આ હમામની બાજ, શયતાન બાજીની હાલત તેમજ દરૂજીએ-બુજીની હાલત સિવાયની બીજી સાધારણ હાલતમાંજ ફકત ધરી શકાય છે. તે જરૂર ધ્યાનમાં રાખવું. વળી અઈવીસ્ત્રુથ્રેમ ગેહ શરૂ થાય ત્યારથી યાને અઈવીસ્ત્રુથ્રેમ મહેરથી (એટલે સુરજ અસ્ત પામ્યા પછીની 36મીનીટ જવા દઈ પછીથી) તે રાતના મુંબઈ ટાઈમ 3 વાગા સુધી સાધારણ હમામ કરવો નહી યાને બીલકુલ નહાવું નહીં. પણ ગોસલની હાલતમાં તો કોઈબી વખતે જેવી તે હાલત થઈ કે તુરત ઉઠી તેના કાયદા પ્રમાણે નાહી લેવું એને ઉપલો હમામનો વખત (અઈવીસ્ત્રુથ્રેમની મહેરથી તે 3 વાગા સુધીનો) લાગુ પડતો નથી. નાહવા અગાઉ પાણી, ગોમેજ (તરો), રેતી, પહેરવાના કપડાં, ચોખ્ખા પાણીનો કળસ્યો (પાદીયાવ માટે) તે ઉપરાંત નહાવાનો કળસ્યો, દીલનુછનું તેમજ જુદો નેપકીન વગેરે બધું જોઈતું મોરી આગળ તૈયાર મૂકી રાખવું કે નાહતી વખતે આંગ પર સુદરેહ કુસ્તી વગર ચાલવું કે કાંઈ બોલવું માગવું પડે નહીં તે ખુબ ધ્યાનમાં રાખવું. હવે પહેલા કપડાં સાથેજ ક્ષ્નઓથ્ર અહુરેહ મઝદાઓ અષેમ1 ભણવી પછી રાતના સુતી વખતે બદલીને કપહેરેલા કપડાં જો મેલા કપડામાં ધોવા કાઢી નાખવાના હોય અને ફરીથી પહેરવાના નહીં હોય તો પહેરેલા કપડા આંગપર રાખીનેજ નીચે મુજબ મુંગે મોઢે અવાજ પ્રગટ કાઢયા વગર બાજ ધરવી. પણ જો તે કપડા પાછા રાતના સુતી વખતે ઉપયોગમાં લેવા લાયકનાં હોય તો પહેલે સઘળા કપડા નીચે મુજબ અનુક્રમે કાઢવા પહેલે કુસ્તી પછી સુદરેહ પછી પાયજામો યાને પગમાનું પહેરણ, પછી માથાનું પહેરણ અને છેવટે પગમાં પહેરેલી સપાટ વગેરે આ પ્રમાણે આંગ ઉપરથી બધું ઉતારવું. મરદે સુદરેહની બોય તથા પગમાનું પહેરણ વગેરે પહેલે જમણી બાજુથી કાઢવું અને ઓરતે સુદરેહની બોય વગેરે પહેલે ડાબી બાજુથી કાઢવું. હવે જો કપડાં બધા કાઢી નાખ્યા હોય તોજ બાજ લેતી વખતે, મરદે પોતાના ડાબા અને ઓરતે જમણા હાથની છેલ્લી આંગળીની લાઈનમાનો ભાગ જે હથેલી આગળનો છે તે માથાના તાલકા ઉપર વચમાં મૂકી** મરદ હોય તો જમણા અને ઓરત હોય તો ડાબા હાથની અંગુઠાની તુરત પાસેની આંગળી પેટની દુંટીને લગાડેલી રાખીને પછી નીચે મુજબ હમામ યાને નાહવાની બાજ બીસ્તા યાને અવાજ કાઢયા વગર મુંગે મોઢે ધરવી. અગર જો કપડા ઉપર જણાવ્યા મુજબ પહેરી રાખેલા હોય તો માથું ઢાંકેલુ હોવાથી ઉપર મુજબ માથા ઉપર હાથ રાખવાની કાંઈ જરૂર નથી, ફકત ડુંટી ઉપર તો કપડા પહેરેલાં હોય યા નહી હોય તો પણ મરદ ઓરતે ઉપર મુજબ બરજીસી બ્લુ પ્રવાહ કાઢતી આંગળી લગાડેલી રાખી મુકવી અને નીચે મુજબ બાજ ધરતી વખતે ઘણી ખાકસારીથી મીથ્ર યાને વિચાર કરવા કે ‘હું તવલ્લુદ (જન્મ) વખતે ખાકથી પોષણ થયલો છું. એટલે શોશર યાને મની જેવી નજીસાત ભરેલી ચીજમાંથી મારો જન્મ થયો છે. તેથી મારે તો ખાકની માફક બદાની બરદાશ્ત કરનારી ખાકસારી ભરેલી, સાદી, કુળ જગતને કલ્યાણકારીજ જીંદગી ગુજારવી લાઝમ છે.’
(**ઉઘાડા માથાપર હમામની બાજ ધરતી વખતે હાથની હથેલી રાખવાની એ મુરાદ છે કે હાથના આખા પંજાપર સાતે ગૃહોની અસરો કુદરતે મુકેલી છે જેમ કે અંગુઠા પર શુક્રની અસર તેની પાસેની આંગળી ફોરફીંગર કે ઈન્ડેકસ ફીંગર પર ગુરૂ (બરજીસ)ની અસર વચલી આંગળીપર શનીની અસર, તેની પછીની વીંટીની આંગળી પર ખોરશેદ (રવિની) અસર અને છેલ્લી નાની આંગળી પર બુધની અસર રહેલી છે. વળી અંગુઠાની નીચેનો ફરતો હથેલીનો ભાગ છે તે પર મંગળની અસર અને છેલ્લી નાની આંગળીના સીલસીલામાં (ચાલુ જોડાયેલા સંબંધમાં) છેક કાંડી સુધી લંબાયેલા હથેલીના ભાગ પર મહા બોખ્તાર (ચંદ્રમાં)ની અસર છે. હવે ઉઘાડે માથે બાજ ધર્યે તે વખતે તાલકમાં રહેલો સૌથી ઉત્તમ ચખ્રે-લહીઆનવાલો ભેજાનો ભાગ હવાના ફ્રીકશનમાં (ઘસારામાં) જોશમાં આવી હઈર (બદ પ્રવાહ) ઉત્પન્ન કરી, બાજમાં ભણાતા અવસ્તાના સ્તોતોને તેમજ અઈપીના સારા સ્તોતોને કાપી નાખે છે. તેથી હાથની હથેલીના છેડાપરનો ચંદ્રમાની અસરનો ભાગ જો તાલક પર બાજ લેતી વખતે લગાડી રાખવામાં આવે તો હથેલીના ચંદ્રમાના શાંત પ્રવાહો પેલા હઈરના પ્રવાહોને જડમૂળથી નિર્મૂળ (અસર વગરના) કરી મુતશરરેફાને બચાવે છે. એજ કાયદે, 15મું ચંદ્રમાનું ચખ્ર ફેફસા પર રાજ કરતું હોવાથી સુદરેહનો ગેરેબાન આગળનો છાતીનો ભાગ હવામાં ખુલ્લો રહેવા છતાં ત્યાં આગળથી નીકળતી શરીરની હઈર (બદ પ્રવાહ) ચંદ્રમાના શાંતિભર્યા મેગ્નેટીઝમને લીધે તદ્દન નિર્મૂળ થયા કરે છે.
વળી, અંગુઠાની પાસેની આંગળી જે બરજીસનો યાને ગુરૂનો આસ્માની બ્લુ અશોઈનો પ્રવાહ કાઢયા કરે છે તે હમામની બાજ દરમ્યાન ડુટી તરફ લગાડેલી રાખ્યાથી આંતરડા પર કાર્ય કરતા 12માં બરજીસ (ગુરૂ)ના ચખ્રને તે આંગળીમાંથી વહી રહેલા બરજીસ (ગુરૂ)ના અશોઈના પ્રવાહથી ઘણું જોર મળે છે. ટૂંકમાં આપણી બધી તરીકતો બધી રીતે આપણને પાક બનાવી આપે છે.**)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025