આપણી પુંજી આપણા સંસ્કાર

એક  દિવસ દોરાબજી ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. પત્ર સ્વરૂપે. દીકરો રૂસી અને વહુ પેરિનને રૂમમાં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યક્તી દીકરી તેહમી હતી અને રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું […]

હસો મારી સાથે

કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો.. આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી.. *** પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે? પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે … તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ […]

શાહજાદાનું શું થયું?

હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ […]

‘મઝદયસ્ની-જરથોસ્તી ’ તે કોણ?

પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે […]

ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ, […]

ગુલકંદ

ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ […]

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના […]

પારસી પ્રતિનિધિમંડળ નવરોઝના દિને શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા!

20મી માર્ચ, 2018 ના રોજ, મુંબઈ અને નવી દિલ્હીના પારસી પ્રતિનિધિમંડળના 16 સભ્યોની બેઠક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંસદ ગૃહ, નવી દિલ્હીમાં મળી હતી. પ્રતિનિધિમંડળનું આયોજન અને સંચાલન, દુસ્તુરજી ખુરશેદ કે. દસ્તુર દ્વારા થયું હતું. લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં પારસી પ્રતિનિધિ, મુંબઇ તરફથી હવોવી ખુરશેદ દસ્તુર, સામ બલસારા, એરવદ ડો. રામીયાર પી. કરંજીયા, હોશંગ ગોટલા, […]