ઘણીકવાર તે ખાતો નહીં, ને મોડી રાત વેર પોતાનાં રૂમની બહાર કોરીડોરમાં ફેરા આટા ખાયા કરી કંઈક વિચારનાં વમળમાં વીંટળાઈ જતો, અને અંતે તે બધાની અસર તેની તબિયત પર થવા લાગી.
તે રૂબાબદાર પીલતન જેવું શરીર ગરાવા લાગ્યું ને તે સુંદર બ્રાઉન આખોમાં ખાડા પડી જતા માલમ પડયા.
તેનો સ્વભાવ પણ ચીડીયો ને જરા જરામાં એકસાઈટ થઈ જતો બની ગયો, ને મોલી કામા તેને ઉશ્કેરી મુકતી હોવાથી હવે તે જવાન પોતાની બહેનો સાથ પણ મરઈ પડતો.
ને એક દિવસ ઘણું જ મોટું હલકું તે નણંદો ભોજાઈ વચ્ચે જાગી ઉઠયું. પહેલા તો અલબત્તઘણું જ સારૂં તે બન્ને બહેનોને પોતાની નવી ભાભી સાથ હતું, પણ જે દિવસથી મોલી કામાએ તે મોટી રીત જાંગુ દલાલને આપવા ફિરોઝ ફ્રેઝરને ના પાડી ઉશ્કેરી મુકયો કે દિલ્લા ફ્રેઝર એક વાઘણ મીસાલ મોલી સામે જઈ છેડાઈ પડી.
‘મોલી કામા, તેજ મારા ભાઈને ઉશ્કેરી મૂકી મારા લગ્નની રીત આપવા ના કહ્યું, ખરૂંની?’
મેં કંઈ તદ્દન જ નહીં આપવા નથી કહ્યું દિલ્લા, પણ તારો જાંગુ દલાલ પચીસ હજાર માંગેછ, ને હું પંદર સુધી આપવા કબુલ છું, એથી વધુ એક પાઈ નહીં.’
‘તારા પૈસા નથી કે તું આપવા કબુલ થાય.’
‘વેલ, મારા ફિરોઝના તે હવે મારાજ કહેવાય ને તે પર મારો હક વધુ છે.’
‘હકવાલી, તારૂં શું જાય છ મારો ભાઈ ગમે એટલી રીત આપે તેમાં?’
દિલ્લા ફ્રેઝર ચીચવાઈને બોલી પડી કે મોલી કામાએ ઠંડે કલેજે તેનો જવાબ આપી દીધો.
‘અલબત્ત મારૂં જાયછ, દિલ્લા શાને માટે દસ હજાર વધુ હું તારા જાંગુ દલાલને અપાવું? એ જો તુંને ખરેખરો લવ કરતો હોય તો તુંનેજ પરણે નહીં કે તારી રીતને? એમ તો મારો ફિરોઝ એક પણ પૈસાનર રીત વગર મને પરણેછની? એજ ખરો લવ કહેવાય.’
‘ઉંહ મનમાં ખાંડ ખાય તે જ તો કે ફિરોઝ તું ને લવ કરેછ.’
‘ત્યારે કોણને કરેછ?’
‘અલબત્ત, શિરીન વોર્ડનને પણ ફકત પોતાનું પોઝીશન રાખવા એ તુંને પરણેછ સમજી?’
તે ઘડીએ શિરીન વોર્ડન પોતાનાં રૂમની ગેલેરી પર જ ઉભી ઉભી તે બન્ને વચ્ચે થતી તકરાર સાંભળતી હતી, કે દિલ્લા ફ્રેઝર તરફથી તે છેલ્લા વાકયો સાંભળી તેણીનું જીગર ધપકી ઉઠયુું.
પછી મોલી કામા એકદમ ઉશ્કેરાઈ ગઈ.
‘તદ્દન જુઠી વાત છે, કારણ ફિરોઝે મને પોતે ખાત્રી આપીછ કે એ હવે મને જ લવ કરેછ.’
મોલી કામા, ફકત તારૂં મન મનાવવા ફિરોઝ એમ બોલેછ, પણ મારા ભાઈએ પોતાનું જીગર ફકત એકજ છોકરીને હમેશનું અર્પણ કરી દીધું છ અને તે શિરીન વોર્ડન છે. હું કેવું ઈચ્છુ જ કે શિરીન જ મારી ભાભી થતી હતે તો તેણી કદી પણ મારા ભાઈને ઉશ્કેરી મુકતે નહી. ગમે તે પણ હજી તેણીમાં પોતાનાં ખાનદાનનું ઉમરાવી લોહી વહે છ, જ્યારે ગમે તે કર પણ આખર કરેને તું એક કાપડ વેચવાવાલાનીજ છોકરી.’
(વધુ આવતા અંકે)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025