વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્ર્વમાં દર ૪૦ સેક્ધડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તેવી જ રીતે ભારતમાં દર બે મિનિટમાં એક માણસ આત્મહત્યા કરી લે છે.
હૃદયરોગ જેવી બીમારીનું મુખ્ય કારણ છે ડિપ્રેશન હોવું! કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેમ કે મશહૂર ક્રિકેટર, યુવરાજ સિંહે કેન્સર સાથે લડીને કર્યો.
અગર લોકોને ડિપ્રેશનનું કારણ પૂછશું તો ૫ માંથી ૪ વ્યક્તિ એમજ કહેશે કે એમના તણાવ અને મુશ્કેલીઓનું કારણ કોઈ બીજી વ્યક્તિ છે. લોકોના તણાવનું મુખ્ય કારણ મનની ભાવનાત્મક અક્ષમતા અને સહનશીલતાની કમી હોય છે પરંતુ તેમને એમજ લાગે છે કે તેમના તણાવનું કારણ કોઈ બીજું વ્યક્તિ છે.
ભગવાન ગૌતમ બુધ્ધના જીવનની પ્રેરણાદાયક વાર્તા
એકવાર ગૌતમબુધ્ધ એક ગામમાંથી પસાાર થઈ રહ્યા હતા એ ગામના લોકોની ભગવાન ગૌતમ બુધ્ધના માટે ખોટી ધારણા હતી અને એના લીધે ગામના લોકો તેમને દુશ્મન માનતા હતા. જ્યારે ભગવાન ગૌતમ બુધ્ધ ગામમાં આવ્યા તો ગામવાળા ભગવાન ગૌતમ બુધ્ધને ગાળો તથા બદદુવાઓ આપવા લાગ્યા.
ભગવાન ગૌતમ બુધ્ધ ગામવાળાની વાતો શાંતિથી સાંભળતા રહ્યા. જ્યારે ગામવાળાઓ બોલતા બોલતા થાકી ગયા તો ભગવાન બુધ્ધએ કહ્યું ‘જો તમારી વાતો સમાપ્ત થઈ ગઈ હોય તો હું પ્રસ્થાન કં.’
ભગવાન ગૌતમ બુધ્ધની વાતો સાંભળી ગામવાળાઓને આશ્ર્ચર્ય થયું. તેમાંથી એક વ્યક્તિએ કહ્યું ‘અમે તમારી તારીફ નથી કરી બદદુઓ અને ગાળો આપી છે શું તમને કોઈ ફર્ક નથી પડતો?’
ભગવાન ગૌતમ બુધ્ધે કહ્યું ‘જાઓ હું તમારી ગાળો નથી લેતો તમારા દ્વારા આપવામાં આવેલી ગાળોથી શું થાય જ્યાં સુધી હું તમારી ગાળો સ્વીકારતો નથી ત્યાં સુધી કોઈ પરિણામ નહીં થાય.
થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ મને ભેટ આપેલી પણ મેં તે ભેટ લેવાની ના પાડી દીધી તે વ્યક્તિ તે ભેટ પાછી લઈ ગયો જ્યાં સુધી હું લઈશ જ નહીં ત્યાં સુધી કોઈ મને કેવી રીતે આપી શકે છે.
ભગવાન ગૌતમ બુધ્ધે વિનમ્રતાથી પૂછયું ‘જો હું ભેટ નહીં લઉં તો ભેટ આપનાર વ્યક્તિએ શું કર્યુ હશે.’
ટોળામાંથી કોઈ વ્યક્તિ બોલ્યું: ‘એ ભેટ તે વ્યક્તિએ પોતાની પાસે જ રાખી લીધી હશે. ભગવાન ગૌતમ બુધ્ધએ કહ્યું ‘મને તમારા પર દયા આવી રહી છે કે કારણ તમારી ગાળો લેવા હું અસમર્થ છું અને તમારી ગાળો તમારી પાસે જ રહી ગઈ.
ભગવાન ગૌતમ બુધ્ધના જીવનની આ નાની વાર્તા આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે કારણ વધારે લોકો એમ માને છે કે અમારા દુ:ખોનું કારણ બીજા વ્યક્તિઓ છે.
આપણી મુશ્કેલીઓ અને દુ:ખોનું કારણ કોઈ બીજી વ્યક્તિ કઈ રીતે હોઈ શકે? જો આપણે એમ માનીયે તો આપણે આપણા પરનું નિયંત્રણ અને અક્ષમતાને જોતા નથી. આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે બીજાઓ દ્વારા પ્રદાન કરેલી નકારાત્મકતાને સ્વીકારીએ છીએ કે નહીં જો આપણે એ નકારાત્મકતાને સ્વીકારીએ તો આપણે સ્વયં જ આપણા પગ પર કુહાડી મારીએ છીએ.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024