મહેરબાઈને વરસાદમાં ગોવા જવું ખૂબ ગમતું તેથી દર વર્ષે દસ સિનિયર સિટીઝનના કપલ સાથે તેઓ ગોવા ટ્રીપ જતા. વરસાદને માણવા જેને તેઓએ સુખની જાત્રા એમ નામ આપેલું હતું. આ વરસે પણ જવાનું નકકીજ હતું પણ વરસાદના દેવતાઓએ મુંબઈમાં પૂર લાવ્યું હતું. બધાજ કપલો ફોન કરી પૂછતા હતા કે ‘જવાસે કે નહીં?’ ‘કોઈ પ્લેન જશે કે નહીં?’
ટીવી ચેનલો પર ડુંબતા મુંબઈની તસ્વીર જોઈ તેઓ જાત જાતના વિચાર કરવા લાગ્યા. મેરવાનજીને એક આઈડિયા આવી! તેમણે મહેરબાઈને કહ્યું ! ‘બધાને ફોન કરી જણાવો કે બધા તેશ્તર-તીર-યઝદને પ્રાર્થના કરો. જ્યારે મહેરબાઈએ જણાવ્યું કે ‘તીર યઝદ’એ વરસાદને મોકલવા માટે જવાબદાર છે નહીં કે તેને રોકવા માટે.
‘તને કેવી રીતે ખબર?’ કારણ તમારી જેમ હું ફકત પાયદસ્ત કોલમ કોણની વિકેટ ગઈ તે સમજવા નથી વાંચતી. હું નોશીર દાદરાવાલાની રિલિઝિયસ કોલમ હમેશા વાચું છું. બધાએ ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગોવા જવાને આગલે દિવસે વરસાદ રોકાઈ ગીયો. એર-લાઈન્સની ફલાઈટો સામાન્ય રીતે પાછી શરૂ થઈ ગઈ. 22 પારસીઓ ખુશાલીથી મુંબઈના એરપોર્ટ પર જમા થયા.
એરપોર્ટ પર લૂંટના ભાવમાં ઈડલી, ડોસા, ફ્રેન્કિસ, કેકસ, પફ ખાવા માટે દોડયા. ફલાઈટનું ઉતરાણ ઘણુંજ સરળ રીતે થયું. બધાઓ ફાઈવસ્ટાર હોટલમાં પહોંચી જમવાના હોલમાં જઈ 2-3 કોકટેલ પછી જમવાનો કાર્યક્રમ પતાવ્યો. જમવાનું ઘણું જ સ્વાદિષ્ટ હતું. બપોરે એક ઉંઘ કારી ચા, સેન્ડવીચ અને સમોસા ખાધા. દરરોજનો ખાવા માટેનો આવોજ ધસારો હતો. સવારનો નાસ્તો, બપોરનું જમણ સાંજનો નાસ્તો અને રાતનું જમણ જે છાટા પાણી વગર કેમ થાય?
મહેરબાઈ અને એમના ધણી જે દરરોજ સાંજે બીચ પર લોન્ગ વોક પર જતા અને રાતના જમ્યા પછી હાઉઝી, ગોવાના ગીતો અને ડાન્સ કાર્યક્રમ, મેજીક શો જેવા કાર્યક્રમો થતા. નેન્સી ‘ધી ફેન્સી’ એટલા માટે કહેવાતી કે તેના ફેન્સી કપરા સાથે મેચિંગ દાગીનાઓ પહેરતી અને સૌથી વધુ તેઓજ નાચતા હતા. જ્યારે ફ્રેની ફટાકરી તેના કપડા દિવસમાં પાંચ ગેહો બદલાતા તેમ બદલાતા હતા. જેમાં મેચિંગ બુટ, કાનની ઈયરીંગ્સ, સ્કાર્ફ, હેન્ડબેગ બધુંજ મેચિંગ વાપરતા હતા. આ બધા લોકોમાં એકજ કપલ એવું હતુ કે જે બધાથી અલગ હતું અને જે પોતાનામાં જ ખોવાયેલું હતુ જેનું નામ લવ બર્ડ પડેલું.
બધાજ લોકો લંચ માટે બોગમાલો બીચ પર ગયાં જ્યાં તેઓએ ખાસ ગોવાની કોલમીની કરી સાથે ચાવલ ખાધા અને કહ્યું કે ગોવાની કોલમીની કરી સાથે ચાવલ નહીં ખાઈએ તો પાપ લાગે અને ચીનવદપુલ પરથી યુ-ટર્ન મારીને પાછું આવવું પરે!
દરેક વ્યક્તિએ મધ્યમ કદની કોલમી અને ચિર્લ્ડ બીયરઓર્ડર કરી. ‘માકો’ જે હોટેલનો ચાલાક માલિક હતો. જેણે મોટી સાઈઝની કોલમીના પૈસા બિલમાં ઉમેર્યા જે ત્રણગણા વધારે હતા. 4-5બાનુઓ તે માકા પાસે જઈ ગાળો ભાંડી આવી અને તે માકો એટલો ગભરઈ ગીયો કે તેણે કહ્યું તમુને લોકોને બિલ ભરવાની કંઈ જરૂર નથીજી તમે બધું ફ્રીમાંજ ખાઈ શકોછ. પણ આપણે પારસીઓ સાદા અને ભોળા છીએ એટલે બાનુઓએ જેટલું ખાધું તેટલા પૈસા આપી દીધા. બપોરના જમણ પછી આરામ કરી સાંજે આપનું પારસી ગ્રુપ મડગાંવના માર્કેટમાં શોપિંગ કરવા ગયું. પારસીબાનુઓએ કંઈ કેટલી જાતના કાજુ લીધા હોશે જાને કે મુંબઈમાં કાજુ મલતાજ ન હોય અને માટીડાઓ વાઈન લેવામાં પડયા કારણ મુંબઈથી 30ગણી સસ્તી વાઈન અહીં ગોવામાં મલતી હતી.
ત્રણ દિવસ ભરપુર ખાઈ-પી- મજા-મસ્તી કરી ગ્રુપ દાબોલીમ એરપોર્ટ પર આવી ગીયું અને બૈરાઓએ પાછી શોપિંગ કરી.
તેઓ આમચી મુંબઈ પાછા ફર્યા અને ત્યારે તેઓને યાદ આયું કે ગોવામાં હતા ત્યારે એકજ વાર ઝરમર વરસાદ પડેલો તો તેને વરસાદમાં ગોવા ગીયા તેમ કેમ કહેવાય? બધાએ નકકી કર્યુ ચાલો 2017નો વરસાદ પૂરો થાય તે પહેલા પાછા ગોવા જઈએ અને આ લેખ છપાય તે પહેલા ગોવા જવાની 22ટિકીટો બુક થઈ ગઈ હશે!!
- Journey To The Inner World - 11 January2025
- Meherbai’s Mandli Hold Last Party Of The Year! - 28 December2024
- The Face Of Jesus And The Face Of Judas - 21 December2024