Your Moonsign Janam Rashi This Week –
7th January , 2017– 13th January , 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી મનની નેક મુરાદ પૂરી નહીં થાય. તમારા સ્વભાવ પ્રમાણે બીજાનું ભલું કરવા જતાં તેનું બુ‚ં થશે તે વાત ભૂલતા નહીં. સમજ્યા વગર કોઈ બાબતમાં હા નહીં પાડતા. નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. ૩જી ફ્રેબ્રુઆરી રોજબરોજના કામ તમે સારી રીતે નહીં કરી શકો. તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી  મોટી લાગશે. ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

Rahu is ruling over you. Your humble wishes may not come true. In an attempt to help someone, you might make the situation worse. Do not agree on anything without proper understanding. There will be financial crises. Your daily routine will get disturbed till the 3rd of February. Your smallest mistakes may be perceived as big ones. Pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.

Lucky Dates: 7, 8, 11, 12,

 

TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

૨૨મી જાન્યુઆરી સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેથી કોઈ અણધારી મુસીબત આવશે તેમાંથી તમને સીધો રસ્તો મળી જશે. તમારા આપેલા પ્રોમિસને જલ્દીથી પૂરા કરી લેજો. આજથી કોઈને પ્રોમિસ આપતા નહીં. મનગમતી વ્યક્તિ સાથે નાની વાતમાં મતભેદ પડશે તો તેનું સમાધાન શોધી લેશો. નાનો ધનલાભ મળવાના ચાન્સ છે. તમારા કામથી ફેમિલી મેમ્બર ખુશમાં રહેશે. ગુ‚ની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૯, ૧૦, ૧૧ ને ૧૩ છે.

Jupiter will rule over you till the 22nd of January. You will be able to find your way out of your problems. Fulfil your promises at the earliest and from today do not make any more promises. There might be misunderstanding with your favourite person but you will be able to sort them out. You might make small profits. Your family members will be happy with you. To get blessings from Jupiter, pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 9, 10, 11, 13.

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ધર્મના દાતા ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરિટીના કામ થઈ જશે. બીજાને મદદ કરવી જેવા કામથી મનને આનંદ થશે. કોન્ફિડન્સ પાવર સારો રહેશે. નવી ઓળખાણ ભવિષ્યમાં સોનાની ખાણ સાબિત થશે. મિત્રમંડળમાં માન વધી જશે. તમને તે લોકો માન-ઈજ્જત વધુ આપશે. જ્યાં કામ કરતા હશો ત્યાંથી નાનો ધનલાભ મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

Jupiter is ruling over you. You will indulge in charitable work. You will get happy by helping others. Your confidence will increase. The new people you meet will turn out to be helpful in the future. Your respect will increase in your friend circle. You will get a small profit at your workplace. Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates: 7, 8, 11, 12.

 


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ કામ સમય પર પૂરાં નહીં થાય. તેનું દુ:ખ લાગશે. તમારી અંગત વ્યક્તિ નારાજ થઈ જશે. મનની વાત મનમાં રહી જશે. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. ૨૪મી જાન્યુઆરી સુધી કોઈ પાસે મદદ માંગતા નહીં. સરકારી કામમાં અપજશ મળશે. બને તો સરકારી કામો નહીં કરતા. વડીલ વર્ગની તબિયત ઉપર ધ્યાન આપજો. શનિને શાંત કરવા માટે મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૮, ૯, ૧૦ ને ૧૩ છે.

Saturn is ruling over you. You won’t be able to finish your work on time. Your favourite person will be upset with you. You won’t be able to speak your mind. There will be financial crises. Do not ask for help from anybody till the 24th January. Do not indulge in government work. Take care of the health of your elders. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 8, 9, 10, 13.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

૧૮મી જાન્યુઆરી સુધીમાં બને તો સહી-સિકકા કે એકાઉન્ટનના કામ પૂરાં કરી લેજો. તમારાથી કોઈ વ્યક્તિ રીસાઈ ગયેલ હોય તો તેને મનાવી લેજો કારણ ૧૮મી પછી તે વ્યક્તિ વધુ નારાજ થશે. બુધની કૃપા આ અઠવાડિયામાં તમારા દરેક કામો વિજળીવેગે પૂરા કરાવશે. ઘરના વ્યક્તિને સાચી સલાહ આપીને તેને બીમારીથી બચાવી શકશો. ધન બચાવજો. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

Finish all signature work before the 18th of January. Make up with anybody who is upset with you orelse after the 18th the situation may become worse. Mercury will help you complete your work at lightning speed. You will be able to save family members from illness with the right advice. Save money. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 7, 8, 11, 12.

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે સાંભળશો બધાનું પણ કરશો પોતાનું. બીજાના મદદગાર થશો. બુધની કૃપાથી હિસાબી કામ ઉપર ધ્યાન આપશો. થોડા ઘણા પૈસા બચાવી સારી જગ્યાએ રોકાણ કરજો. મહેમાનની અવરજવર વધી જશે. સગાસંબંધી તમારા વખાણ કરે તેવું કામ કરશો. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૮, ૯, ૧૦ ને ૧૩ છે.

Mercury is ruling over you. You will listen t everybody but do what your heart says. You will help others. With the grace of Mercury you will be able o pay attention to accounts related work. Save money and invest it at the right place. Guests will visit you often. Your relatives will praise you. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 8, 9, 10, 13.

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવી જશે. તમે ચિડિયા થઈ જશો. તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. તમે હાઈપ્રેશરની માંદગીથી પરેશાન થશો જો તમો પ્રેશરના દર્દી હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. ભાઈ-બહેનની સાથે નાની વાતમાં મતભેદ પડતા વાર નહીં લાગે સાચા હોવા છતાં તમારી સચ્ચાઈ સાબિત નહીં કરી શકો.  હાલમાં ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

Mars is ruling over you. There will be changes in your nature. You will be irritated. Take care of your health. You will be troubled by high pressure, so when need be take your medication on time. There will be arguments with siblings. Even though you are right, you will not be able to prove it. Pray, ‘Tir Yasht’ everyday.

Lucky Dates: 7, 8, 11, 12.

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ૨૪મી સુધીમાં તમારાં કામ  શાંતિથી કરી શકશો. ઉતરતી ચંદ્રની દિનદશા મુસાફરી કરાવશે. અધૂરાં કામને પૂરાં કરવા માટે ભાગદોડ કરશો. નાણાકીય ફાયદા મળતા રહેશે. ઘરવાળા ને નારાજ કરીને કોઈ કામ નહીં કરો. ઘરવાળાની ડિમાન્ડ ૨૪મી સુધી પૂરી કરી શકશો. ચાલુ કામમાં શાંતિ મેળવવા માટે ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૮, ૯, ૧૦ ને ૧૩ છે.

Moon is ruling over you. You will be able to complete your work at peace till the 24th. The descending rule of moon will get you to travel. To complete pending work you will have to run about a bit. There will be financial profits. Do not do anything that make your family members unhappy. Fulfil your family members demands till the 24th. To get peace in your routine work, pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 8, 9, 10, 13.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને ચંદ્રની દિનદશા શ‚ થયેલી છે તેથી ચંદ્ર તમારી રાશિનો માલિક ગ્રહ ગુ‚નો મિત્ર હોવાથી તમારા બધા જ કામને સીધા બનાવી દેશે. જે વ્યક્તિ તમારાથી નારાજ હશે તે જ વ્યક્તિ તમને મનાવા આવી જશે. નાણાકીય બાબતમાં સારાસારી થશે. તબિયતમાં સુધારો થશે. ઘરમાં શુભ પ્રસંગ આવવાના ચાન્સ છે. ગુ‚ની કૃપાથી કોઈ કામ પૈસા માટે રોકાશે નહીં. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

Moon is ruling over you. All your work will move smoothly. The people who are upset with you will come forward and make amends. Financial conditions and health will be good. There are chances of a happy occasion at home. With the grace of Jupiter, no work will come to a standstill because of financial crises. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 7, 8, 11, 12.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ધણી ધણિયાણીમાં સારા સારી રહેશે. ઈશારાઓથી પોતાની વાત સમજી જશે. સરકારી કામો જલ્દીથી કરી લેજો નહીં તો તેમાં અડચણો આવતી જશે. કોઈને કોઈ જાતનું પ્રોમિસ આપતા નહીં. અપોઝિટ સેકસ તરફથી ફાયદો મળતો હોય તો તે લઈ લેજો. ૨૪મીથી સૂર્યની દિનદશા તમને તપાવશે. હાલમાં ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૭, ૯, ૧૦ ને ૧૩ છે.

Last week under the rule of Venus. There will be good relations between spouses. You will be able to convey your feelings with sings as well. Finish all government related work immediately or there might be problems. Do not make any promises. Sun will rule over you from the 24th. Pray ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 7, 9, 10, 13.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

૧૪મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી જેટલા મોજશોખ ઓછા કરવાની કોશિશ કરશો તેમાં શુક્ર ખર્ચ  કરાવશે. ખર્ચ કર્યા પછી પણ ધનની કમી નહીં આવે. ઓપોઝિટ સેકસનો ભરપુર સાથ તમને મળશે. નવા દોસ્તો મળવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી તમારા કામમાં તમને જશની સાથે ધનલાભ મળતા રહેશે. ગામ-પરગામ જઈ શકશો. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.

Sun will rule over you till the 14th of February. You will spend on fun and frolic. Even after all the expenses there will be no financial crunch. The opposite gender will support you. You might make new friends. With the grace of Venus, you will get success and financial profits in your work. You will get to travel. Pray ‘Behram Yazad’ everyday without fail.

Lucky Dates: 7, 8, 11, 12.

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

લાંબો સમય ચાલે તેવા શુક્રની દિનદશા ચાલુ છે તેથી ૧૪મી માર્ચ સુધીમાં શુક્ર તમને લીલાલહેર કરાવી આપશે. તમારાં ધારેલાં કામ તમે સમય પર પૂરાં કરશો. લગ્ન કરવા માગતા હો તો જીવનસાથી મળી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૭, ૮, ૯ ને ૧૦ છે.

Venus will rule over you for a long time. You will have fun till the 14th of March. You will complete all your work on time. If you wish to get married you will find the appropriate person. You will meet your desired person. Your financial conditions will be good. To get blessings from Venus, pray ‘Behram Yazad’ everyday witout fail.

Lucky Dates: 7, 8, 9, 10.

.

Leave a Reply

*