કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો..
આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી..
***
પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે?
પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે …
તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ વ્યક્તિને પરણે જ નહીં …!!!
***
ભુરાએ એર હોસ્ટેસને કીધું: તમારો ચહેરો અસ્સલ મારી ઘરવાળી જેવો જ છે..!!
એરહોસ્ટેસ ખીજાણી અને બોલી: મુંગો રહેજે અને સખણીનો બેસ.
ભુરો બબડ્યો: તારી ભલી થાય, આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ.
***
એક કાકા પહેલીવાર ફ્લાઈટમાં ગયા. એમણે ચા મંગાવી. એર હોસ્ટેસ ટ્રેમાં ગરમ પાણીનું થર્મોસ, ટી-બેગ, દૂધ પાઉડરનું પાઉચ અને શુગર ક્યુબ આપી ગઈ.
કાકાએ માંડ માંડ જાતે ચા બનાવીને પીધી.
એર હોસ્ટેસે પૂછ્યું ‘બીજું કંઈ લાવું?’
કાકા કહે: ‘આમ તો ગરમાગરમ ભજીયાં ખાવાનો વિચાર હતો પણ, આટલા નાના ટેબલ ઉપર તું ચણાનો લોટ, કાંદા, મરચાં, કડાઈ, તેલનો ડબ્બો અને ગેસનો ચૂલો મુકીશ ક્યાં?’
- માહ બખ્તર – ચંદ્ર પર પ્રભુત્વ ધરાવતું દિવ્યત્વ - 1 March2025
- હાંસોટમાં 100 વર્ષ જૂનાપારસી પેલેસમાં લૂંટ - 1 March2025
- હૈદરાબાદની ચિનોય અગિયારીએ સાપ્તાહિક હમબંદગીના 19માં વર્ષની ઉજવણી કરી - 1 March2025