જરથોસ્તી દએનની તરીકતોમાં અઈપિ=ઈનસાનની આસપાસ રહેતી ગતી જે ઈનસાનમાંથી નીકળે છે તેને સ્વચ્છ હાલતની એટલે ગેતીને તેનાં કુદરતી કામમાં મદદ કરે તેવી રાખવી જોઈએ. ગેતીના કુદરતી અનેક કામમાંનુ એક કામ જમીનની ગેતીને ફળદ્રુપ રાખવાનું છે અને જે ભાગમાં ફળદ્રુપતા કમ હોય તે ભાગને ફળદ્રુપ બનાવવાનું કામ આપણું છે. આ કામમાં જે અઈપિ ગેતી જે કુદરતને મદદ કરે તે અઈપિ સ્વચ્છ કહેવાય. ઈન્સાનની અઈપિમાની બહાર પડતી ગેતીઓને જો ધરતીની ફળદ્રુપતા ખેચીને પોતાના ખાતર તરીકે વાપરી શકે તો તે અઈપિ સ્વચ્છ કહેવાય અને જો ઈન્સાનની અઈપિનો કચરો ધ્વનિ રૂપમાં વાતાવરણમાં ફેલાઈ વાતાવરણને પોતાનો ચેપ લગાડે, તો તે અઈપિ સ્થુળ કહેવાય. આવી રીતના કુદરતી અનેક કારણોએ ઈન્સાનની અઈપિમાંથી બહાર પડતા મોજાઓ
ફાયદા રૂપ થાય તો તેની અઈપિ સુક્ષ્મ કહેવાય. જેને બોલતું પ્રાણી કહે છે તેમાં અંતકરણનો અવાજ હોય છે જેના તનમાં અહુરમઝદે હસ્તીના જેવી રચના મૂકી છે કે જેથી તે તેનામાં રહેલા અંતકરણને પોતાની કીધેલા પાપ-પુણ્યની ખબર પડે અને તે પ્રમાણે તે અંતકરણ તેને ડંખે. આવા બોલતા પ્રાણીને ત્યારે જવાબદારી અપાઈ છે એટલે તેને બીજાઓનો ટ્રસ્ટી બનાવ્યો છે. આવા બોલતા પ્રાણીને ત્યારે અકકલ અપાઈ છે અને પુરૂષાર્થની ગતિ અપાઈ છે. વળી અકકલ વાપરીને પુરૂષાર્થ વાપરવા તેને ભાન આપ્યું છે. ભાનમાં સચેત થવાની ગતિ રહે છે, જેથી તે પ્રાણી અહુરમઝદને પોતાનો સાહેબ ગણે છે અને તેની તાબેદારી જેને ‘સ્ત્રઓષેમ’ કહે છે, તે બજા લાવવા માગે છે. આવા પ્રાણીને યઝતી ગતિથી ઉતરતા પ્રકારનું એટલે ઈન્સાનીયતનું પ્રાણી ઈન્સાન કહે છે. આવું ભાન તેનામાં કઈ રીતે આવે છે? તે ઈન્સાનની ઉપર તે ઈન્સાનથી વધુ આગળ વધેલા રૂવાનોની ગતિ=ભલી બઓદ ઉતરે છે તેથી તેનામાં તેવું ભાન આવે છે, અને ઈન્સાનને તેનાથી ઉતરતા પ્રાણીઓ જાનવરો વગેરેથી સંબંધ છે. તેથી લાગણીઓનો આવેશ તેનામાં ઉગે છે.
ત્યારે ઈન્સાનમાં ભાન છે સ્ત્રેઓષેમની ગતી તેણે કમાયેલી છે. તેનામાં વિચાર છે, તેનામાં અંતકરણનો ડંખ છે, વગેરે ગતિ છે, જેને ભલી બુરી તેવીષિ કહે છે, તેમ ઈન્સાનની શરીર-રચના છે જેમાંથી ગતિ, અખ્ખરા-વાળાઓ, ધ્વનીઓ બહાર પડે
છે, જેમાં વોહુનનો ઉતરતો, નહી ગમતો ભાગ છે તેમજ ભલાઈનો ગમે તેવો ભાગ છે. આવુ બધું ઈન્સાનમાં છે તે બધામાંથી તેને ‘અઈપિ’ = આસપાસનું વાતાવરણ બને છે. જો ઈન્સાનમાં સ્ત્રઓષેમની ગેતી વધુ હોય, ભાન સુક્ષ્મ હોય, સચ્ચાઈ હોય તો તેની અઈપિમાં ગવનો ભાગ વધુ રહે છે, જે જમીન તરફ આકર્ષાઈને કુદરતને મદદ કરે છે. એમ અનેક રીતે કુદરતને મદદ કરે છે પણ તેની અઈપિમાં વોહુન તો ઘણો કે થોડો છેજ, જે કુદરતને હરકત – કર્તા થઈ પડે છે. કેમ કે તે હવામાં પથરાઈને ચેપ ઉભો કરે છે અને કુદરતના કામમાં હરકત મૂકે છે. ત્યારે તરીકત એવી રીતની અપાઈ છે કે જેથી અઈપિમાની વોહુનની ગતિ નબળી થાય, હવામાં પથરાઈ શકે નહીં અને જમીનની મગનાતીસથી ખેંચાય જે જમીન તેને ખાતર તરીકે વાપરી શકે છે. અઈપિની સ્થુળ ગતી જે હવામાં ચેપ ઉભો કરે છે જે દ્રુજ કહે છે અને તેને રોકવા શરીરનો શણગાર આપ્યો છે, જેમાં સુદરેહ, કુસ્તી, ટોપી મૂળ છે. ટુંકમાં કસ્તી કરવાનું અપાયું છે અને ગેહે ગેહમાં સ્ત્રઓષની કસ્તી કરી સરોશ બાજ કરીને ગેહ કરવાનું અપાયું છે.
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024