મહુવા પારસી અંજુમન હસ્તક નવજોત તથા સન્માન કાર્યક્રમ

IMG_20160607_124955 copyમહુવા પારસી અંજુમનની અગિયારીના હાલના સેવક મહેરઝાદ જીવાસાની દીકરી પરીઝાદ હાલમાં પીટીટ સ્કૂલ બાન્દરા મુંબઈ ખાતે શિક્ષણ લે છે. પરિઝાદની શુભ નવજોતની પવિત્ર ક્રિયા અંજુમન હસ્તક થાય એવી ટ્રસ્ટી મંડળની ઈચ્છા હતી અને તે પ્રમાણે અગિયારીના હોલમાં નવજોતની ક્રિયા રવિવાર તારીખ ૮-૫-૨૦૧૬ના દિને હાવન ગેહમાં કરવામાં આવી હતી. મલેસર બહેદીન અંજુમન, નવસારીની અગિયારીના બે મોબેદ સાહેબો મહુવા પધાર્યા હતા અને એરવદ કેકી દસ્તુરે પરીઝાદની શુભ નવજોતની ક્રિયા આશરે ૧૫૦ હમદીનોની હાજરીમાં કરી હતી. આ પ્રસંગે બહારથી પધારનાર મહેમાનો તથા અંજુમનના સભ્યોએ પરીઝાદ અને તેના માતા પિતાને પહેરામણી કરી હતી ત્યારબાદ સર્વે હમદીનો માણેકવાડીના  હોલમાં ભેગા થયા હતા. શ‚આતમાં મહુવા અંજુમનના પ્રમુખ હોસી બજીનાએ નવજોતની ક્રિયામાં સામેલ સર્વે હમદીનોને આવકાર આપ્યો હતો તથા માંડવી, વ્યારા, બીલીમોરા ગણદેવી વગેરેે અંજુમનના પ્રતિનિધિઓની હાજરીનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રમુખ બજીનાએ નવજોતના પવિત્ર પ્રસંગે IMG_20160607_124005 copyહમદીનો તથા જુદી જુદી અંજુમનો તરફથી મળેલા ફાળાનો ઉલ્લેખ કર્યો હતો. તે ઉપરાંત પ્રતિ વર્ષ દુબઈના રહેવાસી પદમ કૂપર જે ડોનેશન મોકલે છે તે હકીકત જણાવી આ કામમાં મદદ‚પ થનાર નવસારીના પરસી અવારીનો ખાસ આભાર માન્યો હતો. ત્યાર બાદ અંજુમનના પ્રતિનિધિઓનું મહુવા અંજુમનના ટ્રસ્ટી રોહિન્ટન મોગલે ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. સભાની શ‚આતમાં પ્રમુખ બજીનાએ બીલીમોરા પારસી અંજુમનના પ્રમુખ મરઝબાન બારીયાને સભાનું પ્રમુખપદ સ્વીકારવા વિનંતી કરી હતી. ટ્રસ્ટી ડો. હોશંગ મોગલે અંજુમન હસ્તક નવજોત થઈ તે બદલ ખુશાલી વ્યકત કરી હતી અને જરથોસ્તી ધર્મમાં નવજોતનું શું મહત્વ છે તેનો ટૂંક ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે મહુવા અંજુIMG_20160607_124942 copyમનની દાદગાહની ૨૫થી વધુ વર્ષોથી સેવા આપનાર ‚સ્તમજી દોરાબજી કોદીયાનું સન્માન અંજુમન તરફથી પ્રમુખ પારિયા હસ્તક કરવામાં આવ્યું હતું
તથા ₹ ૫૧,૦૦૦નો ચેક ‚સ્તમ કોદીઆને મહુવા અંજુમન વતી આપ્યો હતો. મુખ્ય મહેમાન બારીયાએ આ પ્રસંગ યોજવા બદલ અને સમાજના
નાના માણસની કદર કરવા બદલ મહુવા અંજુમનના અભિગમને બીરદાવ્યો હતો. બીલીમોરા પારસી અંજુમન વતી સન્માન પક્ષ તથા ચેકની અર્પણ વિધિ બીલીમોરા અંજુમનના ટ્રસ્ટી ધનજીશા અવારીએ કરી હતી.

ટ્રસ્ટી ડો. હોશંગ મોગલે સર્વે આમંત્રિતોનો અભાર માન્યો હતો અને ‘છેૈયે અમે જરથોસ્તી’ તથા રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ કરવામાં આવ્યો હતો. જાણીતા લેડી કેટરર સુન્નુ કાસદે સુંદર ભોજનની વ્યવસ્થા કરી હતી.

Leave a Reply

*