હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં
(ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે, અને પછી તે ‘આબેઝર’ નીરંગ દીનનાં વધુ ચડતા મરતબાના નામથી ઓળખાય છે અને તેને નીરંગ-ઈ-દીન યાને દીનની મજબૂત શક્તિ યાને અર્ક આખી
જરથોસ્તી દએનની તરીકત તથા ક્રિયાઓ માટેના પાયારૂપી અર્ક અને શક્તિ તરીકે આ નિરંગને એક મજબૂત આલાત (દીની સાધન) તરીકે ઓળખવામાં આવે છે.
આ નીરંગદીન માટેનો તમામ આબેઝર ફકત વરસ્યાજીઓનોજ ચોકકસ તરકીબથીજ ઝીલેલો હોવો જોઈએ કે જેમ હાલમાં ન થતાં રસ્તે ચાલતા અને તેબી વળી ખસી કીધેલા ગોધા અને બળદોનો આબેઝર-ગોમૂત્ર વરસ્યાજીના આબેઝરમાં ભેળ કરવામાં આવે છે કે જેની અસર જેવી જોઈએ તેવી મળતી નથી.
ખસી કીધેલા ગોધાઓનો આબેઝર સાધારણ તરીકતો પાળવામાં વાપરવાનુ
ના રવા ગણેલું છે તો તે નીરંગદીનની મહાન ક્રિયામાં વપરાયજ કેમ? અને આ પ્રમાણેનો નીરંગદીનનો નીરંગ કોઈ વખત બગડી જવાનો સંભવ રહે છે. આ નીરંગદીનનો ઈજેલો નીરંગ મોબેદોને બરશ્નુમ આપવામાં તેમજ નવજોત, લગન અને નહાન લેતી વખતની ક્રિયાઓ વગેરેમાં ફકત પીવાનાજ કામમાં આવે છે.
આ નીરંગદીનનો નીરંગ શરીરે ચોપડવામાં કદીબી વાપરવો નહીં કારણ કે તેમ કીધાથી એ પવિત્ર ઈજેલી ચીજનો ગેરઉપયોગ કીધેલો જરથોસ્તી દએન મુજબ ગણાય છે જેથી ફાયદાને બદલે સામો ગુનાહ લાગે છે. આ
નીરંગદીનનો ઈજેલો નીરંગ ઘણો લાંબો વખત વરસો સુધી તેની મોતેબર ક્રીયાની અસરને લીધે વાસ માર્યા વગર રહે છે અને તેમાં જંતુઓ પડતા નથી, એજ અવસ્તા માંથ્રની મોતેબરી પુરવાર કરવા પુરતી
શાહદત છે.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025