ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના હાથમાંથી કમાન બાજુએ મેલી દીધી અને પોતાના ઘોડાને તેજ કરી કુદતો કીધો. તેણીએ પોતાના નેજાને સોહરાબ તરફ તાંકયો અને ઘોડાને પણ લગમાથી તેજ કીધો. જ્યારે સોહરાબે પોતાના દુશ્મનને એમ લડાઈમાં તરેહવાર યુક્તિ કરતો જોયો, ત્યારે તે વાઘની માફક ગુસ્સામાં આવ્યો. તેણે પણ પોતાના ઘોડાની લગામ ખેંચી તેને તેજ કીધો અને આઝર ગુશસ્પ (એટલે વીજળીના આતશ)ની માફક ઝડપથી તેણીની સામે ધસ્યો. હાથમાં જાનને કબજ કરનાર નેજો પકડયો અને તેને પોતાની પીઠના પાછલા ભાગવેર વળાણ આપીને ગોર્દઆફ્રીદના કમરબંધ ઉપર તે એવો તો જોશથી માર્યો કે તેણીના શરીર ઉપરનું બખ્તર સઘળું ચીરાઈ ગયું પછી તેણે તેણીને ઘોડાના જીન ઉપરથી નેજાની ટોંચ ઉપર એવી તો રીતે સાફ ઉંચકી કાઢી કે જેમ એક દડાને ચોગાન હવામાં ઉંચકી કાઢે. જ્યારે ગોર્દઆફીદે પોતાને એમ ઘોડાના જીન ઉપરથી ઉચકાતી જોઈ કે તુર્ત તેણીએ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને સોહરાબના નેજા ઉપર એવો તો સાફ ફટકો માર્યો કે તેના બે કટકા થઈ ગયા. અને તેથી તેણી પાછી ઘોડાના જીન ઉપર બેસી પડી. તેણીએ હવે પોતાની સોહરાબની લડાને લાયક જોઈ નહીં. તેથી સેબાબ તેના તરફથી પોતાનો ઘોડો ફેરવી પાછું ફરવા માંડયું સોહરાબે ઘોડાની લગામ ઘોડાને સોંપીને ગુસ્સામાં ચકચુર થઈ તેણીની પુઠે ઘોડાને દપતાવ્યો. તેણે પોકાર મારતો આવી તેણીને પકડી પાડી, તેણીના માથા ઉપરથી કોલાહ ઉચકી નાખી તેમ છતાં તો તેણીના બાલ છુટા થઈ નીકળી પડયા અને તેણીનો રોશન ચહેરો ખોરશેદ માફક દેખાઈ આવ્યો. ત્યારેજ સોહરાબે જાણ્યું કે ‘આ તો એક જવાન છોકરી છે અને તેણીના સુંદર બાલ એક તાજને લાયકના છે!’ તે અજબ થઈ ગયો અને બોલ્યો કે ‘જ્યારે ઈરાની લશ્કરમાંથી લડાઈના મેદાનમાં છોકરીઓ આવી બહાદુર રીતે લડે છે, ત્યારે લડાઈને દિવસે તેના જંગી મરદ સવારો તો આસમાન તલક લડાઈની ગેરદ ઉઠાવતા હશે! જો ઈરાનીઓની સ્ત્રીઓની સ્ત્રીઓ આવી છે તો લડાઈના ઉઠાવનારા તેના પહેલવાનો કેવા પ્રકારના હશે?’ એમ વિચાર કરી તેણે પોતાના જન સાથે બાંધેલી કમન્દ છોડી ગોર્દઆફ્રીદ ઉપર ફેકી અને તેણીને તેના બંદમાં લીધી: અને પછી તેણીને કહ્યુ કે ‘મારાથી તુ છુટી થવા (એટલે નાસવા)ના માગ. ઓ માહતાબ ચહેરેની બાનુ! તું શા કાજે લડાઈ શોધે છે? મારી જાળમાં તારા જેવું ગોરખર કદી આવ્યુ નથી. મારા હાથમાંથી હવે તું શીંગાર પામી છુટકારો પામનાર નથી.’ આ સખુનો સાંભળી હવે ગોર્દઆફ્રીદે પોતાનો ચેહરો ખુલ્લો કરી નાખ્યો. તેમ કરવા સિવાય તેણીએ ઈલાજ જોયો નહીં. તેણીએ તેને પોતાનો ચહેરો દેખાડયો અને કહ્યું કે ‘ઓ દલેર મરદ! તું દલેર મરદોમાં શેરની માફક છે.
(ક્રમશ)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024