આ વર્ષે જીએસટીના માહોલ વચ્ચે પણ 2017ને વિદાય આપવા અને 2018ને આવકારવા મુંબઈવાસીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા મુંબઈના લોકો થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે જીએસટીના કારણે ઉહાપોહ જરૂર થવા પામ્યો છે પણ નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે. શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ સાથે આવતા કેટલાક લોકોએ મુંબઈથી બહાર જવાનો પ્લાન પણ તૈયાર કરી લીધો હશે. બેફીકર મુંબઈવાસીઓએ ઉત્સાહ મુજબ અને ખિસ્સાને પરવડે તે રીતે ઉજવણી કરવાનું નક્કી કરી લીધુ છે. હોટલોમાં ડાન્સ એન્ડ ડિનર પાર્ટીના આયોજનોથી માંડીને પ્રિયજનોને ગિફ્ટની આપ-લે કરવા સુધીની તૈયારીઓ થઈ ચૂકી છે. બજારોમાં ગિફ્ટ આર્ટિકલ્સ, કેક અને કાર્ડસની અવનવી વેરાયટી આવી છે જે ગ્રાહકોનું મન લુભાવી રહી છે. ખાસ કરીને યુવાનોને પસંદ પડે તેવા ગિફ્ટ આર્ટિકલ્સની ખૂબ માગ છે. જો તમે માનતા હોવ કે આજના વોટસઅપ અને ટિવટરના જમાનામાં ગ્રિટીંગ કાર્ડસનો ક્રેઝ ઘટી ગયો છે તો તે માન્યતા ખોટી છે. ક્રિસમસ અને ખાસ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે ગિફ્ટની સાથે સાથે હવે કાર્ડ ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. તેની સાથે જ હવે પ્રિયજનને માત્ર ફૂલોના બુકેથી શુભેચ્છા પાઠવવાને બદલે ચોકલેટ બુકેથી પણ તમે તમારી મીઠી લાગણી વ્યક્ત કરી શકો છો. યુવાનોને આકર્ષે તેવા કેન્ડલ સ્ટેન્ડથી માંડીને પ્રિયજનને એનર્જી પુરાં પાડતા પાવર બેલ્ટ તેમજ સાન્તાક્લોઝવાળા ટેડીબેર પણ ધૂમ વેચાઈ રહ્યાં છે અને કેક વગર તો નવું વર્ષ જાણે અધુરૂંજ રહી જાય છે. જો તમારા પ્રિયજન તમારાથી દૂર વસતા હોય તો તમારા માટે ઓનલાઈન શોપિંગ બેસ્ટ વિકલ્પ છે.
નવા વર્ષમાં જૂનું દુ:ખ ભુલીને નવી ઉમ્મીદો, નવા સપનાઓ, નવા લક્ષ્યથી ચાલો નવા વરસનું સ્વાગત કરીએ. નવું વર્ષ જે એક નવી શરૂઆત દર્શાવે છે. જે હમેશા આગળ વધવાની શીખ આપે છે. જૂના વરસમાં આપણે જે કર્યુ, શીખ્યું, સફળ, અસફળની શીખ લઈ એક નવી ઉમ્મીદ જગાવી આગળ વધવું જોઈએ. આવતી કાલની મધરાતથી 2018ને આવકારવા ભારતીયો અધીરા બન્યા છે ત્યારે સૌને આવનારૂં વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા…
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024