પરંપરા સાથે વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી 17મા મહેરજી રાણાના ઉઠમણા પછી ગાદીવારસની નિમણૂંક કરવામાં આવી હતી. 74 વર્ષના યોજદાથ્રેગર એરવદ કૈખુશરૂ કાવસજી રાવજી નવસારીના ભાગરસાથ અંજુમન દ્વારા 18માં વારસદાર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. એરવદ મહેરનોશ સોરાબજી માદને એમની વધુ જાણકારી આપતા તેમનો પ્રભાવશાળી બાયોડેટા વાંચ્યો હતો. પ્રથમ શાલ તેમને નવસારીના વડા દેસાઈજી, […]