Your Moonsign Janam Rashi This Week –
26th November – 2nd December

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

૨૫મી ડિસેમ્બરથી ગુ‚ની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામ તમે સમય ઉપર પૂરા કરવામાં માનશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમા‚ં માન વધી જશે. નાની મુસાફરીનો યોગ આવવાનો ચાન્સ છે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ચેરીટીજ ના કામો કરવાનું મન થશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી ૨૬, ૨૭, ૧ ને ૨ છે

 

Jupiter will rule over you till the 25th of December. You will believe in completing your work on time. Your financial conditions will keep improving. Your respect will increase at your workplace. You will get a chance to travel. You might meet your favourite person. You will indulge in charitable work. Pray ‘Sarosh Yasht’ every day without fail.

Lucky Dates: 26, 27, 1, 2

 


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી ૨૨મી જાન્યુઆરી સુધી ચાલશે તેથી જૂના અટકેલા કામો ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં અચાનક લાભ મળતા રહેશે. જે પણ કામ કરશો તે સમજી વિચારીને કરશો. નવા કામ મળવાના ચાન્સ છે. વડીલવર્ગની ચિંતાઓ હોય તો દૂર કરવા હાલમાં રોજના ભણતરની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી ૨૮ થી ૧ છે.

 

Jupiter will rule over you till the 22nd of January. You will be able to restart unfinished tasks. You might get sudden financial profits. You will do your work with precision. You might get a new job. To relieve yourself from the stress of the health of your elder, pray ‘Sarosh Yasht’ along with your daily prayers.

Lucky Dates: 28, 29, 30, 1

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામોમાં પણ મુશ્કેલી આવતી રહેશે. શનિને કારણે ખર્ચ ઉપર કાબુ રાખવા છતાં ખર્ચ વધી જશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવો પડશે. તબિયતની કાળજી લેજો. પેટની માંદગી સાંધાના દુખાવાથી પરેશાન થશો. બેદરકારી લાંબી માંદગી આપી દેશે. કોઈને ઉધાર પૈસા આપતા નહી. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૨૭ થી ૩૦ છે.

 

Saturn is ruling over you and hence there will be problems in the slightest of things. Even after trying to curb your expenses, you will end up spending more. Take care of your health orelse you might be troubled with stomach aches and joint pain. If you are careless you might fall sick for a long period. Do not lend money to anybody. Pray ‘Moti Haptan Yahst’ every day.

Lucky Dates: 27, 28, 29, 30

 


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

૧૯મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો આવી જશે. તમને બીજા મદદ કરવામાં કસર નહીં રાખે. નવા મિત્રો ભવિષ્યમાં કામ લાગશે. રોજના કામો સમય પહેલા પૂરા કરશો. ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૬, ૨૭, ૧ ને ૨ છે.

 

Mercury will rule over you till the 19th of December. Your financial conditions will improve. Your new friend will help you in the future. You will finish your daily work before time. Make sure you invest. You will get to hear good news. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 26, 27, 1, 2

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ૨૫મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી હવે તમે જે પણ કામ માટે પ્લાન બનાવો તેમાં જરાબી ભુલ કરતા નહીં. તમારા કામમાં બીજાની દખલગીરી પસંદ નહીં આવે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. નવા કામ શોધનારને નવા કામ મળશે. કમિશનના કામથી ધન કમાઈ શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. ૨૬, ૨૭, ૧ ને ૨ છે.

 

Mercury will rule over you till the 25th December. Make your plans very carefully. You will not appreciate other people’s interference in your work. Your financial conditions will be good. If you are searching for a new job you will get it. Earning through commissions is a good idea. Pray ‘Meher Niyaish’ every day.

Lucky Dates: 26, 27, 1, 2

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને આજથી ૨૮ દિવસ માટે મંગળની દિનદશા શ‚ થયેલી છે તેથી ફેમિલી મેમ્બર સાથે નાની વાતમાં મતભેદ પડતા રહેશે. તમારાથી ખોટુ સહન નહીં થાય અને સાથે કામ કરનાર ખોટું કરશે તેમને કહેવા જશો તો તમા‚ં ઈનસલ્ટ થઈ જશે. બને તો નાણાકીય લેતી દેતી કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે. ભાઈ-બહેન તમને સાથ સહકાર નહીં આપે. ભુલ્યા વગર દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૨૭, ૨૮, ૩૦.

 

Mars is rukling over you for the next 28 days. There might be misunderstanding with your family members. You won’t torelate wrong doings, but if you go ahead to rectify them, you might get insulted by co- colleagues. Dealing in financial transactions might bring in loses. Your siblings won’t support you. Pray ‘Tor Yasht’ every day without fail.

Lucky Dates: 27, 28, 30

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ચંદ્રની કૃપાથી તમે કોઈ કામ માટે ના નહીં પાડો. તમારા રોજબરોજના કામ ખૂબ સારી રીતે કરી શકશો. જે પણ કામ કરશો તે કામ મનથી કરશો. નાની મુસાફરી કરવાના ચાન્સ મળી રહેશે. જૂના મિત્રોની યાદ તાજી થશે. જે પણ કામ કરશો તેમાં ભરપુર સેલ્ફ કોન્ફિડન્સ રાખશો. દરરોજ ભુલ્યા વગર ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૨૬, ૨૭, ૩૦ ને ૨ છે.

 

Moon is ruling over you You will not deny any work. You will complete your routine work efficiently and dedicatedly and confidently. You might get to travel. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 26, 27, 30, 2

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

૬ઠ્ઠી ડિસેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તમે હાઈ પ્રેશરના દર્દી હો તો  સંભાળજો મગજ પર બોજો લેતા નહીં.કોઈનો ગુસ્સો કોઈ ઉપર નીકળશે. કોઈપણ બાબતમાં બેદરકાર રહેતા નહીં. વડીલ વર્ગની ચિંતા રહેશે. તમારા બાળકો સાથે નાની વાતમાં મતભેદ પડતો રહેશે. સૂર્યને શાંત કરવા માટે ૯૬મુ નામ ‘યા રયોમંદ’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૨૭, ૨૮, ૨૯ ને ૧ છે.

 

Sun will rule over you till the 6th of December. Be careful if you suffer from high pressure. Do not stress yourself unnecessarily. You might get angry on someone else due to some other reason.  Do not be careless in any work. You will be stressed about the health of your elders. You might have arguments with your kids for the slightest of things. To pacify Sun pray the ‘96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 27, 28, 29, 1

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

૧૬મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની વાત અપોજીટ સેકસને કહેવામાં જરા પણ સંકોચ નહીં આવે. તમારા દરેક કામ વીજળી વેગે પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી હશે તો બહાર નીકળવાનો રસ્તો મળી આવશે. ઘરમાં મોજશોખની વસ્તુ વસાવશો. નાના ફાયદા મળતા રહેશે. રોજ ‘બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. ૨૬, ૨૭, ૩૦ ને ૨ છે.

 

Venus is ruling over you till the 16th of December and so you won’t hesitate before speaking to the opposite gender. You will complete all your work at lightning speed. You will come out of financial crises easily. You will be successful in instilling a new source of entertainment in your house. You might get sudden profits. Pray ‘Behram Yazad’
without fail.

Lucky Dates: 26, 27, 30, 2

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

૧૪મી જાન્યુઆરી સુધી મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલશે તેથી તમે જેને ચાહતા હશો તે સામેથી મળી આવશે. તમારા હાથથી જાણતા કે અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. જો તમે કોઈના પ્રેમમાં હશો તો સામેવાળી વ્યક્તિ ઈશારાથી તમારા મનની વાત જાણી લેશે. કામકાજમાં નાનુ ઈન્ક્રીમેન્ટ મળવાના ચાન્સ છે. અંગત વ્યક્તિ સાથે પડેલા મતભેદ દૂર થઈ જશે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા.૨૬, ૩૦ ને ૨ છે.

 

Venus will rule over you till the 14th of January. Your loved one will come to meet you. You will do a good deed for someone else. Your loved ones will understand you without the use of any words. You might get a small increment at your workplace. All your misunderstanding will perish. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 26, 30, 2

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

૬ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે સ્વભાવે ખૂબ જ ચિડયા થઈ જશો. નાણાકીય મુશ્કેલી વધી જશે. ખાવા-પીવામાં બેદરકાર રહેતા નહીં, નહીંતો પેટની માંદગી તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ઘરવાળાની સાથે ખોટી વાતમાં મતભેદ પડતા રહેશે. રાહુને કારણે ખોટા વિચારો આવતા રહેશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૭, ૨૮, ૨ છે.

 

Rahu will rule over you till the 6th December. You might be irritated at all times. Your financial crises will increase. You might be troubled by stomach ache and headaches. There will be unnecessary arguments amongst family members. You might get negative thoughts. Pray ‘Maha Bokhtar Niyaish’ every day without fail.

Lucky Dates: 27, 28, 2

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગઈકાલથી રાહુની દિનદશા શ‚ થયેલી છે તેથી આજથી ૪૧ દિવસમાં રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ખોટા વિચારો અને ખોટી વ્યક્તિથી ઘેરાયેલા રહેશો. ઘરનું વાતાવરણ બગડતા વાર નહીં લાગે. તમારી વાત બીજાને મનાવવાની કોશિશ કરતા નહીં. ધન આવવાની જગ્યાએ ધન જવાનો રસ્તો પહોળો થઈ જશે. હાલમાં તમે ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૯ ને ૩૦ છે.

 

From yesterday Rahu has started ruling over you for the next 41 days. You might be surrounded by negative people and negative thoughts. Your home environment may get a little uneasy. Do not press your thoughts on other people. Your expenses will increase. Pray ‘Maha Bokhtar Niyaish’ without fail.

Lucky Dates: 26, 27, 29, 30.

 

Leave a Reply

*