પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી […]