શુધ્ધતા અને સંપૂર્ણતા એટલે ખોરદાદ

જરથોસ્તી કેલેન્ડર પ્રમાણે ખોરદાદ એ ત્રીજો મહિનો છે જેનો અર્થ થાય છે શુધ્ધતા અને સંપૂર્ણતાના આશિર્વાદો. ખોરદાદ એ  શુધ્ધ પાણીના પ્રાયોજક સાથે સંપૂર્ણતાની ગુણવત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ખોરદાદ અને અમરદાદ માનવજીવનના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરતા બે ખ્યાલો – સંપૂર્ણતા અને અમરત્વ.

ખોરદાદ યસ્તમાં, ખોરદાદ સંદર્ભિત એમ કહેવામાં આવે છે કે બધીજ ઋતુઓ સમયસર આવે. બીજા શબ્દોમાં કહીએ તો ખોરદાદ ઋતુઓનું સંતુલન અને બદલાતી મોસમ માટે જવાબદાર છે. સર્જક અહુરા મઝદાએ સ્પીતમાન જરથુષ્ટ્રને જણાવ્યું કે ખોરદાદની રચના પ્રામાણિક માણસોની ખુશી અને આનંદ માટે કરી છે અને તેઓ મદદ માટે ખોરદાદ અને અમરદાદને આમંત્રિત કરી શકે છે. દરેક જરથોસ્તી સત્ય, સદગુણોને આધારે ખોરદાદ અથવા શુધ્ધતા અને સંપૂર્ણતાને આધારે આશાના સિધ્ધાંતને અનુસરવાની અપેક્ષા રાખે છે. જે માત્ર આશા દ્વારાજ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ, શું સંપૂર્ણતા શક્ય છે? ઘણા એવી દલીલ કરે છે કે આપણે એક અપૂર્ણ દુનિયામાં જીવીએ છીએ! પરંતુ જરથોસ્તીઓ પ્રમાણે આપણે એક અપૂર્ણ દુનિયામાં જીવી રહ્યા નથી, પણ સંપૂર્ણ દુનિયામાં જીવીએ છીએ!

જરથોસ્તીઓ માને છે કે મનુષ્ય વ્યક્તિગત સ્તર પર કરવામાં આવેલી  નૈતિક પસંદગીઓ અનુસાર સુખ અથવા દુ:ખને શોધી કાઢે છે. સસાનિયન સમયમાં વિચારો ઉભરી આવ્યા હતા કે સિદ્ધાંતને અનુસરતા અહુરામઝદા (દેવ) સારા અને ખૂબ શક્તિશાળી છે, પરંતુ સર્વશકિતમાન નથી. દ્રુષ્ટ આત્માઓની રચના અહુરામઝદાએ નથી કરી અને મરણ, બીમારીઓ, તકલીફો માટે અહુરામઝદા જવાબદાર નથી. વિચારીએ તો ‘સારા લોકો માટે ખરાબ બાબતો કેમ થાય છે.’ સામાન્ય અવલોકનો સાથે સુમેળ સાધ્યો છે તે આપણા માટે તેમના માર્ગોનું મુલ્યાંકન નથી કરતા તે બદલી શકાતું નથી. ચર્ચા કરીએ તો શું ભગવાન સર્વ શક્તિમાન છે કે નહીં પણ તે બાબતમાં મને રસ નથી. હા, પરંતુ દુષ્ટની ઉત્પતિ પર એકથી વધુ સિધ્ધાંતો છે જે હું સ્વીકારૂં છું. કદાચ અશો જરથુષ્ટ્ર, જિસસ અને મોહમ્મદને આનો જવાબ ખબર હશે, પરંતુ રહસ્યવાદીઓ સત્યના તેમના ક્ષણમાં શું અનુભવે છે તે શબ્દોમાં વ્યકત કરી શકાતા નથી. રહસ્યવાદી અનુભવ વ્યક્ત કરવાની  પ્રક્રિયામાં, સાચો સાર ખોવાઈ જાય છે. કોઈ આશ્ર્ચર્ય નથી કે અશો જરથુષ્ટ્ર દ્વારા પ્રાપ્ત થયેલા રહસ્યવાદી પ્રકાશનનું અર્થઘટન કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ બ્રહ્માંડના ઊંડા રહસ્યોના મૂળ, અમારા અનંત મર્યાદાવાળી બુદ્ધિ સાથે આપણે સમજી શકીએ નહીં. છ ઇંચના સ્કેલ સાથે પેસિફિક મહાસાગરને માપવા સમાન છે. હું સ્વીકાર કરૂં છું કે મને ખબર નથી કે દુષ્ટ કોણ છે અને શા માટે?  જો કે, હું શું જાણું છું અને અન્યને જાણવામાં મદદ કરૂં છું કે જ્યારે ખરાબ વિચારો આવે ત્યારે શું કરવું જોઈએ અથવા શું ન  કરવું જોઈએ. ગૌતમ બુદ્ધે આ અંગે એક મહાન કવાયત કરી હતી. જ્યારે એક તીરનો સામે ઘા થાય છે તો તેે શોધવામાં સમય ખરાબ કરવો નહીં. વાસ્તવિક અને તાત્કાલિક જરૂરિયાત દુ:ખ, પીડા અને અગવડતા દૂર કરવા પહેલા જરૂરી છે અને બિનજરૂરી પર સમય બગડવાનો નથી.

માનવ મનમાં સંઘર્ષ એટલો જ છે. ભૂકંપ કે સુનામી કોણે કર્યા અને શા માટે? મારા મિત્રનું બાળક આંધળું અથવા બહેરૂં થયું છે? મારા પિતા ધુમ્રપાન કરતા નથી અને છતાં પણ તે કેન્સર અથવા હૃદયરોગથી પીડાય છે? આપણી સામે આફત આવી છે. તે કોણે બનાવ્યું અને શા માટે? સમસ્યાને કોણ ઉકેલવા જઈ રહ્યું છે? તેના બદલે, સમસ્યાનો ઉપાય અથવા તેના ઉકેલનો માર્ગ શોધવો વધુ જરૂરી છે.

ખોરદાદનો આ પવિત્ર મહિનો આપણને આપણા વિચારો, શબ્દો અને કાર્યોમાં શુદ્ધતા લાવવા માટે મદદ કરે છે અને આશાના માર્ગ પર ચાલવાથી શક્ય તેટલું શ્રેષ્ઠ રીતે આપણા જીવનને પૂર્ણ કરવા તરફ દોરી જાય છે.

Noshir H. Dadrawala
Latest posts by Noshir H. Dadrawala (see all)

Leave a Reply

*