મને ઈંગ્લીશમા ઘુસબેરી કહે છે, મેં કોઈ દિવસ ઘુસ લીધી નથી તોય ઘુસબેરી કેમ કહે છે આ ધોળિયાઓ?? ભારતના ઋષિ-મુનીઓએ મને આયુર્વેદમાં પહેલા સૌથી પાંચ મહત્ત્વના ઔષધમા સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર હેર ઓઈલ બનાવવા તરીકે થાય છે!!
આ માથાના વાળે બહુ તપ કરીને વરદાન માંગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે!! હે! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છું!
પહેલા તો મને જાણો:
- તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, રાઈટ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દઉં. મારામા સ્વાદના છે, છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠાં, ખારા, કડવા!!
- મારામાં 445 મીલી ગ્રામ-650 મીલી ગ્રામ/100ગ્રામ વિટામીન સી હોય છે !
જે ઓરેન્જમા હોય એના કરતા 20 ગણું વધારે છે
- ભારતમાથી હું દર વરસે 25000એમટી જેટ્લા બીજા દેશમાં જાવ છુ.
- હું શિયાળામાં જ તમને મળી શકું છું.
- હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરૂં છું.
- આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છું.
મારા ફાયદા જાણો:
- તમને પજવતા કોલેસ્ટ્રોલે વાસ્તવમા બે ભાઈઓ છે! એચડીએલ અને એલડીએલ, હિન્દી મુવીમાં જેમ હોય એક ભાઈ સારો અને એક ખરાબ અને એને ક્ધટ્રોલમા કરે તેમ એની મા, તો બસ હું એચડીએલ જે સારો છે અને બોડીમાં વધે તો સારું એટલે હું એને એન્કરેજ કરૂં છું વધવા માટે અને આ નઠારો એલડીએલ ને ડંડા મારી ને ઘટાડું છું અને મારું શસ્ત્ર પેકટીન દ્વારા કરું છુ.
- એન્ટીઓક્સિડન્ટ: એટલે કે શરીર ઝેરીલું બનતું હોય છે એને ચોખું હું કરી શકું, અને આથી હું કેન્સર જેવા રોગો સામે દીવાલ બની ને ઉભું રહી શકું.
- એન્ટી એજીંગ: સ્ત્રીઓ ખાસ વાચે! સ્કીન પર કરચલીઓ દુર કરી શકુ.
- ચ્યવન્પ્રાશ: વરસો પેલા ચ્યવન નામના ઋષિ 70 વર્ષના થયા ત્યારે એને એક રસાયણ શોધ્યું જે વૃધો ને પણ યુવાન બનાવી દે અને એને આપણે ચ્યવન્પ્રાશ કહીએ છીએ, ચ્યવન્પ્રાશમાં મારું પ્રમાણ 70-75% હોય છે.
- કબજિયાત: 90% લોકો આનાથી પીડાય છે અને અગણિત રોગો આના દ્વારા થાય છે મારો જ્યુસ રોજ સવારે પીઓ તો જેમ કિચનની સિન્કની પાઈપ લાઈનનો કચરો ચોટયો હોય અને દુર કરવા કેમિકલ નાખવું પડે એવી જ રીતે હું તમારા પેટમાં જઇને તેની દીવાલ પર ચોટેલો કચરો દુર કરી દઉં છું.
- ડાયાબીટીસ: ભારત દેશને આ રોગે ભરડો લીધો છે, તો આ ડાયાબીટીસ પણ હું ક્ધટ્રોલ કરી શકુ, હું ગલાયકોસીલેટેડ હિમોગ્લોબીનને બનતું અટકાવું છુ જેને કારણે તમારું ડાયાબીટીસ ક્ધટ્રોલમાં રહી શકે.
- મારો ઉપયોગ ચામડીથી લઇને માથાના વાળ, તમારૂં હાર્ટ, પેટ, લોહી વગેરે ને ઠીક કરવા માટે થાય છે, મારા ઉપયોગ અગણિત છે, એટલે કે હું ઓલ રાઉન્ડર છું.
બલ્ડ પે્રશર, ડાયાબીટીસ, વાજીકરણ, પેટ ના રોગો, સ્કીન અને વાળ ના રોગો, લોહી શુદ્ધીકરણ, શક્તિવર્ધક, ત્રણેય દોષ ઠીક અને બીજા અગણિત રોગોની સારવારમાં હું ખુબજ ઉપયોગી છું.
કરવા જેવું કામ એ હવે શિયાળો આવે ત્યારે રોજ ફ્રેશ આમળા લઇને ફ્રેશ ષીશભય 25એમએલ-50એમએલ પી જવો અને આખો શિયાળો પીઓ અને પછી જુઓ ફરક!!
જો ચમત્કારી ફરક ના જોવા મળે તો મારું નામ આમળામાંથી આખલો અને ઘુસબેરીમાંથી ફાલતુબેરી કરી નાખજો.
ચાલો આવજો!!! હવે મારા વિશે વધુ જાણવા તમારા ગુગલ દેવતા ને પૂછો. જેમના સ્વાસ્થ્ય માટે ફીકર રાખતા હો તે તમામ લોકો માટે આમળાં જરૂર લેજો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024