શિરીન

 ‘હલો શું છે શિરીન?’

‘તમો…તમો આયા તેથી થેન્કસ, પણ તમારા મધરની તબિયત ઘણી બગડી આવવાથી તમને હમણાં જ બોલાવે છે.

‘શું થયું મંમાને?’

‘છાતીમાં ઘણી પેન મારેછ તેથી પ્લીઝ… પ્લીઝ ફીલ, તમો જલ્દી આવો કારણ મને એકલી હોવાથી બીક લાગે છે. તે કકળતો આરજુ કરતો અવાજ બોલતો બંધ પડયો કે ફિરોઝ ફ્રેઝરે મકકમતાથી જણાવી દીધું.

‘હું મોટા ડોકટરને લઈ ને હમણાં જ આવુંછ તેથી ફીકરના કરતી શિરીન.’

ને પછી તે ફોન બંધ થયો કે તે બાળા હલતા જિગરે ફરી ઝરી જુહાકના ‚મમાં વિદાય થઈ. ‘શું થયું પોરી, કેટલો વાર તુંને લાગ્યો?’ તેનો તેણીએ કશોજ જવાબ આપ્યો નહીં, કારણ તેણીનું જિગર તેમની વડી દીકરીનાં બોલો પાછા કહેવા ચાલ્યું જ નહીં કે તેણી મૂંગી બેસી રહીને ઘડિયાળ સામે નજર કરીયા કરતી.

પછી થોડા વારમાં જ ફિરોઝ ફ્રેઝર મોટા ડોકટરને લઈને ‚મમાં દાખલ થયો કે શિરીન વોર્ડન ઝબકીને ઉઠી ગઈ.

તે મોટા ફિઝિશયને બારીકીથી ઝરી જુહાકને તપાસી ગંભીરાઈથી પોતાનું ડોકું ધુણાવી નાંખ્યું.

‘સખત હાર્ટ એટેક થઈ આયોછ, ને હજી થોડો વાર જો એમજ રહેતે તો એવણની જિંદગી જોખમમાં આવી પડતે. હમણાં હુ ઈન્જેકશન આપી દઉં છ, ને પછીથી મિ. ફ્રેઝર એવણને કમપ્લીટ રેસ્ટ આપજો. જરાકબી ઉઠે નહીં તેની કાળજી રાખશો.’

‘જ‚ર જ ડોકટર, તમે કહેશો તેમ કરશ, ને હમણાં જ હું એક સ્પેશિયલ સિસ્ટર માટેનો બંદોબસ્ત પણ કરી નાખુંછ.’

એ સાંભળી ગમે તેવા પેન છતાંબી ઝરી જુહાક તરત છછણી પડી કહી સંભળાવ્યું.

‘છોકરા, ખબરદાર જો મારી પાછળ કોઈ સિસ્ટર બિસ્ટર રાખી છ તો. કમ્પેનિયન રાખીને હજી ધરાયો નથી તે હવે સિસ્ટર રાખવા નીકળ્યોછ. પોરી મા‚ં બધું કામ કરશે.’

એટલું બોલતા તેવણ હાંફી ગયાં કે તે મોટા ડોકટરે ચેતવણી આપી તરત જણાવી નાંખ્યું. ‘એમ એકસાઈટ થવાનું એવણને માટે ઘણું ખરાબ છે, કારણ તેથી હાર્ટ પર ઘણી તેની અસર થાય છે, તેથી મિ. ફ્રેઝર મહેરબાની કરીને એવણને શાંત રાખજો આંય ઈન્જેકશનથી એવણને સારી ઉંઘ પણ આવી જશે.’

પછી જોઈતા ઈલાજો કરી, કંઈ કાજ્યાં પર ચીતરી કાઢી તે મોટી ફી ગજવામાં મૂકીને ફિઝિશિયને રજા લઈ લીધી, કે થોડીકવારમાં ઈન્જેકશનની અસરથી ઝરી જુહાક પણ શાંત બની ઘોરવા લાગી ગયાં કે ફિરોઝ ફ્રેઝરે શિરીન વોર્ડન સામે જોઈ પૂછી લીધું.

‘તુ જમી, શિરીન?’

‘નહીં, પણ…પણ આજે મને ખાવા જ નહીં ગમતું.’

‘તે છતાંબી તારે કંઈબી ખાવુંં જ પહશે, એવો મારો હુકમ છે.’

પછી તે બાળા જમવા માટે વિદાય થઈ ગઈ પણ તે ટકી સાથનું સ્વાદિષ્ટ ભોણું તેણી ગળામાંથી ઉતરી શકયું જ નહીં કે અંતે ચૂંથી પીખી ને તેણી થોડીકવારમાં પોતાના વહાા સામે જઈ ઉભી.

‘હવે હું તમારાં મધર આગળ બેસી શકશ ને તેથી તમો પાછા ડાન્સમાં તમારી મોલી આગળ જઈ શકોછ.’

ફકત અદેખઈની આગમાં જલી જઈને તેણી તે બોલો બોલી પડી કે ચોકીને ફિરોઝ ફ્રેઝરે તેણી સામે જોઈ રમુજથી પૂછી લીધું.

‘તે કેમ જાણ્યું કે હું મોલી સાથે હતો, શિરીન?’

‘તમારા સિસ્ટરે મને ફોન પર જણાવ્યું કે તમો મોલી કામા સાથ લવ કરવામાં ઘણા બીઝી હત.’ ‘ને તેથી તું અદેખી પડેછ? જો તેમ હોય તો હું પાછો તેણીના પાસામાં જાવ, ને તેનાં કરતાંબી જો તું જોઈને દુ:ખી થઈ શકતી હોય તો પછી તેણીને અત્રે લઈ આવી, મારા બેડ‚મમાં રેડિયો હોવાથી તેનાં મ્યુઝીક પર હમો ડેન્સ તથા લવ કરી શકશું.’

તેનાં જવાબમાં તે દુ:ખી બાળાએ પોતાની કુમળી લસણ જેવી આંગળીઓ એકમેકમાં ભેરવી મજળી નાખી કે ફિરોઝ ફ્રઝર પણ ફત્તેહનું હસતો ત્યાંથી વિદાય થઈ ગયો.

(ક્રમશ)

Leave a Reply

*