હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે. જે વખતે જન્મ થયો હોય તેને પાંચમે દહાડે કોઈ જોશીને તે ઘડી પળ દેખડાવવામાં આવે છે. બીજું શું થાય છે તે આગળ જોઈએ. છઠ્ઠીના લેખ લખાવાની રાતે હિંદુ રીત મુજબ એક થાળીમાં શાહીનો ખડિયો, કલમ, કંકુ, નાળિયેર એ રીતે મૂકીને સુવાવડી બાઈના ઓરડામાં મૂકે છે. જોશી જન્મના વખત ઉપરથી જન્મેલું બચ્ચું કયા ગ્રહ કે રાશિના ચક્રમંડળમાં આવે છે તે જુએ છે અને તે જ ગ્રહ કે રાશિને અનૂકુળ અક્ષરોવાળુ નામ બચ્ચાનું રાખવા કહે છે. ૧૬-૧૭-૧૮ ને ૧૯મી સદીની શઆતમાં પારસીઓ પોતાના દેશ, વેશ અને ખેશથી એટલા બધા અંજાણ થઈ પડયા હતા કે ૧૬મી ૧૭મી અને ૧૮મી સદીમાં તો તેઓ હિન્દુજ નહીં થઈ ગયા એજ અજાયબ ઉખ્યાણું રહી ગયું છે! તેઓ પોતાનો ઈરાની પોશાક ભુલી ગયેલા, ઈરાની ભાષા ભુલી ગયેલા, ઈરાની વડવાઓનાં નામો ભુલી ગયેલા અને ઈરાની રાહરસમો ભુલી ગયેલા. માત્ર ધર્મે તેઓ જરથોસ્તી છે એટલું ચીવટપણે વળગી રહેલા. જ્યારે જોશી ‘ન’ અક્ષર ઉપરથી નામ રાખવા કહે ત્યારે તેઓને ઘણું તો નશરવાનજી કે નવરોજી નામ યાદ આવે! તેમાં ભોગ ચોઘડીયે જો બચ્ચાનાં બાપનું નામ નશરવાનજી હોય અને કાકાનું નામ નવરોજી હોય તો થઈ ચૂકયું. હયાત સગાનું નામ તો બનતાં સુધી પડાય જ નહીં. નહીં તો રખે પેલો સગો મરી જાય(૧) ત્યારે આવી સ્થિતિમાં જોશી સુચવી દેશે કે નરસિંહભાઈ નામ રાખો! નાનજીભાઈ નામ રાખો! વગેરે. કારણ કે તે વેળા જોશી ઘણે ભાગે હિન્દુ જ એટલે તે બાપડા બતાવી બતાવીને હિન્દુ નામ બતાવે, તેઓને પારસી ઈરાની પાદશાહ પહેલવાનોના નામની ખબર હોય જ શાની? ત્યારે એમ કરતાં હિન્દુ નામો પેઠાં અને પારસી નામોની સંખ્યાની હદ ઘણી સાંકડી હોવાથી હિન્દુ નામોને જ પારસીઓ વળગી રહ્યા; કારણ કે શિરીન પણ ભારી ઈરાની નામો તો
પારસીઓના નામ કેવી રીતે પડયા?
Latest posts by PT Reporter (see all)