મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી તમને સુખશાંતિમાં દિવસ પસાર કરી શકશો. હાલમાં તમારા અગત્યના કામો પૂરા કરવા માટે કોઈની રાહ જાયા વગર તમારા કામને પૂરા કરવા પાછળ લાગી જજો. મનની વાત મનમાં રાખવા કરતા જેના ઉપર વિશ્ર્વાસ હોય તેને મનની વાત કહી દેજો. ઉતરતી ચંદ્રની દિનદશા તમને બીજા પાસેથી કામ કેમ લેવું તે બતાવી દેશે. મનગમતી વસ્તુ લેવામાં વિલંબ કરતા નહીં. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12 ને 14 છે.
Your days will pass peacefully and with ease till 25th June. Finish off all your important work without waiting for anybody. If somethings are bothering you don’t hesitate in conveying it to the person you trust, just pour your heart out. With the Moon’s rule coming to an end, you will be able to learn the art of getting your work done from others. If you are planning to buy something, this is the time to do it. Pray the 34th name ‘Ya Bestarna’ 101 times.
Lucky Dates: 10, 11, 12, 14.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
લાંબો સમય ચંદ્રની દિનદશા ચાલશે તેથી ઘરવાળા સાથે મુસાફરીનો પ્લાન બનાવી શકશો. જે પણ કામ કરતા હશો તેમાં ઉતાવળ કર્યા વગર શાંત મનથી કરજો. કરકસર કરવાથી ખરાબ સમયની અંદર પરેશાન ઓછા થશો. બાળકો પાસેથી સારી વાત જાણવા મળશે. કામકાજને કારણે ગામ-પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. 101નામ ભણી લીધા પછી 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
With Moon ruling over you, plan a family holiday. Whatever you are doing do it with cool mind and without any hurry. Start saving, it will help you in your bad times. You will learn something good from the kids. If you get chance to travel for work, don’t let it go. After praying 101 names, pray 34th name ‘Ya Bestarna’ 101 times.
Lucky Dates: 12, 13, 14, 15.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લુ અઠવાડિયું જ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી 15મી પહેલા ઓપોજિટ સેકસ કે ઘરવાળાના કામો પહેલા પૂરા કરી લેજો. 16મીથી સૂર્યની દિનદશા તમારા સ્વભાવમાં ચેન્જીસ લાવી દેશે. સરકારી કામોથી દૂર રહેજો. ઉતરતી શુક્રની દિનદશાને લીધે ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. જૂના કામ પૂરા કરશો. મિત્રોથી સારા સારી થતી રહેશે. હાલમાં ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13 ને 14 છે.
Only one week left in Venus rule, so try to finish family related work or things related to opposite gender. From 16th, Sun will start ruling you and it will bring changes in your mood and nature. Stay away from government work. You will be able to buy new thing for home. All the pending work will be done. Good time with friends is on cards. Pray ‘Beheram Yazad’ and with this chant 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 10, 11, 13, 14.
.
CANCER | કર્ક: ડ.હ.
15મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. લગ્ન કરવા માગતા હશો તો યોગ્ય જીવનસાથી મળી જશેે. તમે જો કોઈના પ્રેમમાં હશો તો તેના તરફથી સારા સમાચાર મેળવી શકશો. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં કસર નહીં રાખો. અચાનક ધનલાભ મળશે. ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.
Venus is ruling over you till 15th July, so good intentions of yours will be fulfilled. If you are planning to get married, the wish will come true as you will get nice life partner. If you are in love, chances of getting positive news seem bright. Travelling is on the cards. You will not leave a stone unturned to please your family members. Sudden money gains cant be ruled out. Don’t forget to Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 12, 13, 15, 16.
.
LEO | સિંહ: મ.ટ.
તમને ચમકતા શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. તમારા માથા ઉપરનો બોજો ઓછો કરી શકશો. તમારા કરેલ કામમાં સેલ્ફકોન્ફિડન્સ આવી જશે. સીધી રીતે ધન મેળવવાના રસ્તા શોધી શકશો. પૈસા મેળવવા માટે થોડીઘણી ભાગદોડ કરવી પડે તો કરી લેજો તેનાથી ફાયદો થશે. તમારા દુશ્મન તમારી સાથે મિત્રતા બાંધવાની કોશિશ કરશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
With Venus ruling over you, the botheration and load on you will be eased. With the work getting done fast, your self-confidence will be very high. You will be able to find ways of earning money. If you have to run around for money don’t shy away from it. Your foes will try to be your friends. To get blessings from Venus, pray ‘Behram Yazad’ without fail.
Lucky Dates: 10, 11, 12, 14.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 5મી જુલાઈ સુધી માથાનો બોજો વધી જશે. રાતની ઉંઘ ઓછી થતી જશે. ખોટા વિચારો આવ્યા કરશે. બીજા મોજમજાહ કરશે અને હેરાનગતિ તમારે ભોગવવી પડશે. જન્મના ગ્રહ ખરાબ હશે તો ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. ખર્ચ ઉપર કાબુ નહીં રાખી શકો. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.
Rahu will rule you till 5th July, so workload will increase many fold. unnecessary thoughts will hover over you and it will affect your sleep. Others will enjoy and you will have to toil. If your birth planets are not favourable, differences with spouse will increase. You will not be in a position to control your expenses. Pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 12, 13, 15, 16.
.
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મ અને જ્ઞાનના દેવતાના ગ્રહની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. નાના ફાયદા મળવાથી વધુ આનંદમાં રહેશો. ઘરમાં નવા મેહમાનો આવવાના ચાન્સ છે. તમે ચેરિટીના કામો માટે ના નહીં પાડો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11. 14, 16 છે.
With Jupiter ruling over you till 23rd July, you will not find any difficulty in getting support from your family members. You will be happy as small benefits will come your way very often. New member might be added to your family. You will not be in a position to say no to charity related work. Money matters seem to be very good. it’s a positive time for investment too. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 10, 11, 14, 16.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી સારા કામ થઈ રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. 23મી જુલાઈ સુધી ફેમિલીમાં થયેલા મતભેદને દૂર કરવા માટે તમે જો થોડી મહેનત કરશો તો ફેમિલીમાં આવેલ મુસીબત ને દૂર કરી શકશો. ધનલાભ મેળવવા માટે ભાગદોડ કરવાની જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરી ધનલાભ મેળવી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
With Saturn ruling you, Good deeds are bound to happen through you. You will be in a position to fulfill wishes of your family. If there is family dispute, with little efforts you will be able to resolve it till 23rd July. Don’t run around for money, instead use your brains and money will flow. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 12, 13, 14, 15.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તેથી પહેલા તબિયતની કાળજી લેજો. ખાસ કરીને શરદી-ખાસી સાંધાના દુખાવાથી પરેશાન થશો. તમારા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવશે. તમારી નાની ભૂલ તમાર દુશ્મન પહાડ જેવી બનાવી દશે. ઘરમાં નાની નાની બાબતમાં કચકચ થશે. ખર્ચ કર્યા પછી પણ સેટીસ્ફેકશન નહીં મળે. શનિનું નિવારણ કરવા માંગતા હો તો રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.
With Saturn ruling over, take care of your health. Especially, cough, cold and joint pains might trouble you. getting your own money back will be difficult. Your small msitake will look very big to others. At home, small things will take very big form. After spending money, you will not be satisfied. To calm ill effects of Saturn, pray ‘Moti Haptan Yast’.
Lucky Dates: 10, 11, 13, 16.
.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લા 9 દિવસજ બુધ્ધિના દાતા બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી બધા કામ બાજુમાં મૂકીને તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે દિવસ રાત એક કરી નાખજો. 18મી જૂન પછી તમારા પૈસા મેળવવા ખૂબ જ પરેશાનીમાં આવી જશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ થોડીઘણી કરકસર કરી લઈ લેજોે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
With just 9 days left of the Mercury’s rule over you, so just leave everything aside for a whil and start recovering the money you owe from others.After 18th June, you will find it very difficult to recover your money. If you are planning to buy something for the house, do it during this period. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 12, 14, 15, 16.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમે વાણીયા જેમ વિચાર કરતા થઈ જશો એટલે તમારા ફાયદાની વાત જાણવા મળશે. જે પણ કામ કરશો તેમાં પ્લાનીંગ કરી કામ કરજો. કોઈના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. ઘરવાળાને સાથ આપવા કોઈ કસર બાકી નહીં રાખો. નવા કામ શરૂ કરતા પહેલા ‘મહેર નીઆએશ’ ભણજો.
શુનકનવંતી તા. 10, 11, 12, 13 છે.
With Mercury ruling, you will be able to concentrate on the things which are beneficial to you. Do plan things before you execute them. You will be in a position to give right suggestion to someone and in the process will win his/her heart too. You will stand like a rock besides your family members and will not leave any stone unturned to help them out. Chances of diffrences with spouse are on the cards. You wil not be able to control your expenses. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 10, 11, 12, 13.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 24મી સુધીમાં તમારા મનને શાંતિ નહીં મળે. ભાઈ બહેન, મિત્ર તમારાથી નારાજ થશે. તમે સાચ્ચા હોવાછતાં તમારી સચ્ચાઈ બીજાને નહીં બતાવી શકશો. નોકરી પર સાથે કામ કરનારની સાથે ખોટી બોલચાલ થશે. બધા સાથે બોલવાનું ઓછું કરી દેજો. જ્યારે પણ ગુસ્સો આવે તો પાક પરવરદેગારનું નામ લેજો. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.
With Mars ruling over you till 23rd June, your temper will be very hot. Siblings and friends may not be satisfied with you. You will not be in a position to prove your innocence to others. Arguments at work place can’t be ruled out. When you feel anger is creeping up, start praying. Pray ‘Tir Yasht’ daily.
Lucky Dates: 10, 14, 15, 16.
.