મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી તો શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે ઓપોઝિટ સેકસની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કસર નહી મૂકતા. શુક્રની કૃપાથી બીજાનું મન જીતી લેતા વાર નહીં લાગે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કસર કરીને પૈસા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 2, 3, 4 ને 7 છે.
With Venus ruling over you till 13th April, try your best to adhere to the preferences of the opposite gender. You will be able to easily win people over. Finances will be secure but make investments wisely. Things will go trouble-free at work. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 2, 3, 4, 7.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી મે સુધીમાં તમારા કામમાં ભરપૂર સુખ અને શાંતિ મળશે. કોઈ પણ કામ કરવામાં આળસ નહીં આવે. પોતાને ગમતી વ્યક્તિને મનની વાત કરી લેજો. નવા કામ મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. મનપસંદની વસ્તુ મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 2, 5 ને 6 છે.
With Venus ruling over you, your work will prove to be a great source of peace till 14th May. Laziness will be at bay in doing work. Express your feelings to your favourite person. New work projects are on the horizon, as are short travels. You will be able to purchase the things you desire. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 1, 2, 5, 6.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલા બે દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈ બાબતમાં ઉતાવળ કરતા નહીં. નહીં તો આખું અઠવાડિયું બગડી જશે. તબિયત ખરાબ હોય તો કાળજી લેજો બાકી 3જીથી તબિયતમાં ઘણો સુધારો થતો જશે.કોઈપણ વ્યક્તિને પ્રોમિસ આપતા નહીં. 3જીથી 50 દિવસમાં તમારા દુ:ખો દૂર થઈ આનંદ મળશે. નવા મિત્રો મળશે.નાણાકીયની લેતીદેતી આવતા અઠવાડિયાથી કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 3, 4 ને 7 છે.
Rahu rules over you for two more days, hence do not rush anything or it might impact the rest of the week. Take care of your health – from 3rd April, your health will improve drastically. Do not make any promises. Beginning from the 3rd, the next 50 days will see your pains dissolve and happiness abound. You will make new friends. Avoid financial transactions until next week. Pray ‘Mahabokhtar Niyaish’ and ‘Behram Yazad’ daily.
Lucky Dates: 1, 3, 4, 7.
CANCER | કર્ક: ડ.હ.
ચોથી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી બનતા કામ પણ બગડી જશે. કોઈપણ કામ સમય પર પૂરાં નહીં થતા નેગેટિવ સ્વભાવના બની જશો. ઘરની વ્યક્તિ તમારા વિચારોથી ઉલટી ચાલશે. ખોટા વિચારો આવવાથી રાતની ઉંઘ ઓછી થઈ જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. અંગત વ્યક્તિ પર પણ વિશ્ર્વાસ મૂકતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 5 ને 6 છે.
Rahu rules over you till 4th May, making it difficult to complete work projects and causing delays, leading you to feel negative. Family members will have opposite viewpoints. Negative thoughts might cause loss of sleep. Financial issues may crop up. Avoid trusting even close people. Pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 2, 3, 5, 6.
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી રોજબરોજના કામમાં મુશ્કેલી નહીં આવે.ગુરૂની કૃપાથી તમારા કામો વીજળી વેગે પૂરાં થઈ જશે. ધર્મનાં કામો કરવાથી તમનફે શાંતિ મળશે સાથે ચેરિટીઝના કામો પણ કરી શકશો. ફેમિલી સાથે આનંદમાં સમય પસાર કરી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવાનો રસ્તો મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 1, 2, 4 ને 7 છે.
Upto 21 April, with the blessings of Jupiter, you won’t face trouble in your routine work and will complete it with lightning speed. Doing religious and charitable work will give you peace. You will spend happy times with your family. You will find ways to solve any financial issues. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 1, 2, 4, 7.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામમાં ઈનવિઝિબલ હેલ્પ મળી જશે. નાણાકીય બાબતમાં સારાસારી થઈ રહેશે. બીજાના મદદગાર બનશો. ફેમિલી મેમ્બર પાસે તમારા ધારેલા કામ પૂરાં કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી પૈસાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. નોકરીમાં પ્રમોશન મળી શકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
With Jupiter ruling over you till 22nd May, you will get help from unknown quarters. Financial issues will get sorted. You will be helpful to people. Your family members will complete the work you entrust them with. Make wise investments to reap rewards. You will get a promotion at work. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 3, 4, 5, 6.
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે તેથી ખર્ચનો ખાડો ઉંડો થઈ જશે. શનિને કારણે એક બાજુએ કરકસર કરશો તો બીજી જગ્યાએ ખોટો ખર્ચ કરી નાખશો. રોજના કામ પણ સરખી રીતે કરી નહીં શકો. નેગેટિવ વિચારો આવશે. તબિયતની બાબતમાં બેદરકાર રહેતા નહીં, નહીં તો ડોકટરના ખિસા ભરવા પડશે. સાંધાના દુ:ખાવાથી વધુ પરેશાન થશો. ભુલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.
With Saturn ruling over you till 23rd April, expenses will increase and you may end up spending unnecessarily. You will face challenges in your daily work. You will have negative thoughts. Take care of your health to avoid needing a doctor. Joint pains may trouble you. Pray ‘Moti Haptan Yasht’ daily.
Lucky Dates: 1, 2, 4, 7.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તેથી હિસાબી કામને પહેલા પૂરાં કરી લેજો. તમારા નાણા મેળવવામાં મુશ્કેલી આવશે. જરૂરિયાત વાળી વ્યક્તિને હમણાં મદદ કરવાથી આગળ જતા તમને મદદ કરવામાં પાછીપાની નહીં કરે. તબિયતમાં સારાસારી રહેશે. વડિલવર્ગ સાથે મતભેદ ઓછા થશે. લગ્ન કરનાર વ્યક્તિને મનપસંદ જીવનસાથી મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 5 ને 6 છે.
Since Mercury is ruling over you till 17th April, try to complete your financial transactions. You will face trouble getting your money back. Do not expect those you have helped, to return the favour. Health will be fine. Misunderstandings will reduce with the elderly. If you’re looking to get married, you could meet your potential spouse. Pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 2, 3, 5, 6.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધ્ધિના ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમારા કામમાં કચાસ નહીં રાખો. તમારા કામ સાથે બીજાના મદદગાર બનીને રહેશો. નાણાકીય બાબતમાં ફાયદો મળશે. કામમાં 18મી મે સુધી પ્રમોશન મળી શકશે. મિત્ર વર્ગમાં માનપાન મળી રહેશે. હાલમાં ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.
With Mercury ruling over you, you are advised to maintain peace and efficiency at work. You will help others while executing your tasks. Financial gains indicated. By 18th May, you might get promotion. Your friends will respect you. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 1, 2, 4, 7.
CAPRICORN | મકર: ખ.જ.
21મી એપ્રિલ સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારો સ્વભાવ ખૂબ જ ચિડીયો બની જશે. કોઈપણ કામમાં સફળતા નહીં મળતા દુ:ખ થશે. ભાઈ બહેનો સાથે મતભેદ થશે. નવ કામ લેવાની ભૂલ કરતા નહીં. નાણાકીય બાબતનો ખર્ચ વધી જશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Mars ruling over you till 21st April will make you irritable. Success will evade you and cause you pain. You may end up arguing with siblings. Avoid taking on new projects. Expenses will increase. Drive safely. To pacify Mars, pray ‘Tir Yasht’ daily.
Lucky Dates: 3, 4, 5, 6.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામમાં સફળતા મળશે. જે પણ ડિસિઝન લેશો તેમાં પણ સફળતા મળીને રહેશે. નવા કામ કરતા ચાલુ કામમાં સફળતા મળશે. ચંદ્રની કૃપાથી મુસાફરીનો ચાન્સ મળશે. ઘરવાળા સાથે મતભેદ પડેલા હશે તો તેને દૂર કરી શકશો. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5 ને 7 છે.
With Moon ruling over you till 23rd April, you will find success in all works. Your decisions will be fruitful. Your current work will yield greater success compared to new ventures. With the Moon’s blessings, travel is indicated. Misunderstandings within the family will clear. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times daily.
Lucky Dates: 1, 2, 5, 7.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
6ઠ્ઠી એપ્રિલ સુધી સૂર્ય જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં તમારૂં મન નહીં લાગે તેમજ બપોરના સમયે કંટાળો આવશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડિલ વર્ગની તબિયત ખરાબ થવાની ચિંતા માં રહેશો. તમારા જન્મના ગ્રહો જો ખરાબ હશે તો માથાના દુખાવાથી પરેશાન થશો. કોઈને ઉધાર પૈસા આપતા નહીં. દરરોજ 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, ને 6 છે.
Sun rules over you till 6th April, disallowing you to focus on work. You will feel lazy in the afternoons. You won’t find success in legal works. Poor health of elderly people will stress you. You might have headaches. Avoid lending money to people. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times daily.
Lucky Dates: 2, 3, 4, 6.
.