મારો અદી છેે તો બહુ પ્રેમાળ. અમારાં લગ્નને દસ વર્ષ થયાં. અમારો ઘરસંસાર સરસ ચાલે છે. પણ દરેક માણસના સ્વભાવની કેટલીક ખાસિયત હોય છે. તે ખાસિયત પકડીને તેને એડજેસ્ટ થઈ જઈએ તો ગાડી સરખી ચાલે અને આપણું સગપણ ટકી રહે. લગ્ન બાદ થોડા વખતના સહવાસે મેં જોયું કે અદીને સ્વચ્છતાનો, વ્યવસ્થિતતાનો બહુ જ આગ્રહ છે. […]