ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે?
એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું ફીલફીલના લાકડાંનું થિયેટર બાંધી ત્યાં પોતાના ગુજરાતી ખેલો કરતી હતી. ઝોરાસ્ટ્રિયનવાળાઓબી એ જ નાટકશાળામાં પોતાનો સ્તમ સોહરાબનો ઓપેરા અને સંસારી ફારસ કરવા ઘણાજ ખંતી હતા, કેમ કે પારસી કોમનો મોટો ભાગ, તે વખતે કોટ, ધોબીતળાવ અને બહારકોટમાં વસતો હોવાથી, તે મોટા ભાગની આમદ ઉપર મોટી વકી રાખતા હતા. એ એક જનેમ ધ્યાનમાં રાખી, નાટક ઉત્તેજકવાળું થિયેટર, જે એસ્પ્લેનેડ થિયેટરને નામે ઓળખાતું હતું. તેના થોડાક આડા દહાડા, સ્તમ સોહરાબનો ઓપેરા કરવા માટે દર રાતના ા. ૩૦ને હિસાબે ભાડે લીધા હતા. થોડા દહાડા એટલે શનિ અને બુધવારની રાત સિવાય, સઘળા દહાડા, કેમ કે એ દહાડા ઉપર નાટક ઉત્તેજક મંડળી પોતાના નાટકો કરતી હતી. ઝોરાસ્ટ્રિયન સોસાયટીવાળાઓ મંગળની રાતે, અને શુક્રવારની રાતે સ્તમ સોહરાબ કરતા હતા. થોડાક અઠવાડિયામાં તો કામ ઠીક ગબડયું પણ અંતે એક દહાડો સ્તમ બામજીની મોહકાણમાં ગડબડની શઆત થઈ હતી.
પરદાનું દોરડું કાપી નાખવા એક નીકળેલો પારસી
‘એ શાની શું તાકાત, કે એવો ફારસ કરે!’
રતિ મડમના ફારસમાં મરહુમ સ્તમ બામજી એક મોબેદનો પાર્ટ કરતા હતા. આ ખેલાડી મેં આગળ લખ્યું છે તેમ ઘણો જ ઉમંગી હતો. તેણે રતિ મેડમના ફારસમાં પોતાનો મોબેદનો પાર્ટ કરતા, એકાદ ફ્લુકનો ઉપયોગ કીધો હતો અને કહેવામાં આવે છે કે એક દિનશાહ હારવર નામનો પારસી તેથી ઘણો જ ઉશ્કેરાઈ ગયો હતો. તે પારસી પોતાના જેવા બે એક જણ સાથ ખેલની બપોરના નાટકશાળાના મેનેજર અને સુથારને આવી દમદાટી કરી ગયો હતો કે જેવી રીતે ફારસમાં પેલા સ્તમ બામજીએ ગઈ વખતે કીધું હતું, તેવું જો આજે રાતે કરશો તો હમો તેજ વખતે સ્ટેજ ઉપર આવી પરદાના દોરડા કાપી નાખશું. એ સા-ની શું તાકાત કે એવો ફારસ કરે!’
આ સનાનના સમાચાર રાતના સ્ટેજ મેનેજરે હમને જણાવ્યા. મરહુમ પેસ્તનજી કાંગા, જેવણ કોટમાં જ રહેતા હતા, અને જેવણ તે વખતના મશહુર પંજાબી ઉસ્તાદ ‘અમદુ’ની તાલિમમાં નિયમીત કસરત કરવા જતા હતા. તેવણ આ દિનશાહ હારવરનું નામ સાંભળી હસી પડયા. અને બામજીને સ્ટેજ ઉપર પોતાનું કામ કરવા હિંમત આપી. સ્તમ સોહરાબના ગાયનો સાંભળી મરહુમ ફરામજી કાવસજી મહેતાએ પોતાની તરફથી ખર્ચ કરી, સઘળા ગાયનોની એક ફાંકડી ચોપડીની એક હજાર નકલ તેના કરતા ડો. ધનજીભાઈ પટેલને ભેટ કરી હતી. આ ચોપડીની એક એક નકલ મરહુમ મી. મહેતાએ તે વખતના સઘળા જાહેર છાપાઓ ઉપર રિવ્યું માટે મોકલાવી હતી. હવે બનાવ એવો બન્યોે કે મરહુમ બેરામજી મલબારીનું અઠવાડિક પત્ર ‘ઈન્ડિયન સ્પેકટેટર’ ફરામજીના કયસરે હિન્દ પ્રેસમાં છપાતું હતું. તેવણ એ ગાયનનું પુસ્તક વાંચી એક રાત્રે સ્તમ સોહરાબ જોવા આવ્યા હતા અને તે ગાયનો વગેરે સાંભળી તેવણે પોતાના છાપામાં સીફારસના બે બોલ લખ્યા હશે તે વાંચી મરહુમ કેખશ કાબરાજી સ્તમ સોહરાબ સાંભળવા આવ્યા હતા.
(વધુ આવતા અંકે)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025