અમદાવાદ પારસી પંચાયતે ઉજવેલો સફળ ગંભાર

અમદાવાદ પારસી પંચાયત(એપીપી)એ તા. 7મી જાન્યુઆરી, 2018 ના રોજ પ્રોફેસર ફિરોઝ અને સુનામાઈ દાવરની સ્મૃતિમાં ગંભારનું આયોજન કર્યું હતું. આ પહેલ અને નાણાકીય દાન તેમની દીકરી પ્રોફેસર આરમઈતી દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા લાલકાકા હોલ, પારસી સેનેટોરિયમ ગ્રાઉન્ડસ, અમદાવાદમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ચાર મોબેદ દ્વારા થયેલી હમબંદગી સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ બીપીપીના ચેરમેન યઝદી દેસાઈ હતા. એપીપીના પ્રેસિડન્ટ બ્રિગેડીયર જહાંગીર અંકલેસરિયાએ બપીપીના ચેરમેન વિશે ટૂંકમાં જણાવી ઈનામ વિજેતાઓની સિધ્ધિઓની પ્રશંસા કરી હતી અને આશા રાખતા હતા કે યુવા પેઢીઓ આ પુરસ્કારથી પ્રેરણા લેશે અને ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધિઓ પ્રાપ્ત કરશે સાથે જણાવ્યું કે એપીપી આવનાર વર્ષોમાં પણ યુવાનોને પ્રોત્સાહન આપશે.

માનવીય અંકગણિતથી લઇને સ્કેટિંગ, સાહિત્યથી વાણિજ્ય સુધીના તથા ડોક્ટરેટ અને સીએ સહિતના ક્ષેત્રોમાં સમાજના યુવાનોને લગભગ 35 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. મઝદા લિમિટેડના સોહરાબ મોદી અને ડો. આરમઈતી દાવરને આજીવન અને નિ:સ્વાર્થ સમાજ સેવા માટે પ્રખ્યાત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. એક પુરસ્કાર માત્ર બે વર્ષમાં 100 જેટલા જશન પૂર્ણ કરવા માટે એરવદ વઝાન દસ્તુર અને  બીજો પુરસ્કાર શ્રી અસ્પી હાંસોટીઆને ભૂલથી 7 વર્ષ પહેલાં ચૂકવવામાં આવતી નોંધપાત્ર સર્વિસ ટેક્સની રિફંડ સાથે એપીપીની સહાય કરવા માટે આપવામાં આવ્યા હતો.

બીપીપીના ચેરમેન શ્રી દેસાઈએ ટૂંકુ ભાષણ આપી સમુદાયના સભ્યોને સમુદાયની જાળવણી કરી રક્ષણ આપવા વિનંતી કરી આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં 450 જેટલા હમદીનોએ ભાગ લીધો હતો. ગંભારના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લીધા પછી લોકોએ આ કાર્યક્રમની આવતા વરસોમાં આવી જ રીતે ઉજવણી થાય તેવી ખુશી વ્યકત કરી હતી.

Leave a Reply

*