તે બેટો ત્યારે એ લેકચર સમજવાનાં મુડમાં હતો નહીં કે તેને ફરી ફેરાં આંટી મારવાના શરૂ કરી દીધા.
અંતે સવારનું ઝઝકલું થતાં ‘ડરબી કાસલ’નાં તે ભવિષ્યનાં વારસે પોતાનો પહેલો સાદ આ જગતમાં સુનાવી પોતાનો જન્મ લઈ લીધો.
કુલ કુદરત ત્યો ખુશાલીથી ખીલી ઉઠી. સુર્ય નારાયણનાં ઝાંખા કિરણો તે કાસલ પર પડી તે નાના જીવને આવકાર આપી રહ્યા ને બગીચામાંના સુંદર ફુલો સવારની ઠંડી લહેકીમાં ગેલ કરતાંજ માલમ પડયા.
તે મોટા ડોકટરે બહાર આવી તે અધીરા થતાં બાપને મુબારકબાદી આપી દીધી.
‘કોન્ગ્રેચ્યુલેશન મી. ફ્રેઝર એક ઘણાંજ સુંદર બેટાના તમો ડેડી થયાછ.’
‘મારા વાઈફ કેમ છે, ડોકટર?’
જાણે તે મુબારકબાદી સાંભળીજ નહીં હોય તેમ તે હેતવંતા ધણીએ ઈંતેજારીથી પૂછી દીધું.
‘તદ્દન ઓલરાઈટ, પણ એવણને હવે રેસ્ટની જરૂર હોવાથી કોઈ ડિસ્ટર્બ નહીં કરે તો બેટર થાય.’
‘ઓ પ્લીઝ, પ્લીઝ ડોકટર ફકત પાંચ મીનીટ હું મળી શકું?’
ને ત્યારે મોઘમમાં હસીને તે મોટા ડોકટરે પોતાનું માથું હકારમાં ધુણાવી નાંખ્યું જાણે પોતાની આટલા વરસોની પ્રેકટીસમાં તેને બધા નવા થતા ડેડીઓ તરફથી એજ સવાલો પુછતાં ટેવાઈ ગયેલો હોય તેમ તેને પોતાની પરવાનજી આપી દીધી.
ફિરોઝ ફ્રેઝર ત્યારે ધસારાબંધ પોતાની વાઈફ આગળ પુગી જઈ તે પરસેવાથી ઠંડા થઈ ગયેલા કપાળ ઉપર એક મીઠી કીસ અર્પણ કરતાં હેતથી બોલી પડયો.
‘શિરીન, કેમ છે મારી ડાર્લિંગ?’
‘હવે મઝાની છું પણ ફિલ તમોએ નાલ્લાને જોયો?’
‘નહીં ડાર્લિગ, હું સીધો તારી આગળ જ આયો કારણ મારે મનથી દુનિયામાં કાંઈ પણ ચીજ તારા કરતાં વધુ કીમતી છેજ નહી, મારી શિરીન.’
તે ફિકકા પડી ગયેલા તેણીનાં હોઠો પર પોતાનાં સેજ અળગા દાબી દેતાં તે ધણીએ પુર જુસ્સાથી બોલી દીધું.
ઉપલા બનાવને સત્તર વરસો પાણીના રેલા મીસાલ વડી ગયા પણ તે છતાં આજે પણ તે ‘ડરબી કાસલ’ પોતાની જગ્યાએ પુર મગરૂરી સાથ ખડો હતો.
(વધુ આવતા અંકે)
- કરાણી અગિયારીની 178માં સાલગ્રેહની ઉજવણી - 22 February2025
- યંગ રથેસ્ટાર્સ દ્વારા અનાજ વિતરણનું આયોજન - 22 February2025
- ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ ચેમ્પિયન્સ સસ્ટેનેબિલિટી - 22 February2025