મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૩જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ખરાબ થઈ જશે. સામે પડેલી વસ્તુ તમે જોઈ નહીં શકો. તમારા દુશ્મનનું જોર વધી જશે. કોઈ પણ ડિસિઝન લેતા પહેલા વિચાર કરજો. પ્રોમિસ આપતા નહીં. ધન મેળવવા ભાગદોડ કરવી પડશે. ઓપોઝિટ સેકસની ઉપર નારાજ થઈ જશો. ભૂલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૩૧, ૧, ૨, ને ૪ છે.
Rahu will rule over you till the 3rd of February. You will be disturbed. You will miss things which are right in front of you. Your enemies might get stronger. Think twice before taking any decisions. DO not make any promises. You might have to run about to get your wealth. You will get upset with people from the opposite gender. Pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 31, 1, 2, 4.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારાથી જાણતા કે અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. સાચા સલાહકાર બની કોઈને સાચો રસ્તો બતાવશો. ૨૨મી જાન્યુઆરી સુધીમાં થોડું ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. ગુની કૃપાથી ધનની ચિંતા નહીં કરતા. કોઈની સેવા કરી આશીર્વાદ લેજો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ઘરનું વાતવરણ સાં કરવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવતી તા. ૩, ૪, ૫ને ૬ છે.
Jupiter is ruling over you and hence you will do good deeds. You will be a good adviser. Invest till the 22nd of January. With the grace of Jupiter there will be no financial crunch. Help people and take their blessings. You might get sudden profits. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 3, 4, 5, 6.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
૨૧મી ફેબ્રુઆરી સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા રોજનાં કામ સાથે થોડું ઘણું નવું કામ કરી શકશો. કોઈ બાબતમાં ફસાઈ જશો તો તેમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી આવશે. નવા મિત્રો મળશે. બાળકો તરફથી કોઈ આનંદ મળે તેવા સમાચાર સાંભળવા મળશે. ચાલુ કામકાજમાં તમારા ભરપુર વખાણ થશે. હાલમાં તમે ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૩, ૪, ૫, ને ૬ છે.
Jupiter will rule over you till the 21st of February. You will complete some new work along with your routine tasks. You will be able to find a way out incase you get stuck. You will make new friends. Your children will bring good news. You will be praised at your workplace. Pray ‘Sarosh Yahst’ everyday without fail.
Lucky Dates: 3, 4, 5, 6.
CANCER | કર્ક: ડ.હ.
૨૪મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી શનિ તમારા નાનામાં નાના કામમાં કાવટ લાવી દેશે. સમય પર કોઈ કામ કરશો તેવા પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. સરકારી કામમાં કરતા હો તો તેમાંથી બહાર ૨૪મી પછી નીકળી શકશો. ખોટા વિચારોથી પરેશાન થશો. ઘરની વ્યક્તિ સાથે નાની નાની વાતમાં મતભેદ પડશે તે લોકો તમારી વાતને નહીં સમજી શકે. કોઈપર વિશ્ર્વાસ મુકતા નહીં શનિની દુ:ખને ઓછું કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી ત. ૩૧, ૧, ૪ ને ૫ છે.
Saturn will rule over you till the 24th of January. There might be obstacles in your work. Do not promise to complete things on time. Your government related work will get completed only after the 24th. You will be troubled by negative thoughts. There might be arguments with family members. Do not trust anybody. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 31, 1, 4, 5.
LEO | સિંહ: મ.ટ.
બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં લેતીદેતીના કામો જલ્દીથી પૂરાં કરી લેજો. તમારા લેણાના પૈસા ૧૮મી પહેલા લઈ લેજો. રોજના કામમાં સારા સારી રહેશે. બીજાને સમજાવાનું કામ ખૂબ જ સારી રીતે કરી શકશો. બુધ્ધિ બળ વાપરીને તમારા કામની સાથેે બીજાના કામ કરી શકશો. તબિયતની અંદર થોડી કાળજી રાખજો. પેટની માંદગીથી પરેશાન થશો. નવા મિત્રો બનાવી શકશો. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૩૧, ૨, ૩, ૬ છે.
Mercury is ruling over you and hence you will complete all financial transactions. If you have to take your money, do so before the 18th. Your daily life will run smoothly. You will use your wisdom to complete your tasks. Take care of your health. You will make new friends. Pray ‘Meher Niyaish’ without fail.
Lucky Dates: 31, 2, 3, 6
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારી રાશિના માલિક બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા લીધેલા ડિસીઝનને ચેન્જ નહીં કરો. મનથી ધારી લેશો તે કામ પૂરા કરીને રહેશો. કામકાજમાં નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. હાલમાં તમારાથી બની શકે તો જમીનમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. ઓપોઝિટ સેકસનો સાથ સહકાર મેળવી શકશો. હાલમાં ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧, ૨, ૩, ને ૪ છે.
Mercury is ruling over you. You won’t be able to change the decisions you have made. You will be able to complete the tasks you have made up your mind on. You might get a promotion at your workplace. If possible, invest in lands. Opposite gender will support you. Pray ‘Meher Niyaish without fail.
Lucky Dates: 1, 2, 3, 4.
LIBRA | તુલા: ર.ત.
૨૨મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે ચિડિયા સ્વભાવના થઈ જશો. કોઈના ઉપર સમજ્યા વગર ગુસ્સે થશો. નાની વાતમાં ગુસ્સો આવી જશે. ભાઈ બહેન સાથે ભતભેદ પડતા વાર નહીં લાગે. તબિયતનું ધ્યાન નહીં રાખો તો હાઈપ્રેશર કે તાવ-શરદી જેવી બીમારીથી પરેશાન થશો. કોઈ વ્યક્તિની જવાબદારી તમારા ઉપર લેતા નહીં. મંગળને શાંત કરવા માગતા હો તો ભુલ્યા વગર દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૩૧, ૧, ૫ ને ૬ છે.
Mars will rule over you till the 22nd of January. You might be irriated. You will get angry without reason and for the smallest of things. There might be arguments with siblings. If your careless you will suffer from high pressure, fever and cold. Do not vouch for anybody. Pray ‘Tir Yasht’ everyday to pacify Mars.
Lucky Dates: 31, 1, 5, 6
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
૨૪મી જાન્યુઆરી સુધી તો શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. મુસાફરીમાં આનંદની સાથે આરામ કરી લેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ મળી રહેશે. ઘરમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. ચંદ્રની કૃપાથી મનગમતા મિત્રો મળશેે. દરરોજ ૧૦૧ નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨, ૩, ૪ ને ૬ છે.
Moon will rule over you till the 24th of January. You will be successful in all your endeavours. Make the most of your travels. There won’t be any financial crunch. There will be sudden profits. There might be a happy occasion at home. You will make good friends. After praying the 101 name, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 2, 3, 4, 6
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા ૬ દિવસ સૂર્યની દિનદશાના પસાર કરવાના બાકી છે તેથી સરકારી કામ કરવાની ભૂલ કરતા નહીં. આખા અઠવાડિયામાં સહી-સિકકાના કામ કરતા નહીં. છેલ્લા બે દિવસમાં થોડી શાંતિ મેળવશો. સૂર્યની ઉતરતી દિનદશા વડીલની તબિયત બગાડશે. તમારા અંગત રિલેશનમાં સારાસારી નહી રહે. આંખમાં બળતરા રાતની ઉંઘ ઓછી થઈ જવાથી દિવસમાં કંટાળો આવશે. સૂર્યના ઉતાપાને ઓછો કરવા ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧, ૨, ૫, ૬ છે.
Last six days under the rule of Sun. Do not indulge in government or any signature related work. The last two days will bring peace. The descending rule of Sun might spoil your health. Your important relations might have problems. You might feel lazy during the day due to sleepless nights. To pacify sun, pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 1, 2, 5, 6.
CAPRICORN | મકર: ખ.જ.
૧૪મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ગમે એટલી કોશિશ કરશો તો પણ મોજશોખ ઓછા નહીં કરી શકો. ખર્ચનું પ્રમાણ વધી જશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમારા મનની જેને કહેવી હોય તેને કહી દેજો. ઘરમાં શાંતિ રહેશે. શુક્રની ઉતરતી દિનદશા વધુ સુખ આપે તે માટે રોજના ભણતરની સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૩૧, ૧, ૬ ને ૭ છે.
Venus will rule over you till the 14th. You will not be able to cut down on your fun and entertainment quotient. Even though your expenses will increase, there will be no financial problems. Speak your heart out to the necessary person. There will be peace at home. Pray to ‘Behram Yazad’.
Lucky Days: 31, 1, 6, 7
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ૧૪મી ફ્રેબુઆરી સુધી કામકાજમાં તમારી કદર થશે. લેતી-દેતીના કામમાં સફળતા મેળવશો. ધારેલી જગ્યા ધન મેળવવામાં સફળ થશો. બીજાના મદદગાર થશો. ફેમિલીને આનંદમાં રાખશો. સાથે સાથે તે લોકોને નાની મુસાફરી કરાવાનો પલાન બનાવશો. ઓપોઝિટ સેકસનો સાથ સહકાર સારો મળશે. હાલમાં ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨, ૩, ૪ ને ૫ છે.
Venus is ruling over you. You will be praised for your work till the 14th of February. You will be successful in your financial transactions and in getting your money from the obvious sources. You will help others. Your family will be happy and you might get a chance to travel. Opposite gender will support you. Pray ‘Mahabokhtar Niyaish’ without fail.
Lucky Dates: 2, 3, 4, 5.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લા ૬ દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનાં છે તેથી ૫મી સુધી શારિરીક રીતે વધુ પરેશાન થઈ જશો. તાવ-માથાનો દુખાવો કે છાતીમાં દુખાવો થાય તો બેદરકાર રહેતા નહીં. રાહુની ઉતરતી દિનદશા તમને નાણાકીય બાબતમાં પરેશાન કરી જશે. આ અઠવાડિયું સાં નહીં જાય. ફકત શનિવારથી થોડી શાંતિમાં આવશો. આ અઠવાડિયામાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૩૧, ૧, ૩ ને ૬ છે.
Last six days under the rule of Rahu. You will have health problems till the 5th. Do not be careless if you have headache, chest pain or fever. The descending rule of Rahu might bring in financial crises. This week might not be so good. You will be in peace from next Saturday. This week do not forget to pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 31, 1, 3, 6.
.
.
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024