મેષ: અ.લ.ઈ
આ વરસની શઆતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા ચેન્જીસ જાન્યુઆરી પછી આવશે. નાણાકીય બાબતમાં ધન જેટલું આવશે તેટલું જશે. થોડા જીદ્દી રહેશો. કામને કર્યા વગર મુકશો નહીં. મોટી માંદગી નહીં આવે તેમ છતાં ૧૫મી નવેમ્બરથી ૧૪મી ડિસેમ્બરની વચ્ચે તબિયતમાં મુશ્કેલી આવશે. ડાયાબિટિસથી સંભાળવું પડશે. નોકરી કરતા હો તો આ વરસમાં ચેન્જ નહીં કરતા. દુશ્મનોનો ડર નહીં રહે. રાતની ઉંધ ઓછી રહેશે. આવતા માર્ચ-જુલાઈની અંદર નાણાકીય ફાયદો થઈ જશે. પ્રેમી અને પ્રમિકામાં મતભેદ રહેશે. વરસને પૂં કરવામાં મોટી મુશ્કેલી નહીં આવે. શેર સટ્ટાથી દૂર રહેજો. પૈસા ઈનવેસ્ટ કરતા ફાયદામાં રહેશો. પોતાના કરતાં બીજા ઉપર ખર્ચ વધુ કરશો પડશે. બચત કરવી હોય તો બોન્ડ કે સોનાની ખરીદી કરતા રહેજો. મગજને શાંત રાખવા માટે આખા વરસની અંદર નતીર યશ્તથ ભણવાનું ભુલશો નહીં.
સ્ત્રીઓ માટે: વરસ મધ્યમ રહેશે. પ્રેમી સાથે વાતો કરવામાં ધ્યાન રાખવું પડશે. પ્રેમમાં સફળ ન થાવ તો નિરાશ નહીં થતા. જાન્યુઆરી બાદ જીવનમાં નવી વ્યક્તિ આવી જશે. નોકરી કરતી સ્ત્રીઓને ખાસ મુશ્કેલી નહીં આવે. તબિયતમાં પેટની માંદગી અને સ્ત્રી રોગથી સંભાળવું.
સ્ટુડન્ટસ માટે: આખુ વરસ આળસ કરશો તો પાછળથી પસ્તાવું પડશે. ખાસ કરીને કોમર્સ ભણતા હશો તો ધારેલા રીઝલ્ટ માટે ડબલ મહેનત કરવી પડશે. ટેકનિકલ સ્ટુડન્ટ માટે વરસ સાં રહેશે. એસએસસીના સ્ટુડન્ટને ધારેલું રીઝલ્ટ નહીં મળે. તમારી મહેનત જ તમને ફળ આપશે.
શુકનવંતા મહિના: ૧, ૨, ૫, ૮, ૧૦ ને ૧૧ છે. શુભનંગ પોખરાજ પહેરવું.
વૃષભ: બ.વ.ઉ.
આ વરસની શઆતમાં તમારી રાશિથી ચોથે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ છે, પાંચમે ગુ, સાતમે શુક્ર, મંગળ અને દસમે કેતુ હોવાથી તમે ૨૬મી જાન્યુઆરી પછી અઢી વરસની શનિની પનોતીમાં આવશો. આ વરસમાં કામ વધુ અને વળતર ઓછું મળશે ઘર બદલી કરવાના વિચાર નહીં કરતા. ઘરમાં કંઈને કંઈ ખર્ચ કરવા પડશે. નાનામાં નાના કામ સમય પર પૂરા નહીં થાય. ધર્મના કામ સારી રીતે કરી શકશો. મિત્રોની સહાયતા મેળવવામાં સફળ થશો. લગ્ન કરવા માગતા હો તો આ વરસમાં ડિસીઝન લેવામાં મુશ્કેલી આવશે. ધણી ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે ૨૬મી જાન્યુઆરી પછી મતભેદ ઓછા થશે. રાતની ઉંઘ ઓછી થશે. ગામ-પરગામ જશો. મુસાફરીમાં મુશ્કેલી આવશે. લાંબા સમયનો પ્લાન બનાવતા નહીં. ઘણી મહેનત કરવા પછી કામ કર્યુ તેવું લાગશે. મનની શાંતિ મેળવવા માટે મોટી નહપ્તન યશ્તથ ભણજો સાથે સાથે બીજાને મદદ કરજો. યુરીનરી ઈન્ફેકશ, પેટમાં એસીડીટી જેવી બીમારીથી સંભાળવું પડશે. જાન્યુઆરીબાદ ખાવા-પીવા ઉપર કંટ્રોલ રાખજો. નાની માંદગી આવશે ને જશે. આ વરસમાં લોનના ચકકરમાં પડતા નહીં. ગુનું બળ સા છે. જાન્યુઆરી બાદ શનિની પનોતી બીજા માટે ખોટા ખર્ચાઓ કરાવશે. જાન્યુઆરી સુધીમાં પગારમાં વધારો અને ધનલાભ મળતા રહેશે.
સ્ત્રીઓ માટે: શનિ અને મંગળ બન્ને પતિના ઘરમાં હોવાથી ૨૬મી જાન્યુઆરી સુધી ધીરજ-શાંતિ રાખીને કામ કરશો તો મુશ્કેલીમાં નહીં આવો. લગ્ન માટે ડિસીઝન જાન્યુઆરી બાદ લેજો. મધ્યમ ઉંમરની સ્ત્રીને સ્ત્રીરોગ આવવાની સંભાવના છે. બુધ્ધિ અને ધીરજ વાપરી કામ કરજો. નવા મિત્રો બનાવતા પહેલા તેમનો ભૂતકાળ જાણી લેજો તેમ નહીં કરતા દગો ફટકો થશે.
સ્ટુડન્ટસ માટે: આ વરસ સાં જશે. પોતાની મહેનત પ્રમાણે ફળ મેળવી શકશો. એમબીએ કોમર્સના સ્ટુડન્ટસ વધુ સાં રીઝલ્ટ મેળવશો. એસએસસીમાં ભણતાઓ સાં રીઝલ્ટ મેળવી શકશો. મહેનત કરવાથી ધારેલા પરિણામ લાવી શકશો.
શુકનવંતા મહિના: ૨, ૩, ૫, ૭, ૮, ૧૦ ને ૧૨ છે. એમીથીસ્ટના સ્ટોન પહેરવાથી શનિની પીડામાં થોડી રાહત મેળવશો.
મિથુન: ક.છ.ઘ.
આ વરસની શઆતમાં તમારી રાશિને ત્રીજે, સૂર્ય, બુધ, શુક્ર ને રાહુ છે, ચોથે ગુ છે. શનિ, મંગળ અને શનિ ૨૬મી જાન્યુઆરીએ સાતમે જશે અને કેતુ નવમે છે. આ વરસની અંદર તમે તમારી જાતે આગળ વધવામાં માનશો. બીજાનો સાથ લેવાનું વિચારશો નહીં. જાન્યુઆરી ૨૬મી પછી લાઈફ પાર્ટનર કે ભાગીદાર સાથે મતભેદ પડશે. ઘરની બદલી કે રિપેેરીંગ કરવાના વિચાર આવશે. ભાઈ બહેનો સાથે થોડું અંતર રાખવાથી ફાયદામાં રહેશો. આ વરસમાં તમારે મુસાફરી કરવી પડે તો કરી લેજો. જયા કામ કરતા હશો ત્યાં જાન્યુઆરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે, લગ્ન કરવા માટે આ વરસ મધ્યમ રહેશે. પ્રેમની અંદર સફળતા મેળવશો. નવા કામ જાન્યુઆરી બાદ કરજો. બાકી વરસ તમાં મધ્યમ રહેશે. ભણતરમાં નમહેર નીઆએશથ ભણજો. ૧૪મી ઓકટોબરથી ૧૫મી નવેમ્બર વચ્ચે માથાના દુખાવાથી પરેશાન થશો. તબિયતમાં થોડો ફેરફાર થશે તમે ઈલાજ કરવામાં કોઈ કમી નહીં રાખો પણ તમારી ઉમર વધુ હશે તો બેકપેનથી પરેશાન થશો. તમે જેટલી કાળજી રાખશો એટલા જ સુખમાં રહેશો. વરસ સાં જશે. જમીનથી ફાયદામાં રહેશો. ધનલાભ મળતા રહેશે. ધનલાભને ઈનવેસ્ટ કરતા રહેજો. ઉધાર પૈસા આપવાની ભૂલ કરતા નહીં.
સ્ત્રીઓ માટે: આ વરસમાં કામકાજમાં સારા સારી રહેશે. જે સ્ત્રી લગ્ન કરવા માગતી હશે તેને લગ્નમાં થોડીઘણી અડચણ આવશે. પ્રેમમાં દગો ફટકો ન થાય તેની દરકાર લેજો. લગ્ન કરેલ સ્ત્રીઓને ધણીનો સાથ મધ્યમ રહેશે. તબિયતમાં યુટરસની માંદગી આવી શકે છે. શરદી ખાસી અવારનવાર થશે. આ વરસની અંદર સ્ત્રીઓ કોઈની ઉપર વધુ પડતો વિશ્ર્વાસ મુકવો નહીં તેમજ લગ્ન કરેલ સ્ત્રીઓને ધણી સાથે ઓછું બોલીને દિલ જીતી લેવું.
સ્ટુડન્ટસ માટે: ટેકનીકલ લાઈન, આઈટી લાઈનવાળા સ્ટુડન્ટસને સારા સારી રહેશે. ભણતર માટે વિદેશ જવાના ચાન્સ છે. કોમર્સના સ્ટુડન્ટ માટે વરસ મહેનત માંગી લેશે. ધારેલું રીઝલ્ટ ન આવે તો ઉદાસ બનતા નહીં. એસએસસીમાં ભણતા સ્ટુડન્ટને બારેમાસ ભણવા સિવાય બીજે ધ્યાન આપવું નહીં.
શુકનવંતા મહિના: ૨, ૪, ૬, ૭, ૯, ૧૦ ને ૧૧ છે. શુભ નંગ પન્નુ, ગ્રીન સેફાયર પહેરવું
કર્ક: ડ.હ.
આ વરસની શઆતમાં તમારી રાશિથી બીજે સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ ત્રીજે ગુ પાંચમે શનિ, મંગળ અને આઠમે કેતુ છે. આ વરસની અંદર તમાં મન સ્થિર નહીં રહે. જે કામ કરશો તેમાં નેગેટીવ પોઝિટિવ બન્ને વિચારો આવતા રહેશે. જો બને તો ઘરથી થોડા દૂર રહીને કામ કરશો તો વધુ ફાયદામાં રહેશો. આ વરસમાં તમારી મનપસંદ વ્યક્તિ જાન્યુઆરી ૨૬મી પછી મળી શકશે. લગ્ન કરવા માટે આ વરસ સાં રહેશે. કામકાજમાં થાકશો નહીં પણ વરસની અંદર થોડા દિવસ માટે આરામ કરવાની જર પડે તો ફેમિલી સાથે હોલી ડે મનાવી લેજો. વિદેશ જવાના યોગ આવશે. તમને આ વરસની અંદર જોઈતી ચીજવસ્તુ મળી રહેશે. વડીલવર્ગના આશિર્વાદ મળતા રહેશે. ફકત ભાગીદારીના કામ કરો તો થોડું ઘણું ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં વરસ સાં જશે. તમારી મહેનત ફળ લાવશે. તેમજ ગામ પરગામથી ફાયદો મળશે. ઘરને રિનોવેશન કરાવી શકશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. તબિયત માટે મુશ્કેલી નહીં આવે હેરીડટીના લીધે માંદગીથી સંભાળવું ડાયાબીટીસ જેવી માંદગી આવે તેથી ખાવાપીવામાં ક્ધટ્રોલ રાખશોે. ૧૪મી ફેબ્રુઆરી ૧૫મી માર્ચની વચ્ચે માનસિક રીતે પરેશાન થશો. બાકી વરસમાં બીજી મુશ્કેલી નહીં આવે. આ વરસની અંદર ૯૬મું નામ નયા રયોમંદથ ૧૦૧ વાર ભણજો.
સ્ત્રીઓ માટે: આ વરસ સાં જશે. તમારી પસંદગીની વ્યક્તિ મેળવી શકશો. લગ્ન કરવા માટે વરસ સાં છે. મોટી માંદગી નહીં આવે. કામકાજમાં ઘરવાળાને મદદગાર થતા રહેશો. ભણવાની ઈચ્છા રાખતા હશો તેમાં સફળતા મળશે. બાળક આવવાનું હશે તેમાં થોડી મુશ્કેલી આવશે પણ મુશ્કેલી બાદ આનંદ મળશે. ધન લાભની ચિંતા નહીં આવે.
સ્ટુડન્ટસ માટે: આ વરસ તમે જે લાઈન લેશો તેમાં સફળ થશો. તમારા વિચારોમાં ટેકનિકલ અથવા લો જેવા વિષયમાં વધુ રસ પડશે. ભણતર માટે વિદેશ જવાના કે બહારગામ જઈને ભણવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. ભણતરમાં ઓછી મહેનતથી સાં પરિણામ લાવી શકશો. એસએસસીના સ્ટુડન્ટસ પોતાની મનગમતી લાઈન લેવામાં સફળ થશે. ડોકટર લાઈનમાં જવાવાળા ઓછા સ્ટુડન્ટસ હશે.
શુકનવંતા મહિના: ૧, ૨, ૪, ૫, ૬, ૮, ૧૦ ને ૧૧ છે. મનની શાંતિ રાખવા મુનસ્ટોન પહેરજો.
સિંહ: મ.ટ.
આ વરસની શઆતમાં તમારી રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર, રાહુ છે બીજે ગુ ચોથે શનિ, મંગળ અને સાતમે કેતુ છે. ૨૬મી જાન્યુઆરી પછી તમે શનિની નાની પનોતીમાંથી મુક્ત થશો. તમાં વરસ સાં જશે. અચાનક ધનલાભ મળશે. માનસિક કે શારિરીક રીતે પરેશાન થતા હશો તો ૨૬મી જુલાઈ પછી ફાયદો થશે. આ વરસમાં નવા ઘર લેવાનો કે જયાં જવાનો વિચાર કરશો તો જાન્યુઆરી બાદ પ્રમોશન મળવાના ચાન્સ છે. લગ્ન કરવા માગતા હો તો તેમાં અડચણ આવતી હશે તે જાન્યુઆરી બાદ દૂર થશે. ૧૫મી સપ્ટેમ્બર સુધી વાહન લેવું નહીં. વાહન ચલાવનારે સંભાળીને વાહન ચલાવવું. ઘરમાં શુભ પ્રસંગ થવાના ચાન્સ છે. શનિ જાન્યુઆરી પછી ચેન્જ થવાથી તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. મોટી માંદગી નહીં આવે. એપેન્ડિકસની માંદગીથી સંભાળજો. વધુ વજનદાર વસ્તુ ઉપાડવાની ભૂલ કરતા નહીં. જાન્યુઆરી સુધી મોટી નહપ્તન યશ્તથ ભણજો ત્યાર બાદ નતીર યશ્તથ ભણજો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. જરિયાત પ્રમાણે ધન મળી રહેશે. જાન્યુઆરી પછી લાંબા સમય માટે શેર અને જમીનમાં રોકાણ કરજો. ધનલાભ થવાના ચાન્સ છે. જૂના રોકાયેલા નાણા પાછા મેળવશો. પગાર વધારો થશે.
સ્ત્રીઓ માટે: આ વરસમાં સિંહ રાશિવાળી સ્ત્રીઓનું વરસ સાં જશે. તેમાં પણ ૨૬મી જાન્યુઆરી પછી તમે વધુ આનંદ કોન્ફિડન્સથી કામ કરશો. નોકરી કરતા હશો તો માન ઈજ્જત વધુ મેળવશો. ફકત જાન્યુઆરી સુધી લગ્ન માટે કોઈ ડિસીઝન લેવાની ભૂલ કરતા નહીં. નાણાકીય રીતે ફાયદામાં રહેશો. જૂની માંદગીથી પરેશાન થતા હશો તો રાહત મળશે. બ્યુટી આર્ટ જેવા કામથી ધન મેળવશો. લગ્ન કરેલી સ્ત્રીઓને ૧૪મી માર્ચ થી ૧૫મી એપ્રિલ વચ્ચે ધણીની ચિંતા વધુ રહેશે.
સ્ટુડન્ટસ માટે: આ વરસ ભણતર માટે સાં જશે. ખાસ કરીને ટેકનિકલ લાઈનમાં વધુ સફળ થશો. તમારી મહેનતનું ફળ જર મળશે. કોમર્સના સ્ટુડન્ટ માટે વરસ સાં રહેશે. તમે લો કરવા માગતા હશો તો ડીફિકલ્ટી આવશે. એસએસસીના સ્ડુડન્ટ પોતાની પસંદગીની લાઈન લઈ શકશે. તમારી જાત ઉપર વધુ વિશ્ર્વાસ રાખજો. ભણતર સિવાય બીજી જગ્યાએ ધ્યાન આપવાથી નુકસાન ભોગવવું પડશે.
શુકનવંતા મહિના: ૨, ૪, ૫, ૭, ૯, ૧૦ ને ૧૨ છે. તમાં શુભ નંગ પોખરાજ છે.
ક્ધયા: પ.ઠ.ણ.
આ વરસની શઆતમાં તમારી રાશિમાં ગુ ત્રીજે, શનિ, મંગળ છઠ્ઠે કેતુ અને બારમે રાહુ, સૂર્ય, બુધ શુક્ર સાથે છે. આ વરસ ફાયદો આપનાર રહેશે. ૨૬મી જાન્યુઆરીથી શનિની નાની પનોતી શ થશે તેથી તે વર્ષના અંત સુધી ચિંતામાં રહેશો. મધરની તબિયતમાં મુશ્કેલીઓ આવશે. જ્યાં કામ કરતા હશો ત્યાં કામ કરનારનો સાથ નહીં મળે. તબિયતની ચિંતા સતાવશે. આખા વરસમાં ગુનું બળ સાં હોવાથી કોઈ જગ્યાએ અટકશો નહિ છેલ્લી ઘડીએ અદ્દશ્ય મદદ મળી જશે. ૧૪મી એપ્રિલથી ૧૫મી મે વચ્ચે સરકારી કામો કરવામાં સાવધાની રાખજો. લગ્ન કરવા માગતા હો તમારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકશો. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે પણ મુશ્કેલી નહીં આવે. ધનલાભ મળતા રહેશે. ધર્મનું કામ કરતા રહેજો. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરી પછી તમારે ગેસ, એસીડીટી, યુરીનરી ઈન્ફેકશન લાગવાના ચાન્સ છે. આ વરસમાં વધુ પડતો કામનો બોજો કે વજન ઉપાડવાથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં ગુ બળવાન હોવાથી તમને જોઈતી રકમ મળી જશે. જાન્યુઆરી પછી પૈસા તો મેળવશો પણ મહેનત કરવી પડશે. વરસની અંતમાં બચત કરવામાં સફળ થશો. ભાગીદારીથી ધન કમાવામાં સફળ થશો. આ વરસમાં નાની નહપ્તન યશ્તથ અને ૨૬મી જાન્યુઆરીબાદ મોટી નહપ્તન યશ્તથ ભણજો.
સ્ત્રીઓ માટે: ક્ધયા રાશિવાળી સ્ત્રીઓ માટે જાન્યુઆરી ૨૬ સુધીનો સમય સારો છે તેથી તમારા દરેક કામની અંદર સફળતા મળશે. આ વરસમાં લગ્ન કરનાર વ્યક્તિના લગ્ન પસંદગીથી થઈ જશે. ૨૬મી જાન્યુઆરી બાદ તબિયતની કાળજી લેજો. નાણાકીય મુસીબત નહીં આવે. પેટની માંદગી કે ઈન્ફેકશન થાય તેવા ગ્રહો છે. ધણી ધણીયાણીમાં મતભેદ થશે પણ એકબીજાને મનાવી લેશો.
સ્ટુડન્ટસ માટે: વરસ મધ્યમ છે આર્ટસના સ્ટુડન્ટ સાં ભણતર કરશે. ટેકનીકલ કે કોમર્સના સ્ટુડન્ટ માટે મહેનત વધુ માંગી લેશે. તમારા ભણતરમાં ધ્યાન ૨૬મી જાન્યુઆરી બાદ ઓછું થઈ જશે. કરેલ ભણતરમાં ધ્યાન દહીં રહે. તેમજ એસએસસીના સ્ટુડન્ટસ માટે રીઝલ્ટ મધ્યમ મળશે.
શુકનવંતા માહ: ૨, ૩, ૪, ૫, ૬, ૮, ૧૦ ને ૧૧ છે. ગ્રીન સ્ટોન પહેરજો.
તુલા: ર.ત.
આ વરસની શઆતમાં તમારી રાશિથી બીજે શનિ, મંગળ પાંચમે, કેતુ અગિયારમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ અને બારમે ગુ હોવાથી તમે ૨૬મી જાન્યુઆરી બાદ સાડાસાતીથી મુક્ત થઈ જશો. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરી સુધી તમારા દરેક કામો અટકી જશે. જાન્યુઆરી સુધી કામ વધુ અને વળતર ઓછું મળશે. આ વરસમાં ધર્મ ચેરીટીજના કામ થશે. બીજાને મદદગાર થઈને રહેશો. ધન ખર્ચ કરવામાં પાછળ નહીં પડો. ખર્ચનું પ્રમાણ વધવા છતાં અસર નહીં થાય. આ વરસની અંદર તમે કામને પૂરા કર્યા વગર નહીં મૂકો. જે મળશે તેમાં સંતોષ માનજો. જયાં કામ કરતા હશો ત્યાં જ રહેજો. આ વરસની અંદર ભાઈ-બહેનોને મદદ કરવી પડશે. નોકરી બદલી કરવા માટે જાન્યુઆરી બાદનો સમય સારો છે. ગામ પરગામ જવાના યોગ આ વરસની અંદર મળતા રહેશે. તમેે ૧૪મી મે થી ૧૫મી જૂન વચ્ચે ફેમિલી પ્રોબ્લેમથી પરેશાન થશો. મનગમતી વ્યક્તિ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. લગ્નનો યોગ મધ્યમ છે. તમારા જન્મના ગ્રહ પર આધાર રાખવો પડશે. પ્રેમી પ્રેમિકાઓ વચ્ચે મતભેદ થયા કરશે. આંખની કાળજી લેજો. માથાના દુ:ખાવા સાથે પ્રેશર રહેશે. સુગરવાળાઓએ ચેકઅપ કરવાનું ભુલવું નહીં. ૨૬મી જાન્યુઆરી પછી નાણાકીય ચિંતા ઓછી થશે. ધનની બચત કરજો. બીજાને મદદ કરજો. આ વરસમાં નબહેરામ યઝદથની આરાધના કરજો.
સ્ત્રીઓ માટે: આ વરસ મધ્યમ રહેશે. લગ્ન કરેલી સ્ત્રીઓની જવાબદારી વધુ રહેશે. કામકાજ અને ઘર બન્ને સંભાળવું અઘં પડશે. જાન્યુઆરી પછી મેનેજ કરતા શીખી જશો. ઓપોઝિટ સેકસ પર વિશ્ર્વાસ મુકતા નહીં. ધન માટે મુશ્કેલી નહીં આવે. માનસિક રીતે થાકી જશો.
સ્ટુડન્ટસ માટે: જાન્યુઆરી ૨૬મી બાદ ભણવામાં ઈન્ટરેસ્ટ આવશે. માર્કસ સારા લાવી શકશો. ખાસ કરીને કોમર્સ, એમબીએ કરનાર વધુ સારી સફળતા મેળવશો. ટેકનિકલવાળાને મહેનત કરવી પડશે. એસએસસીમાં તમને કટોકટી જેટલા માર્ક આવશે. પાસ થવામાં મુશ્કેલી નહીં આવે. છેલ્લા સમયે કરેલી મહેનત રંગ લાવશે.
શુકનવંતા મહિના: તા. ૧, ૨, ૪, ૬, ૮ ને ૧૦ છે. આ વરસે સાચુ મોતી પહેરજો.
વૃશ્ર્ચિક: ન.ય.
આ વરસની શઆતમાં તમારી રાશીમાં શનિ અને મંગળ છે. ચોથે કેતુ, દસમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ અને અગિયારમે ગુ છે. ૨૬મી જાન્યુઆરી પછી સાડાસાતીનાં છેલ્લા અઢી વરસ બાકી રહેશે. આ વરસ તમારા માટે સા નહી જાય તેમજ મનમાં બેચેની રહેશે. તમને ગુબળ સાં હોવાથી જાન્યુવારી ૨૬ બાદ ઓપોઝીટ સેક્સનો સાથસહકાર વધુ મળશે. ૨૬મી જાન્યુઆરી બાદ ધણી સિવાય કોઈપણ ફેમિલી મેમ્બરને શારિરીક પીડા આવવાના ચાન્સ છે. આ વરસમાં જે કામ કરતા હો તેમાં ચેન્જ કરવાના વિચાર કરતા નહી. ફોરેન જવાના ચાન્સ મળે તો લઈ લેજો. શનિની પનોતી તમને જીદ્દી બનાવી દેશે. તમારા કરેલ કામમાં વિશ્ર્વાસ નહી આવે. તબીયત નરમ ગરમ રહ્યા કરશે. તાવ, શરદી, ખાસી જેવી માંદગી આવશે અને જશે. તેમાંબી ખાસ કરીને ૧૪મી જુનથી ૧૪મી જુલાઈ વચ્ચે વાગવા-પડવાના કે નાના એક્સીડન્ટના બનાવ બની શકે છે. ક્યારે વધુ ચિંતામાં રહેશો તો હૃદયના ધબકારા વધી જશે. ચિંતાથી દુર રહેવું તમારા માટે ફાયદામાં છે. આ વરસમાં ધન તો કમાઈ લેશો પણ બચત કરવા માટે સફળ નહી થાવ. તમારે ઘરની વ્યક્તિ પાછળ કે કોઈક બીજાની માંદગી પાછળ ખર્ચ કરવો પડશે. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવે ખર્ચ તો તમારે કરવો પડશે. આ વરસમાં મોટી નહપ્તન યશ્તથ ભણજો.
સ્ત્રીઓ માટે: આ વરસમાં સ્ત્રીઓએ જાન્યુઆરી ૨૬મી પછી ફેમિલી મેમ્બરોની કાળજી લેવી. ખોટી માથાકુટમાં પડવું નહી. બેક પેનથી પરેશાન થશો. ધણી સાથેના મતભેદ જાન્યુઆરી બાદ ઓછા થશે. ધન અને નોકરી માટે વરસ ખરાબ નહી જાય. તમને તમારી પસંદગીની વસ્તુ સમય ઉપર નહી મળે. નવા મિત્રો મળશે. લગ્ન કરવા માગતા હશો તો ૨૬મી જાન્યુઆરી બાદ મનપસંદ વ્યક્તિ મળી જશે.
સ્ટુડન્ટસ માટે: સ્ટુડન્ટસ માટે વરસ ખુબજ સાં જશે. ફકત તમારે કોઈબી બાબતમાં ઓવર કોન્ફીડન્સમાં રહેવું નહી. બીજા કરતા પોતાની જાત ઉપર વધુ વિશ્ર્વાસ રાખવો. કોમર્સ, આર્ટસના સ્ટુડન્ટસ સાં રીઝલ્ટ લાવી શકશે. હાયર એજ્યુકેશન માટે વિદેશ જઈ શકશો. ટેકનિકલમાં ભણતા સ્ટુડન્ટસોની મહેનત રંગ લાવશે.
શુકનવંતા મહિના: ૧, ૩, ૫, ૬, ૭, ૯, ૧૦ ને ૧૨ છે. ગુનો સ્ટોન પહેરવાથી ઘણી રાહત મેળવશો.
ધન: ભ. ધ. ફ.ઢ.
આ વરસની શઆતમાં તમારી રાશીથી ત્રીજે કેતુ નવમેં સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, દસમેં ગુ અને બારમેં શનિ, મંગળ છે. તેથી ૨૬મી જાન્યુઆરી પહેલા અઢી વરસ શનિની પનોતીના પુરા કરીને ત્યાર બાદ બીજા પાચ વરસ પછી શનિની મોટી પનોતીમાંથી બહાર આવી શકશો. આ વરસની અંદર તમે વધુ પડતા જીદ્દી બની જશો. તેમજ ગુસ્સા ઉપર કાબુ નહી રહેવાથી ક્યારે કોઈને ખોટું લાગે તેવું બોલી દેશો. કામકાજની અંદર ધ્યાન આપજો. નોકરી બદલવાની કોશીશ નહી કરતા. વડીલવર્ગની તબીયતની ચિંતા આ વરસમાં રહેશે. તેઓ માટે બેદરકાર નહીં રહેતા. મુસાફરીના ચાન્સ મળતા રહેશે પણ મુસાફરી આરામદાયી રહેશે તેવું વિચારતા નહી. આ વરસમાં તમને કોઈબી વસ્તુ ઈઝીલી નહીં મળે. ભાગીદારીમાં કોઈ કામ કરતા નહી. બીજાના કામ તમારા માથા ઉપર લેતા નહી. મોટી માંદગી નહી આવે તો પણ નાની-નાની માંદગીમાં ખર્ચ થશે. ગેસ, એસીડીટ જેવી માંદગી, જો ડાયાબિટીસના પેશન્ટ હો તો ખાવાપિવામાં ધ્યાન આપજો. ૧૪મી જુલાઈથી ૧૫મી ઓગસ્ટની વચ્ચે તબિયત બગડવાના ચાન્સ છે તેમજ ૧૪મી ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરીનો સમય સારો નહી જાય. આ વરસમાં નાણાકીય પોજીશન ટાઈટ રહેશે. ગમે એટલી બચત કરશો તો મહીનાના એન્ડમાં વધુ પડતો ખર્ચ થશે. તમારા પોતાના પૈસા મેળવવા માટે ભાગદોડ કરવી પડશે. આ વરસની અંદર મોટી નહપ્તન યશ્તથની સાથે નઆતશ નીઆએશથ ભણજો.
સ્ત્રીઓ માટે: સ્ત્રીઓ માટે આ વરસ ચિંતામાં જશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. ધણી, બચ્ચાંઓની ચિંતા વધુ રહેશે. તબિયતમાં માથાના દુ:ખાવો, ગેસથી પરેશાન થશો. જીવનસાથી મળવાના ચાન્સ ઓછા છે પણ જન્મના ગ્રહો પાવરફુલ હશે તો જ મળશે. લગ્ન માટેનો યોગ આવતે વરસે આવશે. ૧૪મી જુલાઈથી ૧૫મી ઓગસ્ટની વચ્ચે કોઈબી સારા કામ કરતા નહી.
સ્ટુડન્ટસની માટે: તમે જે પણ ભણવાની લાઈન લેશો તેમાં તમને મહેનત કરવી પડશે. ખાસ કરી ઉચ્ચ ભણતર વાળા વધુ તકલીફમાં આવશે. આર્ટ-લો ના સ્ટુડન્ટ્સને સા રહેશે. ટેકનીકલ લાઈનવાળા પોતાની લાઈનમાં કંટાળો આવશે. કોમર્સના સ્ટુડન્ટસને ધારેલા માર્ક નહી મળે. એસએસસીના સ્ટુડન્ટસને પાસીંગ માર્ક મળી રહેશે.
શુકનવંતા મહીના: ૧, ૨, ૩, ૪, ૬, ૭, ૧૦ ને ૧૨ છે. પોખરાજ યાને યલો સ્ટોન પહેરજો.
મકર: ખ. જ.
આ વરસની શઆતમાં બીજે કેતુ, આઠમેં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ, નવમેં ગુ અને અગીયારમે શનિ-મંગળ છે. ૨૬મી જાન્યુઆરીથી તમે સાડાસાતીના ચક્કરમાં આવી જવાના છો. ખર્ચનું પ્રમાણ ૨૬મી જાન્યુઆરી બાદ વધી જશે. જાન્યુઆરી સુધીમાં મિત્રોથી લાભ થશે. કામકાજમાં સારાસારી રહેશે. આ વરસમાં શારિરીક સુખ સાં રહેશે પણ માનસિક સુખ ઓછું મળશે. ઓપોઝીટ સેક્સની માટે ચિંતા રહ્યા કરશે. આ વરસની અંદર બહારગામ, વિદેશ જવાના ચાન્સ મળશે. વડીલ વર્ગ તરફથી સાથ સહકાર મળતો રહેશે. નોકરી બદલી કરવાનો વિચાર કરતા નહી. લગ્ન કરવા માગતા હશો તો લગ્ન નક્કી કરી શકશો. કોઈ પણ કામ વિચાર કર્યા વગર કરતા નહી. કોર્ટના કામમાં પૈસાના ખોટો ખર્ચ કર્યા પછી પણ તમને સંતોષ નહી મળે કામમાં સફળતા ઓછી મળશે. આ વરસમાં હાઈ પ્રેશર, અને રાતની ઉંઘ ઓછી રહેશે. હેરીડીટીમાં જો કોઈ માંદગી હોય તો તે તમને મળશે. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહી. કોઈની સાથે ભાગીદારી કરતા નહી. ૧૫મી ઓગસ્ટથી ૧૪મી સપ્ટેમ્બરની વચ્ચે તમારી સાથે કોઈક ચીટીંગ કરે કે પૈસા ફસાઈ જાય તેવા દિવસો છે. આ વરસમાં ધન મળશે પણ તે મેળવવા માટે તમારે ખુબજ મહેનત કરવી પડશે. આ વરસની અંદર નમહેર નીઆએશથ અને મોટી નહપ્તન યશ્તથ ભણજો.
સ્ત્રીઓ માટે: સ્ત્રીઓ માટે જાન્યુઆરી ૨૬મી પછી વરસ સા નથી તેમાંપણ તબિયતની ખાસ કાળજી લેવી પડશે. લગ્ન કરવા માંગતી સ્ત્રીઓને જીવનસાથી મેળવવા માટે ખુબજ મહેનત કરવી પડશે. બધી વાતમાં એડજેસ્ટમેન્ટ કરવી પડશે. નાની-નાની ભૂલોથી પરેશાન થશો. તબીયત માટે માથાનો દુ:ખાવો, હાઈપ્રેશર, થવાના ચાન્સ છે.
સ્ટુડન્ટસની માટે: આ વરસમાં ખુબજ મહેનત કરવી પડશે. મેનેજમેન્ટસના સ્ટુડન્ટસ માટે વરસ સા નહી જાય. કોમર્સ અને ટેકનીકલ લાઈનવાળાને સફળતા મળી રહેશે. એસએસસીના સ્ટુડન્ટ્સો સારા માર્ક નહી લાવી શકો. એડમીશન મેળવવામાં મુશ્કેલી આવશે. આર્ટસના સ્ટુડન્ટસોને પાસ થવામાં વાંધો નહી આવે.
શુકનવંતા મહીનો: ૧, ૩, ૫, ૬, ૭, ૯, ૧૦ ને ૧૧ છે. મુન સ્ટોન પહેરવાથી નેગેટીવ વિચાર ઓછા થશે.
કુંભ: ગ.શ.સ.
આ વરસની શઆતમાં તમારી રાશિમાં કેતુ સાતમે, સૂર્ય, બુધ, શુક્ર, રાહુ આઠમે, ગુ , દસમે શનિ અને મંગળ છે. આ વરસમાં તમારા હાથેથી ધર્મ અને ચેરિટીઝના કામો થશે. ૧૫મી સપ્ટેમ્બર સુધી ધણી-ધણીયાણીમાં મતભેદ થતા રહેશે. નાણાકીય બાબતમાં વરસ સાં જશે. ૨૬મી જાન્યુઆરી પછી વધુ સાં ફળ મળશે. બાળકોનો પ્રેમ મળશે. લોખંડ કે મેટલથી ફાયદો થશે. અદ્રશ્ય મદદ મળી જશે. આત્મવિશ્ર્વાસ સારો રહેશે. નવા કામ મળશે. જે પણ કામ કરશો તે ઈમાનદારી અને સચ્ચાઈથી કરશો. ભાગીદારીમાં કામ કરતા નહીં. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. ૨૫મી જાન્યુઆરી પછી મિત્રો તરફથી ફાયદો થશે. તમે ખર્ચ ઓછો કરીને બચત કરવામાં માનશો. ધનલાભ મળતા રહેશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. બચત કરવી હોય તો બોન્ડ કે સોનાની ખરીદી કરતા રહેજો. માથાના દુખાવાથી પરેશાન થશો. તાવ, શરદી, ખાસી જેવી માંદગી આવશે અને જશે. નોકરી કરતા હો તો આ વરસમાં ચેન્જ નહીં કરતા. દુશ્મનોનો ડર નહીં રહે. રાતની ઉંધ ઓછી રહેશે. ખરાબ વિચારો આવશે અને ખોટી ગભરામણથી પરેશાન થશો. આ વરસમાં નાની નહપ્તન યશ્તથ અને ૯૬મું નામ નયા રયોમંદથ ૧૦૧ વાર ભણજો.
સ્ત્રીઓ માટે: આ વરસ સાં છે. માન-ઈજ્જત મેળવી લેશો. ઘરની સાથે નોકરી પર પણ ધ્યાન આપી શકશો. ફેમિલી મેમ્બરોની કાળજી લેવી. ખોટી માથાકુટમાં પડવું નહી. કાનના દુ:ખાવાથી પરેશાન થશો. અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ મૂકતા નહીં. લગ્ન કરનાર સ્ત્રીઓ જીવનસાથી મેળવી શકશે.
સ્ટુડન્ટસની માટે: આ વરસમાં કોમર્સના સ્ટુડન્ટને સફળતા મળશે. સાયન્સ અને એન્જિનિયરીંગના સ્ટુડન્ટસને મહેનત કરવી પડશે. એસ.એસ.સી.ના સ્ટુડન્ટસને પાસ થવામાં તકલીફ નહીં પડે. છેલ્લા બે મહિનામાં મહેનત કરી સારા કાર્મસ લાવી શકશો.
શુકનવંતા મહિના: ૨, ૪, ૫, ૭, ૮, ૧૦, ૧૧ ને ૧૨ છે. લકી સ્ટોન એમીથીસ્ટ પહેરજો.
મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આ વરસની શઆતમાં તમારી રાશિથી છઠ્ઠે છે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, સાતમે ગુ નવમે શનિ, મંગળ, અને બારમે કેતુ છે. જે પણ કામ કરશો તે આત્મવિશ્ર્વાસથી કરશો. થોડા સ્વાર્થી બની જશો. ગામ પરગામની મુસાફરી કરવી પડશે. ૨૬મી જાન્યુઆરી શનિના ચેન્જથી તમને વધુ ફાયદો આપશે. શનિ તમારા ફાધરને માંદગી કે તમારી સાથે મતભેદ પડાવી દેશે ગુની કૃપા સારી હોવાથી તમે તમારી ફરજ સમજીને કામ કરતા રહેશો. કોઈ બાબતમાં હાર નહીં માનો. જીવનસાથીનો સાથ મળી જશે. ઘરમાં રિપેરીંગ કામ કરાવી શકશો. નવું ઘર લેવા માટે થોડી હિંમત કરશો તો તે પણ કરી શકશો. આ વરસમાં તમને તમારી મહેનતનું ફળ મળી જશે. કોઈપણ કામ માટે તમે ના નહીં પાડો. સામેવાળાની નિયતને ઓળખી શકશો. કામ કરતા હશો ત્યાં તમારા હરિફ તમને હરાવી નહીં શકે. ભવિષ્યના વિચાર કરજો. ગુનું બળ સાં હોવાથી પૈસાને લીધે કોઈપણ કામ અટકશે નહીં. નાણાકીય સ્થિતિ સારી રહેશે. સોનામાં ઈનવેસ્ટમેન્ટ કરજો. બાળકો પાછળ ખર્ચ કરવો પડશે. આ વરસમાં મોટી માંદગી નહીં આવે ફકત સાંધાના દુખાવાથી પરેશાન થશો. ૧૪મી ઓકટોબરથી ૧૪મી નવેમ્બર સુધી પડવા લાગવાના બનાવ બનશે. આ વરસમાં નસરોશ યશ્તથ ભણજો
સ્ત્રીઓ માટે: આ વરસમાં પસંદગીનો જીવનસાથી મળશે. ઘરની જવાબદારી સંભાળી શકશો. જે પણ કમાશો તેમાંથી બાળકોની જરી ચીજ વસ્તુ ખરીદશો. તબિયત માટે ચિંતા કરવા જેવું નથી પરંતુ ઘુંટણના દુખાવાથી પરેશાન થશો. લગ્ન કરેલ વ્યક્તિને ધણીનો સાથ મળી રહેશે.
સ્ટુડન્ટસની માટે: સાયન્સ, કોમર્સ અને આર્ટસ આ ત્રણેય શાખાના સ્ટુડન્ટસોનું વરસ સાં જશે. જે લોકો માસ્ટર કરતા હશે તેઓનો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. મેનેજમેન્ટ, ટેકિનકલવાળાઓનું વરસ પણ સાં જશે. વરસના શથી જો મહેનત ચાલુ કરશો તો એસએસસીના સ્ટુડન્ટસ સાં રિઝલ્ટ લાવી શકશે.
શુકનવંતા મહિના: ૧, ૨, ૩, ૫, ૭, ૮, ૧૦ ને ૧૧ છે. યલો સેફાયર સ્ટોન પહેરજો.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024