મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમાં ટેન્શન વધી જશે. તબિયતની ખાસ સંભાળ લેજો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તેમજ પેટમાં ગેસથી પરેશાન થશો. ખર્ચના ખાડાને પૂરી નહીં શકો. બીજાની મદદ કરવા જતા મુશ્કેલીમાં આવી જશો. જ્યાં કામ કરતા હશો ત્યા તમારી સાથે કામ કરનાર સાથ નહીં આપે. કોઈને પ્રોમિસ આપતા નહીં. ભૂલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૮, ૯, ૧૩ ને ૧૪ છે.
Saturn will rule over you till the 27th of October. Hence, your tensions will increase. Take care of your health. You will have joint pains and stomach acidity. You might not be able to meet your expenses. In an effort to help others, you might get into trouble. Your colleagues at your workplace won’t support you. Do not make promises to anybody. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 8, 9, 13, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં લાંબા સમય માટે પ્લાન બનાવી શકશો. જે પણ ધનલાભ થશે તેને સારી જગ્યાએ રોકાણ કરી લેજો. જ્યાં નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન કે ધનલાભ થશે. તમારી સલાહ લેવા આવનારને સાચી સલાહ આપજો. બુધની કૃપાથી લેતીદેતીના કામો જલ્દીથી પૂરા થશે. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૮, ૯, ૧૧, ૧૩, ૧૪ છે.
Mercury is ruling over you. You will be able to make long term plans. Whatever profits you make, invest them at the right place. You will get an increment or promotion at your workplace. You will always get the right advice from people. With the blessings of Mercury, you will clear all you financial transactions quickly. Pray ‘Meher Niyaish’.
Lucky dates: 8, 9, 11, 13, 14
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધની દિનદશા ચાલુ હોવાથી ૨૦મી નવેમ્બર સુધીમાં કામકાજ માટે ગામ-પરગામ જવું પડશે. તમને પોતાના લોકો કરતાં બીજા તરફથી ભરપૂર પ્રેમ મળશે. હિસાબી, બેન્કિંગના કામો કરવામાં આનંદ અને સફળતા મળશે. અચાનક મનને આનંદ મળે તેવા હાલના દિવસો છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ફેમિલી સાથે નાની મુસાફરી કરી શકશો. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૮, ૧૨, ૧૩, ૧૪ છે.
Mercury is ruling over you. You will get to travel till the 20th of November for work related issues. You will get immense love from other people. You will be successful in financial and banking related work. These days will bring happiness to you. You will be able to fulfil the demands of your family. You will be able to enjoy short trips with your family. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 8, 12, 13, 14
CANCER | કર્ક: ડ.હ.
હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે શાંતિથી બેસી નહીં શકો. ભાઈ બહેનો વચ્ચે મતભેદ પડશે.વડીલવર્ગની ચિંતા વધી જશે. મંગળ તમને ઉલટા રવાડે ચઢાવીને ખોટા ખર્ચાથી પરેશાન કરશે. મંગળના લીધે તમે તાવ, પેટ કે માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૧ ને ૧૨ છે.
Mars is ruling over you. You will not be at peace. There might be differences between siblings and you will be stressed about your elders. Mars might make you indulge in unnecessary expenses. You might suffer from fever, head and stomach aches. Pray ‘Tir Yasht’ everyday without fail.
Lucky Dates: 9, 10, 11, 12.
LEO | સિંહ: મ.ટ.
૨૬મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારે અચાનક મુસાફરીનો યોગ આવશે. બીજાને મદદ કરી શકશો.ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. રોજના કામકાજમાં કોઈ રોકટોક નહીં કરે. પૈસાની બચત કરી શકશો. મનને આનંદમાં રાખવા ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૮, ૯, ૧૩, ૧૪ છે.
Moon will rule over you till the 26th of October. You will get to travel all of a sudden. You will be able to help others. There will be peace in the house. There will be no hindrance in your routine work. You will be able to save money. To keep your mind pleasant, pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 9, 13, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
લાંબો સમય ચાલે તેવી ચંદ્રની શીતળ દિનદશા ચાલુ થઈ છે. તમારો સેલ્ફકોન્ફિડન્સ અશકય બાબતને શકય બનાવી દેશે. તમારા ફાયદાની વાત સાંભળવા મળશે. કોઈપણ કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. થોડી મહેનત કરવાથી નવાં કામ સહેલાઈથી કરી શકશો. ધારેલું ફળ મેળવવા માટે ૩૪મું નામ ‘યા બેસ્તર’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૨ ને ૧૩ છે.
The first five days will be spent under the rule of Sun. Do not take any decision in this entire week. The descending rule of sun will lead to unnecessary enmity. Do not get into arguments with anybody. You will be troubled with headaches and joint pains. Consult a doctor. Stay away from gambling. Throughout the week pray the 96th name, ‘Ya Rayomand’ 101 times everyday.
Lucky Dates: 1, 2, 5, 7
LIBRA | તુલા: ર.ત.
છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝિટ સેકસ સાથે મતભેદ પડી ગયા હોય તો આ અઠવાડિયામાં દૂર કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા છેલ્લા દિવસ સુધી મોજશોખમાં રખાવશે. અણધારેલા કામ પૂરા કરી નાખશો. ધનલાભ મેળવશો પણ સાથે ખર્ચ પણ કરવો પડશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૧ ને ૧૪ છે.
Last week left under the rule of Venus. If there have been anyu differneces with people of the opposite gender, then make up for it within this week,. The descending rule of Venus, will brng entertainment in your life till its last day. You will complete all your tasks. You will get money but at the same time you will incur expenses. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 9, 10, 11, 14.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ વધી જશે. ઓપોઝિટ સેકસનો સાથ સહકાર મેળવી શકશો. શુક્રની કૃપાથી માનસિક બોજો ઓછો કરી શકશો. અટકેલા કામ કોઈની મદદથી ફરી ચાલુ કરી શકશો. નાણાકીય ફાયદા મળતા રહેશે. મનને આનંદમાં રાખવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૨ ને ૧૩ છે.
Venus is ruling over you. Your expenses will increase. You will get support from the opposite gender. With the grace of Venus, your mental burdens will decrease. Your unfinished jobs will begin again with the help of someone. You will keep getting financial profits. Pray ‘Behram Yazad’ for mental peace.
Lucky dates: 9, 10, 12, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૧૬મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જેટલી કરકસર કરવા જશો એના કરતાં વધુ ખર્ચ થશે. ઘરવાળાઓની ડિમાન્ડમાં તમાં એકાઉન્ટ બેલેન્સ બગડી જશે. શુક્રની કૃપાથી નાની મોટી મુસાફરી કરવી પડશે. કોઈ નવી વ્યક્તિની ઓળખાણ ભવિષ્યમાં મદદપ સાબિત થશે. માથાપરનો બોજો ઓછો કરી શકશો. હાલમાં ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૮, ૯, ૧૧ ને ૧૨ છે.
Rahu will rule over you till the 6th of December. Do not undertake any risky work. The descending rule of Rahu will bring illnesses. There will be problems in eating and drinking. The rule of Venus from the 6th, will bring immense peace and joy. Our enemies will also become your friends. Your stresses will decrease. Pray ‘Mahabokhtar Niyaish’ this whole week.
Lucky Dates: 1, 2, 5, 7
CAPRICORN | મકર: ખ.જ.
૬ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી નાનામાં નાના કામોમાં મુશ્કેલી આવતી રહેશે. બીજાનું ભલુ કરવા જતા તમાં બું થઈ જશે. નાણાકીય બાબતમાં તમે બચાવેલી રકમનો ખર્ચ કરવો પડશે. તમારા અંગત માણસ તમારી સાથે દગો ફટકો કરી જશે. કોઈને ઉધાર પૈસા આપવાની ભૂલ કરતા નહીં પૈસા પાછા મેળવવા માટે પરેશાની થશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૮, ૧૦, ૧૧ ને ૧૪ છે.
Rahu will rule over you till the 6th of November. There will be troubles in the smallest of tasks. In an attempt to help others, you might run into trouble. Financially, you will have to spend the money that you have saved. Your trusted person might deceive you. Do not lend money to anybody or you will get troubled in getting back that amount. Pray ‘Maha Bokhtar Niyaish’.
Lucky Dates: 8, 10, 11, 14
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૨૫મી ઓકટોબર સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા જેટલા અગત્યનાં કામ હોય તે જલ્દીથી પૂરાં કરી લેજો. ધર્મના કામો પહેલા કરી લેજો. ફેમિલી મેમ્બરના મદદગાર થઈને રહેશો. ગુની દિનદશા ચાલુ હોવાથી પૈસાને કારણે કોઈપણ કામ અટકશે નહીં. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૯, ૧૨, ૧૩ ને ૧૪ છે.
Jupiter will rule over you till the 25th of October. Finish all your important work as soon as possible. Complete religious work first. You will be helpful to your family members. With financial stability, your work will move smoothly. Your favourite person will meet you. Relationship between spouses will be smooth. Pray ‘Sarosh Yasht’ every day.
Lucky Dates: 9, 12, 13, 14
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૨૪મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક ગુની દિનદશા ચાલશે તેથી ડબલ ફાયદામાં રહેશો. ધન મળતું રહેશે. કોઈના મદદગાર પણ થઈને રહેશો. જયાં કામ કરતા હશો ત્યાં તમારા કરેલ કામના વખાણ થશે. સરકારી કામમાં સફળતા મળશે. ફેમિલીમાં અંદર કોઈ સારા પ્રસંગ આવશે. અધુરાં કામ પૂરાં કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૨ ને ૧૪ છે.
Jupiter will rule over you. You will do everything with confidence. You will find a way out of your financial difficulties. You will make up to people who are upset with you. You will get achance to travel due to work. You will get good news from your friends. You will be less stressed for your parents. You will be successful in saving some money. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 1, 2, 3, 4
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025