હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે. […]