વિજયા દસમી એટલે દશેરો જે હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. અશ્ર્વિન શુક્લ દસમીને દિવસે આવતો આ તહેવાર લોકો ઘણાજ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પ્રતિક સમાન છે. ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. દશેરાને સત્યની અસત્ય પર જીતના રૂપમાં મનાવવામાં આવે છે એટલેજ દશમીને વિજયાદસમી તરીકે ઓળખવામાં આવે છે. […]