10મી નવેમ્બર 2017ની સંધ્યાકાળે પારસી/ઈરાની જરથોસ્તી સમુદાય સાઉથ મુંબઈના ગરવારે કલબમાં એકઠા થયા હતા.
પારસી અચીવર્સ એવોડર્સ નાઈટ 2017ની (ઝાન 2017) ઉજવણી ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ ઈન્ડિયા દ્વારા પારસી/ઈરાની જરથોસ્તીઓને ઉત્કૃષ્ટ સિધ્ધિઓને માન આપવાના હેતુથી રજૂ થઈ હતી. જેઓની સિધ્ધિઓને લીધે આપણે તેમને અલગથી ઓળખી શકીયે છીએ જેનાથી આપણા જરથોસ્તી ઝંડાને હમેશા ઉચ્ચ સ્થાને લહેરાવી શકીએ છીએ. ઝાન એ ઝેડટીએફઆઈનો મુખ્ય કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની આગેવાની ઝેડટીએફઆઈના ગતિશીલ ટ્રસ્ટી યાસ્મિન મિસ્ત્રી, ચેરપર્સન માણેક એન્જિનિયર, ઝરી જહાંગીરજી, કેરસી રાંદેરિયા, ઝર્કસીસ માસ્તર દ્વારા આગેવાની લેવાઈ હતી. વિજેતાઓને પસંદ કરવાના મુશ્કેલ કાર્યને પરિપૂર્ણ ઝાન 2017 જ્યુરી દ્વારા લેવામાં આવ્યું હતું જેમાં હોમાઈ દારૂવાલા, બર્જીસ દેસાઈ અને સામ બલસારાનો સમાવેશ થાય છે.
આકર્ષક લાગતા યાસ્મિન મિસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘હું માનું છું કે પ્રત્યેક સિધ્ધિમાં તફાવત છે અને કોઈપણ પ્રાપ્તકર્તા ધ્યાનબહાર ન જવું જોઈએ. આજની રાત, અમે અમારા સમુદાયના અગ્રણી સભ્યોની સિદ્ધિઓ અને સફળતાની ઉજવણી માટે તથા સૌથી અગત્યનું, અમારા સફળકર્તાઓને સન્માનિત કરવા માટે ભેગા થયા છે.
ઝેડટીએફઆઈ અને જોઈન્ટ એમડી માસ્તર ગ્રુપ ઓફ કંપનીના જોઈન્ટ એમડી ઝર્કસીસ માસ્તરે કાર્યક્રમની શરૂઆત કરી. સમુદાય અને સિધ્ધિઓની પ્રશંસા કરી તથા ભારતના પારસી ટ્રસ્ટ ફંડસ સાથે ટ્રસ્ટી તરીકે તેમના નવવર્ષના પરિપૂર્ણ અનુભવો વહેંચ્યા હતા. ચીફ ગેસ્ટ નાદિર ગોદરેજને યાસ્મિન મિસ્ત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. નાદિર ગોદરેજે આ કાર્યક્રમ માટે એક ખાસ કવિતા લખી હતી જે બધા સામે પોતાના અલગ અંદાજે રજૂ કરી હતી. કાર્યક્રમનું ખાસ ધ્યાન ખેંચે તે બાબત ઝાન 2017નો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ નાદિર ગોદરેજના હસ્તે પારસી થિયેટરના જાણીતા અભિનેતા દિન્યાર કોન્ટ્રેકટરને આપવામાં આવ્યો હતો.
ઝાન 2017થી અમારા સમુદાયમાંથી સત્તર અચીવર્સઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં નીચે મુજબના સમુદાયમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ત્રણ નવી ઓળખોને પણ રજૂ કરવામાં આવી હતી.
આ અકલ્પિત તારાઓથી ભરપૂર રાતનો યાસ્મીન મિસ્ત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024