મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા 10 દિવસ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાના બાકી છે. બને તો આજથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો. ઉતરતી ચંદ્રની દિનદશાને ધ્યાનમાં રાખી શાંતિથી આગળના પ્લાન બનાવજો. 25મી જૂન થી 28 દિવસમાં કોઈબી જાતના ડિસીઝન લેવાથી નુકશાનીમાં આવશો. નાણાકીય બાબતમાં કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ કરી દેજો. મનગમતી વ્યક્તિને મળી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 23, 27 છે.
You have to pass last few days under Moon’s rule. If possible, fulfill demand of your family members. While making any plans keep in mind that Moon’s rule is coming to its end. Don’t take any decisions during 25th to 28th June, it may cause you harm or loss. Save money and invest it. You will get a chance to meet the person you like. Pray the 34th name ‘Ya Beshtama’ 101 times.
Lucky Dates: 20,21,23,27.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા તમને ઘણું સારૂં ફળ આપશે. તમે જે પણ ડિસિઝન લેશો તેમાં ફેરફાર કરી નહીં શકો. તમે લીધેલા ડિસીઝનમાં તમારી સાથે બીજાને ફાયદો કરાવીને આપશો. રોજના કામકાજમાં તમારા કામો વીજળીવેગે પૂરા કરી લેશો. એકસ્ટ્રા ટાઈમમાં થોડીગણી મહેનત કરવાથી ઈન્કમ વધી જશે. તમને જે સાચુ લાગશે તે કહેવામાં અચકાશો નહીં. હાલમાં 101ના ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 22, 23 છે.
With Moon ruling over you till 26th July, the time will be very fruitful. Whatever decisions you will take you will not amend them. Others also will be benefitted from your decisions. Your daily chores will be done at lightning speed. By working hard in extra time, you will be able to generate more income. You will not shy away from speaking what you think is right or true. After praying 101 names, pray 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 18, 22, 23.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
5મી જુલાઈ સુધી સૂર્ય તમને શાંતિથી બેસવા નહીં દે. જ્યાં એક ચિંતા દૂર કરવા જશો ત્યાં સામેથી ત્રણ જગ્યાએથી ઘેરાયેલા હશો. તમારી ચીજ વસ્તુ તમને નહીં મળે. સામે પડેલી ચીજવસ્તુ તમને નહીં દેખાય. કામનો બોજો વધી જશે. વધુ ટેન્શનમાં રહેશો તો તબિયત બગડતા વાર નહીં લાગે. પ્રેશરની માંદગીથી પીડાતા હશો તો દવાદારૂમાં કરવામાં બેદરકાર રહેતા નહીં. સૂર્યને શાંત કરવા 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.
Sun will rule over you till 5th July, it will not allow you to seat still. Troubles will engulf you from all the side and continuous problems will dare you. You will not be able to see the thing which is lying in front of you. Workload will increase many folds. Take care of your health as stress and tension might have an effect on it. If you have pressure problem, then be very careful with the medications, take it on time and be safe. Chant 96th name ‘Ya Rayomand’ to calm the Sun.
Lucky Dates: 17, 19, 20, 21.
.
CANCER | કર્ક: ડ.હ.
શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી થોડામાં વધુ મેળવી લેશો. તમારા કરેલા કામ બીજાને વધુ ગમશે. અપોઝિટ સેકસનો સાથ સહકાર મેળવી લેશો. મુસાફરીનો પ્લાન બનાવશો તેમાં સફળ થશો. શુક્રની કૃપાથી મોજશોખ પાછળ ખર્ચ કરશો સાથે થોડુ ઈનવેસ્ટ પણ કરી લેશો. થોડી મહેનત કરવાથી ફસાયેલા નાણાની થોડી રકમ મેળવી શકશો. શુક્રને પાવરફુલ બનાવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.
With Venus ruling over you, things will fall in place for you and you will be in a position to take advantage of every situation. Your work will impress people around you and you will get good co-operation from opposite gender. If you are making any traveling plans, it will materialise and will be successful. Under the influence of Venus, expenses on marry making will increase, but try to invest some money as well. If you have some outstanding money to recover, try bit harder and you will get it back. To make Venus more effective, pray ‘Behram Yazad’.
Lucky Dates: 18, 19, 22, 23.
.
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી તમે શુક્રની છાયામાં રહેશો તેથી જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો ભુલ્યા વગર જલ્દીથી શરૂ કરજો. શુક્રની કૃપાથી નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારી કામ કરવાની જગ્યાએ કોઈપણ કામ માટે ના નહીં પાડો. તમારા ગુરૂને કારણે આગળ વધી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો બનશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 17, 20, 21 ને 22 છે.
With Venus ruling over you till 16th August, if you are planning to start any new work, the time is right. Chances of getting small promotion are on the cards. You will do everything possible to get things done at work place. Money matters seem to be fine. You will make new friends. Pray ‘Behram Yazad’ daily without fail.
Lucky Dates: 17, 20, 21, 22.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી તમે જ્યાં એક ડગલું આગળ વધશો ત્યાં રાહુની દિનદશા તમને ચાર ડગલા પાછળ ફેકી દેશે. નાણાકીય બાબતમાં ખૂબ જ ખેંચતાણ રહેશે. કોઈની મદદ લેવા જશો તે વ્યક્તિ તમને મદદ નહીં કરે અને તમારૂં અપમાન કરી નાખશે. નોકરી ઉપર ધ્યાન નહીં આપી શકો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. રાહુનું નિવારણ કરવા માગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.
Rahu will rule you till 5th July, and it will have an adverse effect on your progress. You will face acute financial crunch. If you will try to get help from someone, he/she might not help you instead chances are that he/she might insult you. You will not be able to concentrate on job on hand. If you want to lessen the effect of Rahu, pray ‘Mahabokhtar Niyaish’ regularly.
Lucky Dates: 17.18.19.23.
.
LIBRA | તુલા: ર.ત.
છેલ્લુ અઠવાડિયું જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી બની શકે તો ધર્મના કામો સારી રીતે કરી શકશો. આ અઠવાડિયામાં ફેમિલીની મુશ્કેલીઓને દૂર કરી શકશો. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. કોઈ જરૂરતવાળા વ્યક્તિને બને એટલી મદદ કરજો. રોજબરોજના કામ પૂરા કરી શકશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
This is the last week of Jupiter’s rule over you, if possible do some charity or religious activities. You will be in a position to solve family problems. Money seems to be good. Help any person who is in distress. Your day-to-day work will get completed very fast. Express your feelings to the person you like the most. Money flow will be constant. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 19, 20,21,22.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી ચેરિટિના કામો થશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. લગ્ન કરવા માગતા હશો તો લાઈફ પાર્ટનર મળી જશે. ગુરૂની કૃપાથી બને તેટલું સેવિંગ કરી લેશો. નવા કામ મેળવવામાં સફળતા મળશે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 23 છે.
With Saturn ruling you till 23rd July, charity related work will happen through you. Money will be good. You might get a small promotion too. If you are looking to get married, chances are that you might get a life partner during this period. Try to save as much as you can. Invest in share market. To get more help from Saturn pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 17,18,21,23.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા 10 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી તમને દરેક કામ કરવામાં આળસ આવશે. પોઝિટીવ વિચારને બદલે તમે નેગેટિવ વિચાર કરશો. કોઈનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થશે. પ્રોમીસ આપીને ફસી જશો. ઓછું બોલીને તમારૂં કામ પૂરૂં કરજો. નાણાકીય મુશ્કેલી આવશે. ઘરવાળા તમારી વાત નહીં માને. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.
You have still 10 days left to be spent under the Saturn’s rule. You will not feel like doing any work. Negative thoughts will engulf you and lack of positivity will harm you from all the sides. If you will try to do something good for someone, chances are that it will hurt you badly. Don’t promise anyone. Speak less act more, is the mantra for you during this period. Money matter will trouble you. Your family members will not listen to you. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 18, 19, 20, 22.
.
CAPRICORN | મકર: ખ.જ.
તમારે આજનો દિવસ જ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. તેથી હિસાબી લેતી દેતી પહેલા પૂરી કરી લેજો. કાલથી તમારે તમારા નાણા મેળવવા ભાગદોડ કરવી પડશે. તમારા પોતાના પારકા જેવું વર્તન કરશે. ધનનો ખર્ચ આવક કરતા વધી જશે. સાંધાના દુ:ખાવાથી કે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. કામકાજમાં કોઈ સાથે માથાજીક કરતા નહીં. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 17, 20, 21, 23 છે.
You have only one day to pass in peace. So, finish off money and accounting tasks today itself. From tomorrow you will have to run around to recover your money. Your relatives will behave with you like an outsider. Your expenses will be beyond what you earn. Joint pains or headache will trouble you. Don’t get in argument with anybody at work. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 17, 20, 21, 22.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બુધ્ધિ વાપરીને તમારા કામને સહેલા બનાવી દેશો. વાણીયા જેવા બની બચત કરજો. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત વધી જશે. બુધની કૃપાથી કામકાજ વધારવા ભાગદોડ કરવી પડે તો કરી લેજો. ધનની કમી નહીં આવે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે આગળ પાછળનો વિચાર નહીં કરો. બુધની કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 23 છે.
With Mercury ruling, you will find easy to apply your mind and finish off the work. Interact less with your siblings, otherwise you might end up in an argument with them. Your respect will rise at work place. If possible try hard to increase the work. Money will be very good. You will not think twice before fulfilling the demands of your family members. Pray ‘Meher Niyaish’ daily to get Mercury’s blessings.
Lucky Dates: 17, 18, 21, 23.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લુ અઠવાડિયું જ મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ભાઈ બહેનની સાથે ઓછું બોલવાનું રાખજો. કોઈ વ્યક્તિ ખોટી વાત કરી તમારા મગજને ગરમ કરાવી દેશે. અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જાય તેવા હાલના ગ્રહો છે. જયા રહેતા હશો ત્યા અડોશી પડોશી સાથે સંબંધ બગડી જશે. ઉતરતી મંગળની દિનદશા તબિયતને સારી નહીં રહેવા દે. મગંળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Pisces: You have just a week left under the rule of Mars. Be very careful while dealing with your siblings. Somebody’s harsh words might flare up your temper. Be careful with your things, chances are that you might leave it somewhere and then you might have to run around to find it. Relations with neighbours might not remain cordial. Health issues can’t be ruled. Pray ‘Tir Yazad’ daily.
Lucky Dates: 19, 20, 21, 22.
.