આપણે બીજા લોકોને જે આપીશું, તે જ ફરીને આવશે!

એક ગામમાં ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવતો અને વેચતો. એક દિવસ, તેની પત્નીએ તેને માખણ તૈયાર કરાવ્યું અને તે તેના ગામથી શહેરમાં વેચવા માટે જવા નિકળ્યો. તે માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા. અને દરેક પીંડાનુ વજન એક કિલો હતું. શહેરમાં ખેડૂતે માખણ હંમેશની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી […]

સકારાત્મક રહો! ખુશ રહો!

અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે. ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તને ફાંસી દ્વારા મોતની સજા આપી દેવાની છે! ફાંસીમાં તો તું તડપી તડપી ને મરીશ, આમ પણ તારે મરવાનું તો છેજ,પણ આપડા દેશનાં વિજ્ઞાનિકો તારા પર એક પ્રયોગ […]

ડોનેશન આ રીતે જ અપાય !

એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતાં એણે કહ્યું : મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. બારેક મહિના અગાઉ એક વખત મિલમાં એને એક્સિડન્ટ થયો અને એના બંને પગ કપાઈ ગયા. મારે બે દીકરીઓ છે. અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપ કાંઈક મદદ કરો એવી વિનંતી છે.’ સંસ્થાના સંચાલકે […]

ભુલાઈ ગયેલું પાકીટ!

એક દિવસ રોજના જેમ હું ઓફિસની તૈયારીમાં લાગ્યો. મેં ચાવી, રૂમાલ, લેપટોપ, ટિફિન, બારીમાંથી બૈરીએ એક ફલાઈંગ કીસ પણ આપી. આજની શાનદાર શરૂઆત. હું કારમાં બેઠો પેટ્રોલ ઓછું હતું એટલે પેટ્રોલ પંપ પર ગાડી રોકાવી. ટેન્ક ફુલ કરદો.. તેણે કારની ટાંકીમાં પેટ્રોલ રેડવાનું શરૂ કર્યું. હું મારા પેન્ટના ખિસ્સામાં પહોંચી ગયો. જગ્યા ખાલી છે! ઓ […]

જીવનમાં વિનમ્ર રહો!

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક ડાકુ અને એક સંત ની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા […]

ઘરડાંઓનું સન્માન કરો!

નોશીરનું કુટુંબ સંજાણમાં હળીમળીને સાથે રહેતુ હતુ. કુટુંબના દરેક સભ્યો જેમાં નોશીર, ખોરશેદ તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે-બે એમ ચાર સંતાન સાથે રહેતા. ઘરમાં બધાને એક્બીજા સાથે ભળતુ અને હા કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. નોશીરે પણ પાંચ વર્ષ પહેલા જ પોતાના […]

શું તમે પણ આવું કરો છો?

એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે […]

વહાલી જાનેજીગર દીકરીનો હક

અડધી રાતે પપ્પાને હાર્ટએટેક આવ્યો અને એ પણ જ્યારે મોટાભાઈ શહેરની બહાર અરે! રાજયની સીમાથી પણ બહાર હતા ઘરમાં મમ્મી અને ભાભી બે જણ હાજર, બાળકો તો ડઘાઈ, ગભરાઈને કોઈ ખૂણામાં ઉભા રહ્યા હતા એ કટોકટીની ઘડીમાં મમ્મીએજ પોતાને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ને! વાત પૂરી થઈ કે તરત જ પતિને જગાડીને હકીકતથી વાકેફ […]

ચાલ જીવી લઈએ!

થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા […]

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા છીએ હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી […]

અમારો જૂનો જમાનો!

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો […]