મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા ત્રણ દિવસમાં લેતી-દેતીના કામો પૂરા કરજો. ૨૦મીથી ૩૬ દિવસ માટે શનિની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ૨૭મી ઓકટોબર સુધીમાં તમે તન, મન, ધનથી પરેશાન થઈ જશો. શનિને કારણે કોઈ કામમાં મન નહીં લાગે. નાની મોટી માંદગી આવતી રહેશે. ધનનો ખર્ચ વધી જવાથી પરેશાની વધી જશે. આજથી ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૭, ૧૯, ૨૦ ને ૨૩ છે.
Finish all your financial transactions in the first three days. From the 20th, Saturn will rule over you for the next 36 days. You might get physical, mental and financial troubles till the 27th of October. You might not be able to focus on your work. There might be small illnesses. From today, pray ‘Meher Niyaish’ and ‘Haptan Yasht’.
Lucky Days: 17, 19, 20, 23.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધની દિનદશા ચાલુ હોવાથી કામમાં મનની કચાશ નહી રાખો. ધન માટે મહેનત કરવી પડશે. આવકમાં વધારો થશે. મીઠી જબાન વાપરીને તમે તમારા દુશ્મનને ફસાવી શકશો. ગામ-પરગામ જવાના પુરેપુરા ચાન્સ છે. થોડી ભાગદોડ કરીને તમે તમારા પ્રોમીસ પુરા કરીને રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૫ થી ૮ છે.
Mercury will rule over you till the 21st of October. You will indulge in good and humble work. You will be able to save money from your income and then invest it at a good place. You might get an increment at your workplace. You will be able to cub unnecessary expenses. Your family’s health will improve. There will be no financial constraints. You will be able to help others. You might meet a new person. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 18, 19, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા ૮ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈ કામ જાણ્યા વગર કરતા નહીં. મુસાફરીનો પ્લાન બનાવતા નહીં. ઉતરતી મંગળની દિનદશા નાનુ એક્સિડન્સ ન કરાવે તેનું ધ્યાન રાખજો. મનગમતી વ્યક્તિ નાની વાતમાં નારાજ થઈ જશે. તાવ, પેટની બીમારીથી સંભાળજો. હાલમાં દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૧૭, ૨૦, ૨૧ ને ૨૩ છે.
Last 8 days left under the rule of Mars. Do not indulge in any tasks without knowing its details well. Do not plan to travel. Be cautious about small accidents that the descending rule of Mars might cause. Your favourite person might get annoyed with you in the smallest of things. Be careful of fever and stomach aches. Pray ‘Tir Yasht’ everyday without fail.
Lucky Dates: 17, 20, 21, 23
CANCER | કર્ક: ડ.હ.
૨૬મી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તેથી હાલમાં સમય ગુમાવતા નહીં જેને મનની વાત કહેવી હોય તે કહી દેજો. ઉતરતી ચંદ્રની દિનદશા તમને બે-ત્રણ દિવસ માટે ગામ-પરગામ જવાનો ચાન્સ અપાવશે. મનને શાંત રાખવા દરરોજ ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૧ ને ૨૨ છે.
Moon will rule over you till the 26th. Without wasting anytime, speak your heart out to the specific person. The decreasing rule of moon will give you opportunities to travel for two-three days. To get peace pf mind, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 18, 19, 21, 22.
LEO | સિંહ: મ.ટ.
૨૬મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે જે ડિસીઝન લેશો તેમાં કોઈબી ચેન્જીસ નહીં કરો. તમારા કામો સારી રીતે પૂરા કરશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. નવા કામ કરવાનો ચાન્સ મળે તો મૂકતા નહીં. થોડીઘણી કરકસર કરીને બચત કરવામાં સફળ થશો. દરરોજ ભુલ્યા વગર ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૧૭, ૧૮, ૨૦ ને ૨૩ છે.
Moon will rule over you till the 26th of October. You will not make any changes in your decisions, once made. You will be able to complete all your jobs efficiently. There are chances of having an auspicious and happy occasion at home. You might get a chance to indulge in some new work, so make the most it. Save some money. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 18, 20, 23
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજથી સૂર્યની દિનદશા શ થયેલી છે તેથી ૬ઠ્ઠી ઓકટોબર સુધી તમને સરકારી કામમાં સફળતા નહીં મળે. તેમજ તબિયતની ખાસ સંભાળ લેજો. તમે પ્રેશરથી પરેશાન હશો તો જરથી દવા લેજો. સૂર્યને કારણે વડીલવર્ગની તબિયતમાં બગાડો આવી જશે. સૂર્ય તમને ગરમ કરી નાખશે. નવા કામ કરતા નહીં. સૂર્યના ઉતાપાને શાંત કરવા માગતા હો તો ૯૬મુ નામ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧ ને ૨૨ છે.
Sun is ruling over you from today. You will not be successful in government related work till 6th October. Take care of your health. Take medication for blood pressure problems, if need be. There might be health issues with the elders in your family. The rule of sun will make you a short tempered person. Do not start any new tasks. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 19, 20, 21, 22
LIBRA | તુલા: ર.ત.
૧૭મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા મોજશોખ પૂરા કરાવશે. તમે બીજાના મદદગાર બની શકશો. જરિયાતમંદ વ્યક્તિની મદદ કરી તેની ભલી દુવાઓ મેળવશો. ગામ પરગામ જવાથી આનંદ આવશે. અપોજિટ સેકસની સાથે પડેલ મતભેદને દૂર કરવા કોઈ અંગત વ્યક્તિનો સાથ મેળવી શકશો. નાણાકીય ખર્ચ વધુ કરવા છતાં ધનની કમી નહીં આવે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૭, ૧૮, ૨૧ ને ૨૩ છે
Venus will rule over you till the 17th of October. All your entertainment wishes will be fulfilled. You will be able to help those in need, thus seeking their blessings. You will be happy by getting a chance to travel. An important person will help you clear the misunderstandings with the opposite gender. Even after an increase in expenses, your financial condition will be stable. Pray, ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 17, 18, 21, 23
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મોજીલા શુક્રની દિનદશા ૨૬મી નવેમ્બર સુધી ચાલશે તેથી હાલમાં તમે જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મળી રહેશે. જે કામ બીજા નહીં કરી શકે તમે તેને આસાનીથી પૂરા કરશો. તમારા કોઈ કામ ધનને કારણે રોકાશે નહીં. કોઈને પ્રોમીશ આપેલા હશે તો તેને પૂરા કરીને રહેશો. કોઈ અંગત વ્યક્તિ તમારી સલાહથી પોતાની બાજીને સુધારી લેશે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૯ થી ૨૨ છે.
Venus is ruling over you till the 26th of November. You will get respect at your workplace. You will be able to complete jobs that seem difficult to others, with ease. You will fulfill the promises you have made. An important person will benefit out of your advice. Pray ‘Behram Yazad’ without fail.
Lucky Dates: 19, 20, 21, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૬ઠ્ઠી ઓકટોબર સુધી રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમને દરેક બાબતમાં નેગેટીવ વિચાર પહેલા આવશે. કોઈ નાણાકીય બાબતમાં દગોફટકો કરી જશે. હાલમાં બનેલા મિત્ર સાથે ધનની લેતી દેતી કરતા નહીં. તબિયતની ખાસ સંભાળ લેજો. એસીડીટી કે માથાના દુખાવાથી પરેશાન થશો. ખોટી દોડધામ કરવાથી માંદા પડી જશો. રાહુનુ નિવારણ કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૭, ૧૮, ૨૨ ને ૨૩ છે.
Rhu will be ruling over you. You will get negative thoughts. Somebody might dupe you financially. Take special care of your health. You will be troubled by acidity and head pain. You might fall ill due to unnecessary stress and physical strain. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 13, 18, 22, 23
CAPRICORN | મકર: ખ.જ.
તમારે છેલ્લું અઠવાડિયું ગુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી સગાસંબંધીઓના કામો તમે ખુશીથી કરી લેશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. તમે કરેલી બચત ૨૪મી પછી તમારા ખરાબ સમયમાં કામ આવી જશે. કામકાજમાં ફાયદો મળશે તો તે જવા દેતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૯ થી ૨૨ છે.
Last week left under the rule of Jupiter. You will execute family and relative’s work very well. Your financial conditions will be stable. The money that you have saved will be helpful after the 24th, when your expenses might increase. Grab the profits that you might get in your work. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 19, 20, 21, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કે મોટા કામ સમય ઉપર પુરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તબીયતની ચિંતા નહી આવે. ઘરવાળાંઓને મનાવી પતાવીને તમારા વાત અને કામ બન્ને સારી રીતે પૂરા કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૫ ને ૧૬ છે.
Jupiter is ruling over you. You will restart your pending jobs. Jupiter will work in your favor. You will get to make small trips. You will get to hear news that will make you and your family happy. You will be able to let bygones be bygones with your family members. Pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 17, 18, 19, 23
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૨૬મી સુધી શનિની દિનદશા ચાલશે તેથી કોઈબી ડિસીઝન લેતા પહેલા દસવાર વિચાર કરજો. ભાઈ બહેનની સાથે સારા સારી નહીં રહે. નાણાકીય બાબતમાં ખર્ચ વધુ અને આવક ઓછી થવાથી વધુ પરેશાન થશો. તમારી તબિયતમાં અચાનક મુશ્કેલીમાં આવી જશે. પડવા આખડવાથી પરેશાન થઈ જશો. હાલમાં દરેક બાબતની અંદર નિરાશ થઈ જશો. ખોટું બોલવાની કોશિશ કરતા નહીં. હાલમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૨૦ થી ૨૩ છે.
Saturn will rule over you till the 26th. Think ten times before making any decision. Thre might be differences between siblings. There might be an increase in expenses and a decrease in income. You might fall ill suddenly. You might be disappointed in your tasks. Do not lie at all. Pray ‘Moti haptan Yasht’ everyday.
Lucky Dates: 20, 21, 22, 23
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024