પારસી પ્રતિનિધિમંડળ નવરોઝના દિને શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા!

20મી માર્ચ, 2018 ના રોજ, મુંબઈ અને નવી દિલ્હીના પારસી પ્રતિનિધિમંડળના 16 સભ્યોની બેઠક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંસદ ગૃહ, નવી દિલ્હીમાં મળી હતી. પ્રતિનિધિમંડળનું આયોજન અને સંચાલન, દુસ્તુરજી ખુરશેદ કે. દસ્તુર દ્વારા થયું હતું. લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં પારસી પ્રતિનિધિ, મુંબઇ તરફથી હવોવી ખુરશેદ દસ્તુર, સામ બલસારા, એરવદ ડો. રામીયાર પી. કરંજીયા, હોશંગ ગોટલા, ઝુબિન ખપોલીવાલા, ટીના પટેલ, અરીઝ પટેલ અને નતાશ દુબાશ હાજર રહ્યા હતા. દિલ્હી પારસી અંજુમનના ચાર ટ્રસ્ટીઓ આદિલ નારગોલવાલા, સાયરસ એન્જિીનિયર, આશદીન લીલાઉવાલા,  નીલોફર મિસ્ત્રી, તથા ડો. શેરનાઝ કામા અને હોમાય એન્ચિનિયરે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પ્રતિનીધી મંડળ 10.45 કલાકે સંસદગૃહમાં પહોંચ્યા હતા અને થોડાજ સમયમાં વડાપ્રધાન તેમના મળવા આવવાના હતા. દસ્તુરજી ખુરશેદ અને એરવદ ડો. કરંજીયાએ અવેસ્તાનો મતલબ સમજાવ્યો હતો અને પ્રતિનિધીમંડળના દરેક મેમ્બર માટેની માહિતી આપવામાં આવી હતી તથા સમુદાય અને રાષ્ટ્ર માટે તેઓ દ્વારા થતા કાર્યને જણાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓને પારસી સમુદાય માટે ખૂબ પ્રેમ છે અને તેમની સાથે થોડો સમય વિતાવતા તેમનો આખા દિવસનો તણાવ દૂર થઈ જાય છે. તેઓએ શાંતિ પ્રિય પારસી સમુદાયની પ્રશંસા કરી અને તેમને એમજ રહેવા કહ્યું હતું. તેમણે આ સાથે ઉલ્લેખ કર્યો હતો કે પારસી સમુદાયના યુવાન સભ્યોએ લગ્ન કરી સમુદાયને વધારવો જોઈએ.

પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન સમક્ષ કેટલીક દરખાસ્તો રજૂ કરવાની તક ઝડપી લીધી હતી. તેઓએ વડાપ્રધાનને ફિલ્ડ માર્શલ સામ માણેકશાને ભારત રત્ન આપવા તથા દિલ્હીના અગ્રણી રોડને તેમનું નામ આપવા વિનંતી કરી હતી. ડો. શેરનાઝ કામાએ વડાપ્રધાનને 100 વર્ષ પારસી થિયેટરની કાયમી પ્રદર્શન માટે જગ્યા આપવા વિનંતી કરી હતી. વડા પ્રધાને ખાતરી આપી હતી કે તેઓ આ કાર્ય માટે યોગ્ય વ્યક્તિઓને સૂચના આપશે. તેમને આ બાબતમાં પારસી થિયેટરની પ્રશંસા કરી હતી. તથા વરિષ્ઠ નાટયકલાકાર યઝદી કરંજીયાની યાદ કરી હતી તથા પારસી થિયેટર (ગુજરાતી રંગમંચ) જોવાની તેમની ઈચ્છા વ્યકત કરી હતી.

દસ્તુરજી ખુરશેદે ભારતની પ્રોફેશનલ કોલેજમાં પારસી વિદ્યાર્થીઓ માટે એન્ડોવમેન્ટ બેઠકો મેળવવા માટે સમુદાયની મદદ કરવા વડાપ્રધાનને વિનંતી કરી હતી. તેમણે ડિસેમ્બર 2015 અને 2017માં યોજાયેલી પ્રથમ અને બીજી ઈરાનશાહ ઉદવાડા ઉત્સવની સફળતા વિશે વડાપ્રધાનને જણાવ્યું હતું. તેમણે એકસવાયઝેડ (એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયન)ની પ્રવૃતિઓ અને સમાજની બાળકો દ્વારા કરવામાં આવતી સામાજિક સેવા વિશે પણ જાણ કરવામાં આવી હતી.

પ્રતિનિધિ મંડળે શ્રી નરેન્દ્ર મોદીને ફૂલો, ભેટો અને મોમેન્ટોસ પ્રસ્તુત કર્યા હતા. શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર પ્રતિનિધિમંડળને  તથા પારસી સમુદાયને જમશેદી નવરોઝની શુભેચ્છાઓ આપી હતી.

Leave a Reply

*