આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા, મેહેરવાનદા, જમશેદદા, શાપુરદા વગેરે દાઓનો દા પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા થયેલો છે. હવે હોરમજદ અંધ્યા, મહેરવાન-અંધ્યા, જમશેદ અંધ્યા અને શાપુર અંધ્યા ને જો આપણે સાધારણ રીતે વારંવાર બોલશુ તો આપોઆપ હોરમજધ્યા, મહેરવાનધ્યા, જમશેદધ્યા અને શાપુરધ્યા એવો જ ઉચ્ચારર થશે. કેમ કે સમાસ અને સંધીના વ્યાકરણના કાયદા પ્રમાણે પહેલા શબ્દનો અતંત્યાક્ષણ વ્યંજન હોય અને તેની સાથે સંશ્રીથી જોડાનારા શબ્દનો પહેલો અક્ષર જો સ્વર હોય તો તે સ્વર પેલા વ્યંજનમાં સમાઈ જશે અને બોલવામાં તે ઢંકાઈ જશે. હવે વાંચનારાઓ ઉપલા ૪ નામો બોલી જોશો તો પાછળથી ધયા શબ્દનો દા આપોઆપો ઉપાંતર થઈ જશે. એટલે ઈરાનમાં મોબેદ કહેવાતા ત્યાં કાંઈ મોબેદોને અંધ્યા કહેતા નહીં હતા, પણ હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ ગુઓનો ‘અધર્વ્યુ’ કહેતા તે ઉપરથી પારસી ધર્મ ગુઓને અધ્વર્યુ અને તેનો અપભ્રંશ અંધ્યા કહેવામાં આવેલા છે.
પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?
Latest posts by PT Reporter (see all)