એક ટૂંકી વાર્તા

જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી. એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો. એમા સિંહને મનમાં થયુ કે પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે. એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર […]

અપેક્ષા-Expectation

હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામ ખુરશીમાં ગોઠવાયો ત્યાંજ અવાજ આવ્યો ચા લાવું? પછી જવાબની અપેક્ષા ન રાખતાં જ ચા આવી ગઈ. કેમ આજે કંઈ વિચારોમાં છો? પત્નીની પૂછપરછ શરૂ થઈ. કેમ? મેં સામું પૂછ્યું શું થયું છે? ઓફિસમાંં કાંઈ બોલાચાલી? પત્નીએ મશ્કરી ચાલું રાખી. છતાં હું મૌન હવામાં […]

જીવનમાં કેટલાક વ્યવહાર કરતી વખતે ફાયદો જોવો નહીં

પત્નીએ નવું એક્ટિવા લીધું અને એક્ટિવા છેલ્લા એક વર્ષથી ગેરેજમાં એમજ પડી રહી એટલે મેં એક્ટિવા વેચવાનું નકકી કર્યુ. રૂા. 30,000/-માં વેચવું છે એવી જાહેરાત દરવાજાના બહાર મૂકી. કોઈએ 15 હજાર, કોઈએ 26 અને કોઈએ 28 હજાર આપવા કહ્યું પણ વધુ પૈસાની અપેક્ષા રાખનારને મેં ક્યારેય હા નહીં પાડી. થોડી વાર પછી ફોન આવ્યો અને […]

પિતાના હાથની છાપ..

પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો હતો. પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઊતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટસ દિવાલો પર છપાઈ ગયા હતા. મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટસ પર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર ફરિયાદ કરતી રહેતી. એક દિવસ, […]

જનરેશન ગેપ!

મમ્મી, હું મારી પત્ની અને દીકરા સાથે મોલમાં જાઉં છું. બેટા, જાઓ. મારા પગ આમેય દુખે છે. મને મોલમાં નથી આવવું. તમે જઈ આવો. પૌત્ર એ આગ્રહ કર્યો, દાદી, તમારે પણ અમારી સાથે આવવું જ જોઈએ. વહુએ કહ્યું, બેટા, દાદીમા મોલમાં દાદરા નહીં ચડી શકે, તેમને એસ્કેલેટર વાપરતા આવડતું નથી. ત્યાં મંદિર પણ નથી. આથી […]

દિવાળીની ભેટ

એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની માં ઉપર તેની નજર ગઈ. કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શાલું તે માંને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય […]

હૂંફ એટલે શું ??

આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવાં નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શકી. એને એક બેંચ પર બેસેલા જોતાજ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચી ગઈ. તમે રોજ સાંજે અહીં આવો છો. હું […]

આંસુ…

શનિવારે બપોરે જ મનોજનો ફોન આવ્યો… તમે કાલે સવારે વૃધ્ધાશ્રમની મુલાકાત લેવા આવો છો? મેં કહ્યું, ઓહ, કાલે રવિવાર છે. હું તૈયાર હતો. હું લાંબા સમયથી વૃદ્ધાશ્રમ જોવા માંગતો હતો. સવારે વહેલો ઉઠ્યો અને મારૂં મિત્ર ગ્રુપ સાથે નીકળી પડયો. રસ્તામાં બધાએ ચિવડો, મીઠાઈ, ફરસાણ, બિસ્કીટો રમવાના પત્તા વગેરે લીધા. અંદર પ્રવેશતા જ ત્યાંના લોકો […]

ઈશ્ર્વરને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ!

એક 80 વર્ષના દાદાજીને હાર્ટ એટેક આવ્યો. દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું, અને ખુબ સુખી – સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, ડોક્ટરે કહ્યુ, દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે; ત્રણ દિવસ રોકાવું પડશે. દાદા કહે, જેવી પ્રભુની ઇરછા. ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં, દાદાને રજા આપતી વખતે […]

માતા પિતાનું સન્માન કરો!!

ખૂબ જ હોંશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારનાં સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતાં. એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે? દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પણ આવી જાય! નવાઈ નહીં. બાપ તો આ સાંભળીને, ખૂબ જ […]

તમારી કાળજી લો!!

રિપોર્ટ ડોક્ટરના હાથમાં હતો, નિદાન થયું નોન આલ્કોહોલીક સીરોસીસ.. હું વ્યસનથી હજારો હાથ દૂર હતો. લીવરને નુકસાન થયું હતું.. માત્ર 3 મહિનાનો સમયગાળો હતો મારી પાસે પુત્ર અને પુત્રી તેમના લીવરનું દાન કરવા તૈયાર હતા. પણ મારી દીકરી અને મારું બ્લડ ગ્રુપ મેળ ખાતું નહોતું. એક વિકલ્પ સમાપ્ત થયો. છોકરાનું લિવર 35 જોઈતું હતું તે […]