‘હલો શિરીન, શું મંમાની તબિયત પાછી બગડી આવી?’
‘નહી ફિલ, પણ મારા પપ્પા એકદમ સીક થઈ ગયાછ.’
ને પછીથી ટુુંકમાં તે વિગત તેણીએ ધ્રુજતા સ્વરે જણાવી નાખી કે ફિરોઝ ફ્રેઝરે તેણીને સંભળાવી દીધું.
‘હું હમણાં ઘેરે આવુંછ પછી આપણે નકકી કરીએ.’
એમ કહી ફિરોઝ ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને પણ તે મેસેજ ઝરી જુહાકને કહી પછી તેણી ઉપર પોતાનાં રૂમમાં એક નાનો બેગ ગોઠવવા લાગી ગઈ.
થોડીકવારમાં જ ફિરોઝ ફ્રેઝરે ત્યાં આવી પૂગી તેણીને જણાવી દીધું.
‘શિરીન, જો તું હમણાંજ રાતનાં જવા માંગતી હોય તો સામ તલાટી તુંને એની કારમાં લઈ જવા ખુશી છે.’
‘સામ તલાટી?’
તે દુ:ખી બાળાએ પોતાની આંખો અજાયબી સાથ પોખાલ બનાવી પૂછી લીધું કે તે જવાને પણ મકકમતાથી કહી સંભળાવ્યું.
‘હા સામ તલાટી મારી મોલીએ મને પૂછયું કે કોણનો ફોન હતો ને મેં જ્યારે વિગત જણાવી ત્યારે સામ તલાટી પાસેજ ઉભો રહી વાત સાંભળતો હતો ને અંતે તે તું ને સાથે લઈ જવા તૈયાર છે.’
‘પણ ફિલ, એ..એ સામ તલાટી એટલો ખરાબ એક મરદ હોવાથી હું મોડી રાતે તેની સાથ કદી એખલી જઈ શકું?’
‘કેમ નહીં શિરીન, તું ને વાંધો શું છે?’
‘મારી ઈજ્જતને ખાતર હું કદી તે મરદ સાથ એકલી નહીં જઈ શકું.’
એ સાંભળી ફિરોઝ ફ્રેઝરે પોતાનાં હોઠોને કપટથી વળ આપી ગુસ્સાથી કહી સંભળાવ્યું.
‘ઈજ્જત? હવે તારી આગળ ઈજ્જત રહીજ કાંહ જે તે તું જાળવી શકે?’
એ ઘાતકી બોલો સાંભળી દુ:ખી તે બાળાના કાનો કંપી ઉઠયા ને તેણી ઉશ્કેરાઈ જઈ બોલી પડી.
‘ફિલ… ફિલ, ખુદાને ખાતર જાસ્તી બોલી મારા જિગરને વધુ ઘાયલ કરશો નહીં. ઓ ખુદા…ખુદા, મને મદદ કર..મને મને કંઈબી રસ્તો બતાવ કે જેથી હું મારા પપ્પા આગળ જઈ શકું.’
પછી તે કમનસીબ બાળા તે જવાનનાં પગ આગળ ફસડાઈ પડી દયાની આરજુ કરી કકળી ઉઠી.
‘ફિલ…ઓ ફિલ, પ્લીઝ મને મારા પપ્પા આગળ લઈ જાવ મારી હવે આંય છેલ્લી જ મુલાકાત છે, તો પ્લીઝ… પ્લીઝ મોડું થાય તે આગમજ હું એવણને મળી શકું. કપટ કીનો, બધું..બધું ભુલી જઈ એમજ સમજો કે હાલમાં ખુદ તમારા પિતા મરણને કાંઠે પડયા છે.’
તે છેલ્લો વાકય સાંભળી ફિરોઝ ફ્રેઝરનો ગુસ્સો કીનો કપટ બધું પીગળી જઈ તેનાં જિગરમાં દયાનો ઝરો વહેવા લાગો કે તે જવાને તેણીને જમીન પરથી ઉઠાડી મૂકી બોલી સંભળાવ્યું.
(વધુ આવતા અંકે)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025