વિશ્ર્વ તંબાકુ સેવન વિરોધી દિવસ દર વરસે 31મી મેના દિવસે ઉજવાય છે. આ દિવસ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને દર વરસે એક થીમ સાથે તંબાકુથી થતી હાનિકારક અસરોના સંદેશ ફેલાવવામાં આવે છે.
આ વરસે 31મી મેને દિને ડો. અરનવાઝ હવેવાલા અને ડો. વિસ્પી જોખીએ માસીના હોસ્પિટલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.
ઉમેશ થાનાવાલા, અશોક પાટી, ડો. ખુરશીદ, ડો. બોમન ધાભર તંબાકુથી થતી બીમારીઓ વિશે બોલ્યા હતા. આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર ડો. રાજશ્રી કટકે, નીતિન કદમ અને સત્યેન્દ્ર પાલ સિંહ આહુજા હતા. મુખ્ય દ્વારના પ્રવેશ દ્વાર પર ઈન્સ્ટોલેશન અને સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આનું ઉદ્દઘાટન 26મી મે 2017ને દિને મિ. દારા પટેલ અને આરમઈતી કૂપર દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે સ્લોગન સ્પર્ધા રાખવામાં આવી હતી અને તંબાકુ સવેન વિરોધી દિવસના દિને ઈનામોની વહેંચણી કરવામાં આવી હતી.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025