હસો મારી સાથે
બા: મેં આજે ટોકીઝ માં પા પિકચર જોયું ..
બાપુ: ડોબી ગઈ હતી તો આખું જોવું તું ને પા કેમ જોયું?
***
ગણિત શિક્ષક: બેમાંથી બે જાય તો કેટલા રહે?
ચિન્ટુ: સર, સમજણ નથી પડતી. કોઈ ઉદાહરણ આપીને સમજાવોને .
ગણિત શિક્ષક: ધારો કે, તારી પાસે બે રોટલી છે, તું બંને રોટલી ખાઈ જાય તો પછી તારી પાસે શું વધે ?
ચિન્ટુ: સર, શાક.
***
પ્રશ્ર્ન: પત્નીને બેગમ કેમ કહેવાય છે?
જવાબ: કેમ કે લગ્ન પછી તેના બધા ગમ તેને પતિના ભાગે ચાલ્યા જાય છે એટલે પત્ની બની જાય છે બેગમ.
***
પિતા: રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?
રાજુ: કારણ કે આ વિષય ના બધા પ્રશ્ર્નો તે સમયના હોય છે જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024