મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયું જ સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી સરકારી કામો સંભાળીને કરજો. વડીલવર્ગની તબિયત બગડતા વાર નહીં લાગે. તમે હાઈપ્રેશર જેવી બીમારીથી પરેશાન હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. રોજબરોજના કામ શાંતિથી કરજો. તમારી અગત્યની ચીજ વસ્તુ સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. લેતીદેતીના કામ કરતા નહીં. હાલમાં 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 30, 1, 4, 5 છે.
With Sun ruling over you this week, avoid doing government work. Take care of elderly people. Medication is advised for those troubled with high blood pressure. Stay calm at work. Avoid financial transactions. Be careful not to misplace important items. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 30, 1, 4, 5.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશાખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. જ્યાં ત્રણનો ખર્ચ હશે ત્યાં ત્રીસનો ખર્ચ કરશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. થોડીઘણી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી લેજો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. શુક્રની વધુ કૃપા મેળવવા ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 1, 2, 3 છે.
Fun times indicated till 14th May with Venus ruling over you. Spending will not affect your financial stability. Make wise investments. A favourite person will meet you. There will be love amongst spouses. Pray ‘Behram Yazad’.
Lucky Dates: 29, 1, 2, 3.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ગામ-પરગામ જવાના ચાન્સ વધી જશે. બીજાને સમજાવી શકશો. મિત્રો સાથે મળી નાની પાર્ટીનું આયોજન કરી શકશો. ઓપોઝિટ સેકસને તમારા મનની વાત કહી દેજો. કામ કરતા હશો ત્યાં નાનું પ્રમોશન મળશે. જે મળશે તે ખુશીથી લઈ લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 1, 4, 5 છે.
Venus’s rule indicates travel abroad. You will communicate successfully and will enjoy a gathering with friends. Express your feelings to the person of opposite gender. Promotion is indicated, which will be accepted by you. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 30, 1, 4, 5.
.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 6 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બને તો અગત્યના કામો છેલ્લે દિવસે કરવાની શરૂઆત કરજો. ઉતરતી રાહુની દિનદશા 4થી સુધી તમને પરેશાન કરશે તમને નાની માંદગી આપી જશે. અઠવાડિયાના છેલ્લા દિવસ ખૂબ જ સારી રીતે પસાર કરી શકશો. 4થીએ શરૂ થતી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 5 છે.
Rahu rules over you for six more days, so embark on any important work only after that. The descending rule of Rahu till 4th could result in a minor illness. The last day of the week will be well spent. From 4th, Venus takes over bringing you happiness. Pray ‘Mahabokhtar Niyaish’
Lucky Dates: 29, 30, 2, 5.
.
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના મોટા કામમાં તમને સફળતા નહીં મળે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. ઘરમાં ઘરવાળાનો સાથ સહકાર નહીં મળે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમને તમારી વસ્તુ પાછી મેળવવા ભાગદોડ કરવી પડે તો તે કરી લેજો. તમારા સગાસંબંધીને ત્યાં આવન જાવન બંધ કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 4, 5 છે.
Rahu ruling over you could cause trouble at work. While helping others, you could end up in trouble. Your family may not be supportive. A little hard work for getting your things back will be fruitful. Avoid visiting relatives for now. Pray ‘Mahabokhtar Niyaish’ daily.
Lucky Dates: 29, 1, 4, 5.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. હાલમાં થોડીઘણી એકસ્ટ્રા ઈન્કમ મળવાના ચાન્સ છે. ધર્મની જગ્યાએ જવાનું મન થાય તો યાત્રા કરી લેજો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળશે. રોકાયેલા પૈસામાંથી થોડા ઘણા પૈસા પાછા મેળવી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Jupiter ruling over you till 22nd May will bring you great success at your workplace. Finances seem good and you could earn extra income. If interested, travel to religious places. Your family will be very supportive. You might retrieve bad debts. Pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 30, 1, 2, 3.
.
LIBRA | તુલા: ર.ત.
હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા બધાજ કામો 23મી જૂન સુધી વીજળીવેગે પૂરા કરી શકશો. પૈસાને બચાવવાનું કામ પહેલા કરશો. નાનું રોકાણ કરવાના ચાન્સ મળશે તો જવા નહીં દો. ઘરવાળાનો સાથ સહકાર ભરપુર મળીને રહેશે જો તમારા લગ્ન નહીં થયા હોય તો થોડી મહેનત કરશો તો જીવનસાથી સાથે મુલાકાત થઈ જશે. ઘરનું વાતાવરણ સારૂં રહે તે માટે રોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 4, 5 છે.
Jupiter’s rule ensures that you will complete your work very quickly, till 23rd. Save money if you get the opportunity. Your family will be supportive. Hard work will help you meet the desired life partner. For peace at home, pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 29, 30, 4, 5.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં શનિની દિનદશા ચાલે છે તેથી 21મી મે સુધી ઘરમાં કામ કરનાર નોકર કે જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારા તમને મુશ્કેલીમાં મૂકી દેશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. ઘરમાં વડીલવર્ગની સાથે નાની વાતમાં મતભેદ પડતા રહેશે. તમે સાચા હશો તો તમારી સચ્ચાઈ બતાવી નહીં શકો. નાની બાબતમાં કંટાળી જશો. કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભૂલ કરતા નહીં. શનિનું નિવારણ કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
With Saturn ruling over you, till 21st, there could be issues to handle with workers at home or colleagues at work. Spending on unnecessary things will stress you. Misunderstandings with elderly people might occur and you won’t be able to prove your innocence. You will be annoyed over small things. Avoid making promises. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 30, 1, 2, 3.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારી બુધ્ધિ વાપરીને અગત્યના કામો કરી લેજો. હિસાબી લેતી-દેતીના કામ પહેલા પૂરા કરજો. તેમાં તમારે કોઈ પાસે તમારા લેણાના પૈસા લેવાના હોય તો પહેલા લઈ લેજો. બુધની કૃપાથી હાલમાં તમને તમારા ફાયદો જયાં થતો હશે ત્યાં નજર જશે. મિત્રોથી ફાયદો મેળવી શકશો. હાલમાં તમે ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 4, 5 છે.
Mercury rules you till 18th May, so you will intelligently complete all your important work. Cater to pending financial transactions first, and focus on what brings you profits. Your friends will prove beneficial. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 29, 30, 4, 5.
.
CAPRICORN | મકર: ખ.જ.
તમારી રાશિના માલિક શનિના મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો એટલે કે જ્યાં તમને લાભ વધુ મળતા હશે તેની ઉપર વધુ ધ્યાન આપશો. તમારી સલાહ લેનારને તમે સાચી સલાહ આપી તેનું દિલજીતી લેશો. બુદ્ધિનું બળ વાપરી તમારા દુશ્મનને નીચા નમાવી દેશો. જે કમાતા હો તેમાં કરકસર કરીને રોકાણ કરવામાં મુશ્કેલી નહીં આવે. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 30,1, 2, 3 છે.
Mercury ruling you makes you stingy, making you focus on elements that profit you. Giving true advice will help you win people over. Deal intelligently with your enemies. You will save money. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 30, 1, 2, 3.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં મગજનો કંટ્રોલ ગુમાવી દેશો નાની બાબત મોટો ઝગડાનું રૂપ લે તેવું ચાહતા હો તો હાલમાં કોઈની સાથે ખોટી વાતચીતમાં પડતા નહી. જ્યાં મન ન માનતું હોય તેવી જગ્યાએ જતા નહીં. તબિયતની ખાસ સંભાળ લેજો. મનગમતી વ્યક્તિ તમારા વિચારો ને સમજી નહીં શકે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવવાની ભૂલ કરતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 2, 4, 5 છે.
Since Mars rules over you, small things could irritate you. Avoid confrontations to keep big fights at bay. You will follow your heart and take care of your health. Your favourite person won’t understand your feelings. Avoid purchasing new household things for now. Pray ‘Tir Yasht’ daily.
Lucky Dates: 29, 2, 4, 5.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 24મી પહેલા નાની મુસાફરીએ જવાનો ચાન્સ મળી આવશે. ઘરનું વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે. મનથી જે કામ કરવા માગશો તે કામ પૂરૂં કરીને મુકશો. ઓપોઝિટ સેકસને તમારા મનની વાત જલ્દીથી કહી દેજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર થઈને રહેશો. રોજીરોટીમાં બરકત આવશે. ઘરવાળા તરફથી સાથ સહકાર ભરપુર મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 1, 4, 5 છે.
With Moon ruling over you, travel is indicated before the 24th. The going will be good at home and at work. Communicate your feelings to the person of opposite gender. Finances look stable. You will be helpful to others. You will be prosperous. Your family will support you. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 29, 1, 4, 5.
.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024