ગામમાં રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો, બાપુને ખુબ ગમતો પણ પત્નીએ ના પાડી, ‘રાતે તમે મોડા આવો, હું ક્યાં સુધી જાગુ?’ અગિયાર વાગે પાછો આવી જઈશ કહીને બાપુ ગયા. ડાયરામાં મોજ પડી ગઈ ટાઈમનુ ભાનજ ના રહ્યુ, રાતે 1 વાગ્યે ઘડિયાળ પર નજર પડી બાપુના મોતિયા મરી ગયા,
ચંપલ હાથમાં લઈને ઘર ભણી દોડતા જાય અને હર હર મહાદેવ બોલતા જાય, ડાયરામાં ભજનની ઝમઝમાટી હોય એટલે શિવ ભગવાન પણ ત્યાં જ હતા, તે બાપુની વ્હારે આવ્યા, ‘ભક્ત, શુ પરેશાની છે?’
બાપુ: પ્રભુ, તમે મારી જોડે ઘરે ચાલો, હુ બારણુ ખખડાવું ત્યારે તમે મારી આગળ ઉભા રહીને ઘા ખમી લેજો, મારી પત્ની આજે મને નહિ છોડે,
શિવ: વત્સ, તારી પત્ની તને કેમ મારશે?
બાપુ: પ્રભુ, ડાયરામાં અગિયારનું કહીને આવ્યો હતો.
શિવ: તો કેટલા વાગ્યા અત્યારે?
બાપુ: પ્રભુ દોઢ વાગ્યો.
શિવે દોઢ વાગ્યા સાંભળ્યુ તો તેમણે પણ દોટ મૂકી.
બાપુ : પ્રભુ શું થયું?
શિવ દોડતા દોડતા કહે, ‘હું સાડા બાર નું કહીને આવ્યો હતો’!!
પત્ની એટલે પત્ની…
કોઈ ની પણ હોય.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025