મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી સરકારી કામમાં તમને સફળતા નહીં મળે. હિસાબી કામમાં નાની ભૂલ મુશ્કેલીમાં મૂકશે. નાની બાબતમાં પરેશાન થઈ જશો. ઘરમાં વડીલ વર્ગ સાથે મતભેદ પડશે. સ્ત્રીઓ પેટની માંદગીથી પરેશાન થશે. નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી આવશે. માથાના દુ:ખાવાથી કે આંખની બળતરાથી પરેશાન થશો. સુરજના ઉતાપાને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
(Lucky Dates: 17, 18, 19, 20):
With Sun ruling over you, you may face difficulties in your legal work till 4th May. Accounting issues may crop up and small things could irritate you and misunderstandings with elderly people at home may happen. Headache or the burning sensation in your eyes may trouble you and women might suffer from stomach issues. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. તમે તો ખુશ રહેશો સાથે બીજાને પણ ખુશ રાખશો. ફેમિલી ટૂરનું આયોજન કરવામાં સફળ થશો. જુના ફસાયેલા નાણા ભાગદોડ કરી પાછા મેળવી શકશો. ઓપોઝિટ સેકસ ઈશારાથી તમારા મનની વાત સમજી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
(Lucky Dates: 15, 16, 20, 21):
Since Venus is ruling over you 14th May, you will have more fun. You will be happy and make others happy too. You will be successful in planning a family trip. A little hard work in getting your money back will be fruitful. People of opposite gender will read your thoughts. Pray ‘Behram Yazad’ daily.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા અંગત કામ ખૂબ જ સારી રીતે કરી શકશો. તમે જો નોકરી કરતા હશો તો ત્યાં નાનુ પ્રમોશન કે નાણાકીય ફાયદો થઈ જશે. કોઈપણ વ્યક્તિનો સાથ સહકાર મળી જશે. ધારેલા કામ સમય પર પૂરા કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
(Lucky Dates: 16, 17, 18, 19):
Since Venus is ruling over you, you will complete your important works meticulously. At your current work, you may get promoted or earn profit. People will support you. You will be able to complete your work in time. Pray ‘Behram Yazad’ daily.
.
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે નાના કે મોટા કામમાં પરેશાન થશો. તમારા ભોળા સ્વભાવનો લોકો ફાયદો લેશે. જે વ્યક્તિને તમે પોતાના માનશો તે જ વ્યક્તિ તમને દગો આપશે. રાતની ઉંઘ ઓછી થઈ જશે. તમારા ઘરવાળા તમને નાની વાતમાં પરેશાન કરી મૂકશે. લગ્નનો વિચાર થોડા સમય પછી કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
(Lucky Dates: 15, 17, 20, 21):
Rahu ruling over you till 4th May will create problems at work. People might take advantage of your vulnerability and backstab you. You will face trouble sleeping. Family members will annoy you over small things. Postpone any marriage plans for now. Pray ‘Mahabokhtar Niyaish’.
.
LEO | સિંહ: મ.ટ.
છેલ્લુ અઠવાડિયું જ ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે તેથી તમારાથી બને એટલા ચેરિટીના કામ કરજો. કોઈના મદદગાર બની શકશો. 22મીથી રાહુની દિનદશા 42 દિવસમાં તમને દિવસના રાતના તારા બતાવી દેશે. ઉતરતી ગુરૂની દિનદશા ધનને બચાવવાનો સીધો રસ્તો બતાવી દેશે. હાલમાં રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામ આવશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. આજના કામ આજે કરજો. 21મી સુધી ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
(Lucky Dates: 16, 17, 18, 19):
Jupiter rules over you for this week, hence try to involve more in charitable work and be helpful to others. From 22nd, Rahu takes over for 42 days rendering you restless. Jupiter descending will show you ways to save money, proving to be beneficial in future. Express your feelings to your favourite person and avoid postponing works. Till 21st, pray ‘Sarosh Yasht’ daily.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે તમારૂં ધ્યાન ફેમિલીને મદદ કરવામાં લગાવી દેશો. કોઈની પણ તન-મન-ધનથી સેવા કરી શકશો. શેરબજારમાં લાંબા સમય માટે રોકાણ કરવામાં સફળ થશો. બાળકો તરફથી આનંદ મળે તેવી વાત જાણવા મળશે. તબિયતમાં સુધારો થશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. સારી જગ્યાએ જવાનો પ્લાન બનાવી શકશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 17, 20 છે.
(Lucky Dates: 14, 17, 20):
With Jupiter ruling over you till 22nd May, be helpful to your family and others. You will be successful in making long term investments in share markets and will earn profit unexpectedly. You might get to know pleasant news from young ones. Health will improve. Sudden income of wealth indicated. You will plan a trip to a good place. Pray ‘Sarosh Yasht’ daily.
.
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે તેથી કોઈ પણ જાતનાં ડિસીઝન લેતા નહીં. કોઈ કારણસર મુસાફરી કરવી પડે તો તેમાં પરેશાન થશો. નાણાકીય બાબતમાં ખેંચતાણ થશે. જ્યાં ખર્ચ કરવાનો હશે ત્યાં પૈસાની તંગી થશે અને ખોટી જગ્યાએ પૈસા વપરાશે. શનિને કારણે રોજના કામમાં મુશ્કેલીઓ આવશે. તમારાથી ભૂલો થતા ઉપરી વર્ગ નારાજ થશે. શનિની પીડા ઓછી કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
(Lucky Dates: 15, 17, 20, 21):
Since Saturn rules over you till 23rd April, avoid taking decisions. You may face difficulties while traveling. Financial issues indicated as you could end up spending excessive money unnecessarily. In your routine work, obstacles might occur. Your mistakes in work will upset your seniors. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બે દિવસમાં હિસાબી કામ પૂરા કરી લેજો બાકી 17મી થી 36 દિવસ શનિની દિનદશા તમારી તબિયત બગાડી નાખશે. તમે હાઈપ્રેશર અને સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તમારા કરેલા કામની કદર નહીં થાય. તમારા ઘરમાં નાની બાબતમાં મતભેદ પડશે. તમારી અગત્યની વસ્તુનું ધ્યાન રાખજો ગુમાવાના ચાન્સ છે. રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
(Lucky Dates: 16, 17, 18, 19):
With Mercury ruling over you for one more day, completing your financial commitments within two days will be beneficial. From 17th, Saturn takes over for 36 days, hence take care of your health. High pressure and joint pains may trouble you. People won’t appreciate your efforts. Misunderstandings between family members may happen, you wont be able to prove your innocence. Take care to not misplace important things. Pray ‘Moti Haptan Yasht’ daily.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધની દિનદશા 18મી મે સુધી ચાલશે તમારી બુધ્ધિ વાપરીને કામમાં સફળ થશો. બીજા લોકો જે કામમાં સમય લગાવશે તે કામ તમે વીજળીવેગે પૂરા કરી નાખશો. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને નાના મોટા લાભ 18મી મે સુધી મળતા રહેશે. સમજાવી પટાવી કામ કરશો તો મિત્રો સાથે મેળાપ ખૂબ વધી જશે. નવા મિત્રો ભવિષ્યમાં કામ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.
(Lucky Dates: 15, 17, 18, 20):
Since Mercury is ruling over you, using your intelligence, you will complete all work with a lightning speed. You might earn profits at your current work till 18th May. Being diplomatic will help. New friends will prove to be beneficial. Pray ‘Meher Niyaish’.
.
CAPRICORN | મકર: ખ.જ.
મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. મનગમતી વ્યક્તિ સાથે મતભેદ પડવાના ચાન્સ છે. અંગત વ્યક્તિને આ અઠવાડિયામાં મળતા નહીં. ઉતરતી શનિની દિનદશા નાનુ એક્સિડન્ટ કરાવી ન નાખે તેની સંભાળ લેજો. વડીલ વર્ગ તમારી વાત પર ભરોશો નહીં રાખે. ધનનો ખર્ચ કરતા થાકી જશો. 21મી સુધી રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
(Lucky Dates: 15, 16, 20, 21):
Since Mars rules over you, you will be annoyed over small things. Misunderstandings with your favourite person may happen. Avoid meeting important people this week. Due to the Mars descending, minor accidents may occur. Elderly people will not trust you. Expenses will increase. Till 21st, pray ‘Tir Yasht’.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્ર તમારા મનને શાંત રાખી તમારા કામ સફળ બનાવી દેશે. કામ સાથે એન્જોય કરી શકશો. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. 23મી સુધી ફેમિલીના કામમાં કસર નહીં રાખો તેમની નાની મોટી ડિમાન્ડ પૂરી કરી શકશો. ચાલુ કામમાં સફળતા મળશે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
(Lucky Dates: 16, 17, 18, 19):
With Moon ruling over you till 23rd April, you will work better and enjoy it with a peaceful mind. Your current work will yield success. You will have visitors at your place. Till 23rd, try to fulfil the demands of your family. Express your feelings to your partner. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારે ગામ-પરગામ જવાના ચાન્સ વધી જશે. બગડેલી તબિયતમાં સુધારો કરવા માગતા હો તો હવાફેર કરી આવજો. તમે જે પણ ડિસીઝન લેશો તે ખૂબ જ વિચારીને લેજો. તેનાથી તમને અને બીજાને પણ ફાયદો થશે. નવા કામ કરવા માટે સમય ખૂબ જ સારો છે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
(Lucky Dates: 15, 19, 20, 21):
With Moon ruling over till 24th May, abroad travel is indicated. Go for a change in weather to improve your health. Think thoroughly before making decisions, as it will be beneficial for you and others. Right time to start a new venture. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
.
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024