહેરામ અને વડી દરેમહેર ટ્રસ્ટ ફંડ આ મકાનના આતશ બહેરામ સંબંધિત વિવિધ ઉપયોગો જેવા કે મોબેદ સાહેબોને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવી, જે યુવાન છોકરાઓ નાવર-મરતબ કરતા હોય તેઓના કુટુંબીજનોને ગેસ્ટ હાઉસ તરીકે અને પારસી જરથોસ્તીઓ આતશ બહેરામ પગે લાગવા આવ્યા હોય તો રહેવાની વ્યવસ્થા એવા અને બીજા ધાર્મિક ઉપયોગ કરવા હકદાર રહેશે.

અમો નવસારી આતશ બહેરામ અને વડી દરેમહેર ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓ ખુબ જ ખુશીથી ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવના ટ્રસ્ટીઓની ઉદારતા, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના ટ્રસ્ટીઓ અને લોકલ કમીટી મેમ્બરનો અને ખાસ કરીને તેમના ચેરમેન મી. દિનશાહ તંબોલીનો આભાર માનીએ છીએ કે જેઓએ ખૂબ જ ઝડપથી આ શુભ કાર્યનું સુકાન સંભાળ્યું અને આ પ્રોજેકટ ને ખૂબ જ ઝડપથી અને સંતોષકારક રીતે પૂર્ણ કર્યો.

ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવના ટ્રસ્ટી તેમજ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના ટ્રસ્ટી અને લોકલ કમીટી મેમ્બરના પ્રયત્નોથી અને સહયોગથી અને સહિયારા પ્રયત્નોથી આતશ બહેરામ પાદશાહ સાહેબની આ પવિત્રતા અને પ્રાઈવસી જાળવી શકયા છીએ તે ખરેખર દાદાર અહુરમઝદના આશિર્વાદ જ છે.

દાદાર અહુરમઝદને એવી દુવા કરીએ છીએ કે સદા આતશ બહેરામ સાહેબનો દિવ્ય પ્રકાશ હમેશા તેજસ્વી રીતે ચમકતો રહે અને હમેશા ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવના ટ્રસ્ટીઓ તેમજ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના ટ્રસ્ટીઓને સારી તંદુરસ્તી સમૃધ્ધિ અને સમાજની સાચી સેવા કરવાના શક્તિ આપે. યથા ઝમિયાદ યથા આફ્રીનામી.

– એરવદ ખુરશેદ દેસાઈ ટ્રસ્ટી અને ઓન. સેક્રેટરી,

નવસારી આતશ બહેરામ અને વડી દરેમહેર ટ્રસ્ટ ફંડ

Leave a Reply

*