તમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું.
તો, પારસીપણું એટલે શું? અમે અનેક પાસીઓને પૂછ્યું કે, આપણી કોમનું પ્રતીક બની ગયેલા આ શબ્દને તેઓ કઈ રીતે વર્ણવશે અને તેમાંના કેટલાક સામાન્ય જવાબ હતા સત્યનિષ્ઠા, પરોપકારવૃત્તિ, સહિષ્ણુતા, ઈમાનદારી, ખાણીપીણીના પ્રેમી, મનોરંજનના ચાહક લોકો, સાંસ્કૃતિક રીતે વિકસીત, હળવા મિજાજના અને રમૂજી. પારસીપણુંને શ્રેષ્ઠતમ રીતે વર્ણવતા બે જવાબ તમારી સાથે શેર કરતા મને ઘણો આનંદ થાય છે, અને તે એટલે દયાળુપણું અને ક્ષમાશીલતા.
સાવ સાચી વાત છે! આપણા ન્યાગાનોએ (પૂર્વજો) તેમના શબ્દો અને કાર્યોમાં એ વાતની તકેદારી રાખી હતી કે તેઓ પોતાની પાછળ આપણને અન્ય લોકોથી જુદા તારવતા એવા આ બે સૌથી દિવ્ય ગુણોનો અપ્રતિમ વારસો મુકી જશે. આ ગૌરવશીલ વારસાના પ્રાપ્તકર્તા તરીકેનો ગર્વ આપણને હોવો જોઈએ તથા તેને આગળ વધારવો એ આપણી એક માત્ર ફરજ છે.
આવતા અઠવાડિયે આપણે નવા વર્ષમાં પગ મુકી રહ્યા છીએ ત્યારે, ચાલો વીતેલા વર્ષો પર એક નજર કરીએ. પણ સૌથી મહત્વનું એટલે કે, દયાળુપણું અને ક્ષમાશીલતા આ બે અદભુત ગુણો પર આધારિત રહીને આપણે નવું વર્ષ સુંદર બનાવવા પર તથા આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના તથા આપણા માટે નવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ જ બાબત આપણને વધુ બહેતર જરથોસ્તી બનાવશે, કેમકે દયાળુપણું અને ક્ષમાશીલતા જ સારા વિચાર, સારા શબ્દો અને સારા કર્મોનું સીધું ફળ છે!
પારસી ટાઈમ્સની ટીમની ખરા દિલની શુભેચ્છાઓ છે કે આ આવનાં નવું વર્ષ તમારા માટે તમામ ખુશી અને સફળતા લાવે! અમારા સૌ તરફથી સાલ મુબારક!
- We Can’t Rise By Pulling Others Down - 18 January2025
- The Art Of Living And The Art Of Giving - 11 January2025
- Make This Your Best Year Yet! - 4 January2025