આપણે નવા વર્ષ 2018માં નવેસરથી ધ્યેયો અને આશાઓ નવા સ્વપ્નો સાથે આપણી રીતે આગળ વધીએ છીએ, આપણું મૂળભૂત અસ્તિત્વ અને આપણી ઓળખ, આપણા મૂળિયાને ભૂલી ન જઈએ જે આપણું જરથોસ્તીપણાનું ગૌરવ છે. આપણા ધાર્મિક અને સામાજિક-સાંસ્કૃતિક વલણ મામૂલી છે, જ્યારે આપણે આપણા આદરણીય પ્રોફેટ જરથોસ્ત સાહેબ દ્વારા ઠરાવેલ માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે સફળતા કરતાં વધુ હાંસલ કરી શકીએ છીએ … ધાર્મિક વિદ્વાન અને વખાણાયેલા લેખક, નોશીર દાદરાવાલા, વાચકોને આપણા પ્રોફેટ દ્વારા અપાયેલું માર્ગદર્શન મુજબ જીવન જીવવાની ધાર્મિક સમજ આપણી સમક્ષ રજૂ કરે છે.
સાંભળવા મળે છે કે પારસીઓનું કહેવું છે કે તેમને તેમના ધાર્મિક મૂળ માટે ગૌરવ છે. જોકે શેરીઓમાં પારસીઓને પૂછવામાં આવે કે જરથોસ્તી હોવાનો અર્થ શું છે તો તમને ખાસ સાંભળવા મળશે કે ‘સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો.’
એક જરથોસ્તી હોવાના ગર્વના ઘણા કારણો છે (ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક અને આર્થિક) જો કે હકારાત્મક અને ઉત્પાદક જીવન માટે સૌથી વધુ પ્રેરણાદાયક છે અશો જરથુસ્ત્રના અનંત અને સદાય સુસંગ સંદેશાઓ. સદીઓથી તેમના સંદેશાઓ તાજા અને સુસંગત
રહે છે.
રોજ દએપમહેર, માહ અર્દીબહેસ્તના દિને જરથુસ્ત્રને પહેલીવાર અહુરામઝદાના દર્શન થયા અને પ્રોફટે જયારે અહુરામઝદાને પહેલો સવાલ કયો અને તેમને અહુરામઝદા પાસેથી જે જવાબ મળ્યો હતો કે સારા જરથુસ્તી તરીકેની શું અપેક્ષા હોઈ શકે.
પ્રશ્ર્ન હતો, ‘વિશ્ર્વના તમામ લોકોમાં શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે?’
અહુરા મઝદાએ જવાબ આપ્યો, ‘જે આશા (પ્રામાણિકતા)ના માર્ગ પર ચાલે છે, જે સખાવતી છે, જે માત્ર આતશની પૂજા કરે, પાણી અને પ્રાણીઓ માટે પણ દયાળુ બને છે.’
દસ વર્ષ સુધી જરથુસ્ત્રને નવાઈ પામે એવી બહાર આવેલી વાતો (સાક્ષાત્કાર) જેમાં બ્રહ્માંડના રહસ્યો વિશે અહુરામઝદાએ સ્પષ્ટીકરણ કર્યુ.
છેલ્લે અમેશાસ્પેન્તાએ જરથુસ્ત્રને સંદેશ આપ્યો હતો કે,
બહમન – પ્રાણીઓની સંભાળ રાખવી અને માયાળુ બનવું.
અર્દીબહેસ્ત – આતશની પૂજા કરવી
શહેરેવર – સમજદારીથી ધાતુનો ઉપયોગ કરવો (વિનાશક હેતુઓ માટે નહીં)
સ્પેન્દારમર્દ – પૃથ્વીની પૂજા કરવી
ખોરદાદ – પાણીની પૂજા કરવી
અમરદાદ – વનસ્પતિની (લીલોતરી) દેખભાળ કરવી
પવિત્ર અમેશાસ્પેન્તાના સંદેશામાં ‘ઈકોલોજી’ (પરિસ્થિતિ વિજ્ઞાન) અને પ્રકૃતિ સાથે સંવાદિતામાં જીવવાના અનંત સિધ્ધાંતો શોધે છે.
(વધુ આવતા અંકે)
- Commemorating The ‘Holy Book’ Of India - 25 January2025
- Legend Of The Marathon - 18 January2025
- Celebrating the Sun, Strength And Power - 11 January2025