જિંદગી પોતાની શઆત સાથે અનિશ્ર્ચિતતા લઈને આવતી હોય છે. આપણે કયારે પણ નિશ્ર્ચિંત નથી હોતા કે આપણી સાથે કંઈ ઘટના બનવાની છે. અને સાચું કહીયે તો જીવવાની આજ મજા છે. નહીં તો જીવનનું નવુંપણ શું રહેશે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ કંઈ નહીં બદલાય અને જીવનમાં તકલીફ, મુશ્કેલીની જગાઓમાં આપણા વિચારો દ્વારા આપણે આપણી મુશ્કેલીઓ વધારીયે છીએ. જીવનની મુશ્કેલીઓમાંથી આપણે રસ્તો તો શોધી કાઢીયે છીએ પણ મગજમાં જે નકારાત્મક વિચારો છે તે આપણે દૂર નથી કરી શકતા.
ઓશોએ કહ્યું છે કે ‘પ્રકૃતિમાં મુશ્કેલીઓ નથી કારણ પ્રકૃતિ એક સંગીત સમાન છે જે સતત મધુરતાથી ચાલ્યા કરે છે. તમારા અંદરની રહેલી શકિતને તમારી કાબેલિયતને નવી દિશા આપવા માટે પણ કોઈવાર મુશ્કેલીઓ આવે છે જે આપણે સમજી નથી શકતા.
જીવન એ ખુશી અને મુશ્કેલીઓથી ભરેલું એક પ્લેટફોમ છે. ખુશીઓથી આપણે સુખી થઈએ છીએ. પણ મુશ્કેલીઓ આપણને જીવનન જીવવાનું શીખવે છે. જો જીવનનમાં મુશ્કેલીઓ જ નહીં હોતે તો જીવન જીવવાની મજા આવે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ અને આપણે તેમાંથી રસ્તો કાઢી તેનું નિદાન કરીયે છીએ ત્યારે આપણે કેટલા ખુશ થઈયે છીએ. જે સફળતા સહેલાઈથી મળી જાય છે તે સફળતામાં એટલો આનંદ નથી મળતો જેટલો તે વસ્તુ મુશ્કેલીથી મેળવીને આપણને મળે છે.
મુશ્કેલીઓ આપણને જીવવાનું શીખવે છે. મુશ્કેલીઓમાં આપણે એવા ધોરણમાંથી પસાર થઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે હું આના કરતા વધારે સાં કરી શકયો હોત અને આના લીધે જ સફળતા તમારાથી દૂર રહેતી નથી. ફકત તમને એક રસ્તો જોઈતો હતો તમારી નિરાશાભરી જિંદગીમાંથી પાછો આવવાનો જે દરવાજો છે તમારી સફળતાનો
કોઈપણ પરિસ્થિતિમાં જડવત બનવા કરતા તમે જે મુશ્કેલીમાં હમણા છો એના માટે સકારાત્મક વિચાર કરો. તમે તમારી મુશ્કેલીઓને પેપર પર લખો અને પછી તે બાબતર પર વિચાર કરો અને આમ કરતા તમને તમારી મંઝિલ સુધી પહોંચવા હજારો રસ્તા મળશે જર છે સકારાત્મક રીતે વિચારવાની અને તમે જીવનની નિરાશાથી આગળ નીકળી ગયા હશો.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024