‘ઓ ફીલ, કેટલી…કેટલી સુંદર ગાડી છે.’
તેણીની પાસે બેઠેલી લેડી પણ કેટલી સુંદર છે.’
તેણીની પાસે બેઠક લઈ સ્ટીયરીંગ વીલ પર પોતાનો એક હાથ મુકતા તે જવાને ખરાં જીગરથી કહી દીધું.
પછી તે ગાડી આગળ ચાલી કેે તે બાળા ઠંડીથી ધ્રુજતી માલમ પડી કે તે આશકે માયાથી પૂછી લીધું.
‘શિરીન, તું કોટ નહીં લાવી આજે? બહાર કેટલી ઠંડક છે.’
એ સાંભળી તે સુંદરીએ ઓશકથી જણાવી નાખ્યું
‘મારી આગળ જે બે સુંદર કોટ હતા તે ઓકશનમાં વેચી નાખવા પડયા, ફિલ’
એમ બોલતા તેણીનો સુંદર મુખડો દુ:ખથી છવાઈ ગયો કે તે સવાલ પૂછવા માટે ફિરોઝ ફ્રેઝરે પોતાનો હોઠ કરડી ખાધો.
પછી ગાડી થોભાડી પોતાનો કોટ કાઢી તે જવાને તેણીને કાળજીથી પહેરાવી દીધો, કે શિરીન વોર્ડન ર્સ્વગનું જ સુખ અનુભવી રહી.
તે બાળાને એકાએક કંઈ યાદ આવતા તેણીએ ખરાં જીગરથી પોતાના વ્હાલાની થેંકસ માની લીધી.
‘ફિલ, તમોએ આજે જે મારી તરફ માન તથા વહાલ દેખાડયું તે માટે હું મારા ખરાં જિગરથી તમારી થેંકસ માનુ છું. તમો…તમોએ અંતે પણ મને માફ કીધી કીધી તે જાણી હું ખુશી છું.’
થોડીક પલો તેનો કશોજ જવાબ તે જવાને આપ્યો જ નહીં, પછી દૂર નજર રાખી તેને મકકમતાથી કહી સંભળાવ્યું.
‘હા, શિરીન, બદા સંજોગો જોતા મેં તુંને અંતે માફ કીધી પણ કદી, કદીબી તારા કુટુંબના એકબી મેમ્બર ને હું કરી શકશ નહીં, ને તે માટે જો તારી લાગણી દુખાતી હોય તો હું ઘણો દીલગીર છું.’
તે છેલ્લા બોલાયેલા વાકયે તે બાળાનું નરમ જીગર ઘાયલ બની ગયું, તે છતાં પોતાનો વહાલો જવાન અંતે પણ તેણી તરફ દયાળુ બની તેણીને માફ કીધી હતી, એ વિચારે તેણી સંતોષ પામી.
પછી ‘ડરબી કાસલ’ આવી પુગતાં ફિરોઝ ફ્રેઝરે પોતાની નવી ગાડી ગરાજમાં મૂકી કે શિરીન વોર્ડન પણ ઘણું મોડું થતાં પોતાનાં મ પર વિદાય થઈ ગઈ.
કપડાં બદલી પલંગ પર જતા ઘણાંક સુખી વિચારોથી તેણીનું મન મભવા લાગ્યુ. પોતાના વહાલા સાથના ગુજારેલા સુખી કલાકો તેણીના આંખો સામે ખડા થયા, ને ખુશાલીથી છાકટ બની તેણી પુકારી ઉઠી.
‘કેટલું સુખી માં નવું વર્ષ બેઠું, ને કદાચ એજ સાલમાં હું મારા ફીલને પરણી ‘ડરબી કાસલ’ની શેઠાણી પણ બની શકશ.’
પણ અફસોસ, કે જો શિરીન વોર્ડનને પોતાના ભવિષ્યનાં ભીતરમાં ડોકયું કરી જોયું હોતે તો એજ સાલ સર્વથી દુ:ખી તેણીનાં જીવનનાં તખ્તા ઉપર લખાયેલું તેણી વાંચી શકતે.
તે નવા વરસની રળીયામણી સવારે શિરીન વોર્ડન વધુ જ ખુશાલ અને ઉલટમંદ બની પોતાના રોજિંદા કામે લાગી ગઈ. જો કે તેણી હમેશ કરતા ગઈ રાતે ફકત થોડાજ કલાક સૂતી હતી તે છતાં તેણીનો સુંદર મુખડો ખુશાલીથી ખીલી ઉઠી તેણીની સુંદરતામાં વધારો કરી રહ્યો.
બન્ને તે બહેનો હજી તેઓનાં મમાં ધરાધર ઘોરતી હોવાથી શિરીન વોર્ડન પહેલા ઝરી જુહાકને સ્પંજ કરી લેવાનોવિચાર કરીદીધો.
ધપકતે જીગરે તેણી જેવી તે મોટા શેઠણીનાં મમાં દાખલ થઈ કે તેણીની મોટી અજાયબી વચ્ચે તેઓ એક ઈઝીચેર પર લાંબા તાંટયા કરી બની થનીને તૈયાર થઈ એક ન્યુસ વાંચતા માલમ પડયા.
શિરીન વોર્ડન કશું જ બોલી નહીં કે ઝરી જુહાકે પેપરમાંથી ડોકુ બહાર કાઢી પહેલો સવાલ પૂછી લીધો.
‘પોરી, તું ગઈ રાતે કેટલે વાગે ઘેર આવેલી?’
‘જી ધારવા કરતાં મોડું થઈ ગયું ને…ને લગભગ એક થવા આવેલો.’
‘ને ઘેર કોણની સાથે આવી?’
‘જી…જી, તમારા દીકરા સાથે.’
ગરીબ તે બાળાએ અચકાઈને ટૂંકમાં જણાવી દીધું કે તેણીની ફરી અજાયબી વચ્ચે ઝરી જુહાકે મલકાત સાથ કહી સંભળાવ્યું.
‘ઘણું સાં કીધું ફિરોઝ સાથ આવી તો, ને પેલી દુકતીઓ કયારે આવી?’
‘જી, કોણ જાણે.’
‘ને એ લોક હજી ઘોટાયેલી છે કે?’
‘હાજી, ને…ને તેથી તમોને વાંધો નહીં હોય તો હું તમોને પહેલા સ્પંજ કરી લેવું?’
એ સાંભળી ઝરી જુહાકનો ભેજાંનો ચીલ્લો ચઢી જતાં જ માલમ પડયા. તેવણનાં સ્વભાવ મુજબ કંઈ મરાવાની પોઈન્ટ તો એવણને જોઈતી જ હતી કે તેવણે છછણી પડી જણાવી દીધું.
‘મરે પોરી તારી આંખ છે કે લખોટા? નાહી ધોઈને બેઠીછ તે તુંને દેખાતું નથી?’
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024