Your Moonsign Janam Rashi This Week –
23 March – 29 March 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજ-શોખને ઓછા નહીં કરી શકો. ઓપોઝિટ સેક્સ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. હાલમાં ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. શુક્રની કૃપાથી જે પણ કામ કરતા હશો તે બીજાની મદદ લીધા વગર પૂરા કરી શકશો. ધન ખર્ચ કર્યા પછી પણ ધન ઓછું નહીં પડે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.

Venus’ ongoing rule does not allow you to reduce your inclinations towards fun and entertainment. You will get beneficial information from someone of the opposite gender. You could get the opportunity to travel abroad. With Venus’ grace, you will be able to get all your work done without needing help from others. You will not be in any financial shortage even after spending money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 25, 27, 28


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને 4થી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામની અંદર બીજાને બોલવાનો ચાન્સ નહીં આપો. નવા કામ શોધવા માટે સારો સમય છે. નવા મિત્રો મળી શકશે. શુક્રની કૃપાથી બીજાને સમજાવી પતાવીને તમારા અગત્યના કામો પૂરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.

Venus’ rule, till 4th April, does not give others a chance to fault your work in any way. This is a good time to seek out now job initiatives. You will make new friends. With Venus’ grace, you will be able to convince and cajole others into getting your work done. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 24, 26, 28


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. નહીં કરવાનું કામ કરશો. રાહુને કારણે તમે નાનામાં નાના કામ સમય પર પૂરા નહીં કરી શકો. કોઈ પણ જાતનું પ્રોમિસ કોઈને આપતા પહેલા દસ વાર વિચાર કરજો. કોઈ અંગત વ્યક્તિને તમારી સલાહ કડવી ઝેર જેવી લાગશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

Rahu’s rule till 3rd April will have you doing things you shouldn’t be doing. Rahu’s influence will not allow you to complete even your smallest tasks on time. Think your commitments through, ten times over, before making any promises to others. Someone close will find your advice bitter. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 24, 25, 28, 29


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજથી 42 દિવસ માટે રાહુની દિનદશા ચાલુ થયેલી છે. તેથી તબિયતની ખાસ સંભાળ લેજો. તબિયત બગડે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં નાખશે. રાહુ તમને ખોટા ખર્ચના ખાડામાં ઉતારી દેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Rahu’s rule, starting today, for the next 42 days, suggests that you take special care of your health. Ensure to see a doctor if you fall sick. A small mistake of yours could land you in big trouble. Rahu’s rule will land you in a cauldron of unnecessary expenses. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી 21મી એપ્રિલ સુધી ધર્મ અને જ્ઞાનના દાતા ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી સોશિયલ કામો ખૂબ સારી રીતે કરી શકશો. અચાનક ધનલાભ મળતા રહેશે. કોઈ જરૂરત મંદ વ્યક્તિને તમારાથી બનશે તેટલી મદદ કરી શકશોે. ગુરૂ તમારા હાથથી સારા કામ કરાવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

Jupiter’s rule starting today, up to 21st April, will have you performing social causes very effectively. Sudden windfalls/bonuses could be expected. You will help someone in need, as much as you can. Jupiter’s rule will have you doing noble deeds. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 24, 28, 29


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને આજથી ગુરૂ જેવા શુભગ્રહની દિનદશા ચાલુ થયેલી છે. તેથી 22મી મે સુધી તમારા હાથથી નાના મોટા ચેરીટીના કામો કરવામાં સફળ થશો. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. જે પણ વ્યક્તિ સામેથી સુલેહ કરવા આવે તેની સાથે સુલેહ કરી લેજો. કામકાજ સારા થાય તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

Jupiter’s rule starting today upto 22nd May, will have you effectively doing charitable deeds. You financial situation will gradually start to improve. You are advised to accept any peaceful proposal that is proposed to you from others. To keep your work going strong, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 25, 26, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચથી 23 એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તમને તમારા કામો કરવાનો ખુબ કંટાળો આવશે. શનિ તમને ખૂબ તકલીફ આપશે. હાલમાં તબિયતની ખાસ સંભાળ લેજો. નાની બાબતની અંદર અપોઝિટ સેક્સ તમારાથી નારાજ થઈ જશે. શનિનું નિવારણ કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.

Saturn’s rule, from 18th March to 23rd April, will make you feel lethargic in doing your tasks. Saturn’s influence could prove difficult for you. Take special care of your health. Members of the opposite gender could get upset with you over petty matters. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 24, 26, 28, 29


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

 13મી એપ્રિલ સુધી જો તમે તમારી બુદ્ધિને સારી જગ્યાએ વાપરશો તો ધન કમાઈ શકશો. હાલમાં થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. બીજાના દિલ જીતતા વાર નહીં લાગે. હાલમાં થોડું ઘણું એકસ્ટ્રા કામ કરવાથી વધુ ધન કમાઈ શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.

If you use your intelligence productively, you will be able to earn well, till 13th April. You will be able to save some money. You will win over the hearts of others in no time. A little extra work on your part will help you earn a lot of extra income. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 27


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને વાણીયા જેવા ગ્રહ બુધની દિનદશા ચાલુ થયેલી છે. તેથી હાલમાં ખોટા ખર્ચા ઉપર કાપ મૂકી શકશો. બીજાના મદદગાર થવાથી ફાયદામાં રહેશો. જો તમે નવા કામ કરવા માગતા હશો તો નવા કામ મળી શકશે. નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણતા મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 24, 26, 28, 29 છે.

The onset of Mercury’s rule will help you gain control over unnecessary expenditures. Helping others will benefit you. You will be successful in getting new work / projects. A small investment will prove beneficial. For mental peace, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 26, 28, 29


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજથી મંગળની દિનદશા ચાલુ થયેલી છે. તમે નાની નાની બાબતમાં ચિડાઈ જશો. ઈરીટેટ થતાં વાર નહીં લાગે. ભાઈ બહેનની સાથે મતભેદ પડતાં રહેશે. હાલમાં વાહન ચલાવતા હોવ તો વાહન ખૂબ સંભાળીને ચલાવજો. તાવ, શરદી, ખાંસીથી પરેશાન થશો દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

The onset of Mars’ rule, starting today, gets you irritated over petty issues. It wont take long to feel irritated. Quarrels between siblings is predicted. You are advised to ride/drive your vehicles with great caution. You could suffer from fever, cough and cold. Pray the Tir Yasht daily.

Lucky Dates: 24, 25, 26, 27


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23 એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તેથી તમે જે પણ ડિસિઝન લેશો તેમાં જરાબી ચેન્જ કરવા તૈયાર નહીં થાવ. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. આજુબાજુવાળાના મદદગાર બનશો. ગામ-પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં ફાયદામાં રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

The Moon’s rule till 23rd April will keep you stuck on the decisions that you have made, unwilling to change. Financial prosperity is indicated. You will be helpful to those around you. Do not pass off opportunities to travel abroad as these could prove beneficial. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 26, 27, 28, 29


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

સૂર્યની દિનદશા ચાલુ હોવાથી આખા શરીરમાં બળતરા રહેશે. પેટમાં દુખાવો તથા એસીડીટીથી પરેશાન થશો. ઘરમાં વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. વડીલ સાથે નાની બાબતની અંદર મતભેદ પડી જતા વાર નહીં લાગે. સરકારી કામો હાલમાં કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.

The onset of the Sun’s rule keeps your body feeling a fever pitch. You could suffer from stomach ache or acidity. The health of the elderly at home could suddenly go down. Quarrels with the elderly could happen at the drop of a hat. Avoid doing any government-related work. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 23, 24, 27, 28

Leave a Reply

*