શાંતિનું શાસન અને આબાદીનો વરસાદ ઉજવશે તિરાગનનો તહેવાર

તીર (તેસ્ટર) જે દેવતત્વની અધ્યક્ષતાનો સિરીઅસ તારો છે જે રાત્રે આકાશમાં પૃથ્વીના તમામ ભાગોમાંથી દેખાતો તેજસ્વી તારો છે. સિરિયસ બોલચાલની ભાષામાં ‘ડોગ સ્ટાર’ તરીકે ઓળખાય છે, સૌથી પ્રાચીન સંસ્કૃતિના લોકો સિરિયસને પૃથ્વીના બીજા કે આધ્યાત્મિક સૂર્ય તરીકે જોતા હતા.

પારસી ધાર્મિક ગ્રંથોમાં, તેસ્ટર-તિરને તેજસ્વી, તારા તરીકે ગણવામાં આવે છે તેને વરસાદ લાવવાના તારા તરીકે ઓળખવામાં આવે છે. તે મૂળરૂપજોવા જઈએ તો ચોમાસાનો તહેવાર હતો અને જુલાઈ મહિનામાં જ્યારે ખેતીનો સમય હોય ત્યારે મોસમી કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે. તેવી જ રીતે, પ્રાચીન ઇજિપ્તવાસીઓએ નોંધ્યું હતું કે જુલાઈ મહિનામાં, સીરિયસ તારો પૂર્વીય ક્ષિતિજમાં જોવામાં આવે છે. નાઇલ નદીમાં સામાન્ય રીતે પૂર આવી અને ધરતીને લીલીછમ કરી નાખે છે. આ રીતે, નાઈલ નદીનું પૂર અને વધતો જતો સિરીયસ તારાને પણ પ્રાચીન ઇજિપ્તના નવા વર્ષના ચિહ્ન તરીકે જોવામાં આવે છે. પ્રાચીન ગ્રીક લોકોએ એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે સિરિયસ તારો જેની શરૂઆત ગરમ અને ભેજવાળી ઉનાળાની મોસમમાં થતી જેના લીધે છોડવાઓ નમી જતા અને પુરૂષો પણ થાકી જતા હતા. તારાના દેખાવને પગલે આ સિઝનમાં ‘ડોગ ડેઝ ઓફ સમર’ તરીકે ઓળખાય છે.

તિરાગનનો તહેવાર પ્રાચીન ઇરાનમાં મોટા પ્રમાણમાં ઉજવાયેલા મોસમી તહેવારોમાનો એક છે, અને યહુદી તાલમુદમાં પણ તેનો ઉલ્લેખ છે. નવરોઝ ઠંડા શિયાળાની ઋતુ પછી નવા જીવન અને વસંતની ઉષ્ણતાની ઉજવણી કરે છે અને મેહરાનગન પાનખરમાં પાકની ઉપજની ઉજવણી કરે છે. તિરાગન ઉનાળાના ગરમી અને જીવન-આપતી વરસાદનું સ્વાગત કરે છે.

તિરાગન મુખ્યત્વે તીરની દંતકથાની સાથે સંકળાયેલું છે, જેનો જશ તીર યશ્તને આપ્યો હતો અમે તેજસ્વી ખ્વારહ તારા તીશત્ર્યાનું સન્માન કરીએ છીએ. જે અલૌકિક તીર ઝડપથી વૌરૂ-કાશા સમુદ્રમાં ઉડે છે તે ઈરાનનો શ્રેષ્ઠ તિરંદાઝ ઈરેકશાનું છે અને અહુરા મઝદા તેને સહાય આપે છે.

ઈરેક્સશા અથવા પહલવીના આરીશ શિવતીરની દંતકથા જે ફિરદોશીના શાહનામામાં પણ જોવા મળે છે. ઈરેકશા અથવા ‘આરિશ ઓફ ધ સ્વીફટ એરો’ જે ઈરાનીયન સૈન્યનો ધુનર્ધારી યોધ્ધો હતો. પૂર્વ ઈતિહાસના ઈરાન અને તુરાનના શાહમીનોચેર અને અફ્રાસ્યાબે શાંતિથી રહેવાનો નિર્ણય લીધો અને સમંત થયા કે આરિશ ઈરાનના ઉત્તર બાજુએ આવેલા દેમાવંદ પર્વતપર ચઢી તીર ઉડાવશે અને જે બન્ને રાજ્યોની સરહદ બનશે. આરીશે ઉડાવેલ તીર બપોરે જુહુનના કાંઠે પડયું ત્યારે તીર રોજ અને તીર માહ હતો. આમ તિરાગનનો તહેવાર શાંતિ અને સ્વતંત્રતાની ભાવના તરીકે પણ ઉજવે છે.

પર્સિયન રિવાયત ઈરાનમાં એક લખાણની વાત કરે છે (જે ભારતના નવસારી શહેરના જરથોસ્તી ધર્મગુરૂઓ અને ઈરાનના જરથોસ્તી ઇર્મગુરૂ વચ્ચે). જે ઈરાનીયન અને તુરાનીયન વચ્ચેની અથડામણ વિશેની છે. શાહ ફરેદૂને કરાર હેઠળ ઈરાન અને તુરાનને અલગ પાડયું હતું પરંતુ તુરાનિયનોએ અફરાસિયાબ હેઠળ કરારનો ભંગ કર્યો હતો. ‘તીર’ને રોજ તીર અને માહ તીરને દિને છોડવામાં આવ્યું હતું અને અફરાસિયાબ અને તુરાનિયનોએ ઈરાનને છોડી દીધુ અને તેમને તુરાન પહોંચતા દસ દિવસ લાગ્યા અને એ દસમો દિવસ ગોવાદ રોજ હતો (સારી હવાને અર્પણ) તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો અને આઠ વર્ષનો મુસદ્દો પૂરો થઈ ગયો હતો અને ઈરાન અને તુરાન બંને માટે શાંતિ અને સમૃદ્ધિનો પ્રારંભ કર્યો હતો.

મરહુમ પ્રો. ડો. મેરી બોયસે એમની પુસ્તક ‘પર્સિયન સ્ટ્રોગ હોલ્ડ ઓફ ઝોરોસ્ટ્રોનિઝમ’માં ઈરાનના યઝ્દમાં જરથોસ્તીઓના રિવાજનો ઉલ્લેખ છે. તિરાગનના દિવસોમાં તેઓ તેમના કાંડા પર મેઘધનુષ રંગનું બેન્ડ પહેરે છે આ બેન્ડ તેઓ દસ દિવસ સુધી પહેરી રાખે છે. આ મેઘધનુષ બેન્ડમાં ધર્મગુઓ નાની પ્રાર્થનાઓ લખે છે અને તેને તીર રોજ અને તીર માહને દિને પહેરવામાં આવે છે. આ રંગબેરંગી બેન્ડ તેઓ સારાનસીબ માટે પહેરે છે. દસ દિવસ એટલે ગોવાદ રોજને દિને તેને નદીમાં પધરાવી દેવામાં આવે છે. આ સમયમાં બાળકો સ્વીમીંગ પુલ અથવા ગામની નદીઓના પાણીમાં રમી આનંદ મેળવે છે.

તીર યશ્તમાં તિત્ર્યિાને આહવાન કરી મદદ, સારૂં આરોગ્ય અને વરસાદની માગણી કરવામાં આવે છે.  જો માનવો યાસ્ના સાથે મારૂં આવાહન કરશે તો હું દુનિયાને વરસાદ આપી જમીનને સમૃધ્ધિ આપીશ. તીર યશ્ત ફકત માનવને નહીં પરંતુ જાનવરોને તથા બધી જ કુદરતની બધીજ લીલોતરીને સુખ આપે છે.

Noshir H. Dadrawala
Latest posts by Noshir H. Dadrawala (see all)

Leave a Reply

*